ETV Bharat / state

74 VanMahotsav : અમદાવાદમાં જિલ્લાકક્ષાના 74મા વન મહોત્સવની ઉજવણી, વનીકરણ વિભાગની નવતર પહેલ

author img

By

Published : Aug 5, 2023, 8:32 PM IST

દસ્ક્રોઇ તાલુકાના પીરાણા ગામમાં જિલ્લાકક્ષાના 74 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અડધા હેક્ટર વિસ્તારમાં 600 થી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા આ રોપાઓનું જતન કરવાની જવાબદારી લેવામાં આવી હતી. આ તકે જગદીશ વિશ્વકર્માએ વૃક્ષરથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો હતો. જે 10 તાલુકાઓમાં રોપાનું વિતરણ કરશે.

74 VanMahotsav
74 VanMahotsav

અમદાવાદ : દસ્ક્રોઈ તાલુકાના પીરાણા ગામમાં ગુરુકુળ વિદ્યા વિહાર ખાતે જિલ્લા કક્ષાના 74 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિવિધ પ્રકારના 600 થી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રેરણાતીર્થ ધામના જ્ઞાનેશ્વરદાસ મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષરથને લીલી ઝંડી
વૃક્ષરથને લીલી ઝંડી

600 રોપાનું વાવેતર : અમદાવાદ જિલ્લા કક્ષાના 74 મા વન મહોત્સવ અંતર્ગત અડધા હેક્ટર વિસ્તારમાં બ્લોક તેમજ બાઉન્ડ્રીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વડના 108 રોપા તથા અન્ય જાતના 500 રોપા મળી કુલ 600 થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષરથમાં 8 ગામોનો સમાવેશ કરી વિવિધ જાતના 5000 રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વન મહોત્સવની ઉજવણી
વન મહોત્સવની ઉજવણી

વન મહોત્સવની ઉજવણી : આ અવસરે જગદીશ વિશ્વકર્માએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વૃક્ષરથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 74 મા વન મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 10 તાલુકા કક્ષાના વન મહોત્સવ, 325 ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. તેમજ 10 તાલુકાઓમાં વૃક્ષરથ થકી 38 રૂટ બનાવી 459 ગામને આવરી લઈ રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

74 મા વન મહોત્સવની ઉજવણી એક પવિત્ર જગ્યા પર થઈ રહી છે. ત્યારે આપણે સૌએ એક સંકલ્પ લેવાની પણ જરૂર છે. આપણે આજે જે છોડ વાવી રહ્યા છીએ તેને દત્તક લઇને તેનું જનત કરીએ. આ આપણા સૌની એક નૈતિક જવાબદારી પણ છે. આ સાથે રાજ્યના દરેક નાગરિકે એક છોડનું વાવેતર કરી તેના જતનની નૈતિક જવાબદારી લેવી જોઇએ. જેનાથી આપણે ક્લાયમેન્ટ ચેન્જને કારણે થતી અસરોને ઘટાડવામાં સહભાગી થઈ શકીશું.-- જગદીશ વિશ્વકર્મા (રાજ્યકક્ષાના પ્રધાન)

નવતર પહેલ : 74 મા વન મહોત્સવ અંતર્ગત 600 થી વધુ રોપાની ઉછેરની તમામ જવાબદારી ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ગુરુકુળના દરેક વિદ્યાર્થીઓને એક-એક છોડની જવાબદારી સોંપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને એ છોડનો ઉછેર કરશે. વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ ઉદ્દેશ સાથે ગુરુકુળ વિદ્યાવિહાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

પ્રકૃતિ સેવાના દાતા
પ્રકૃતિ સેવાના દાતા

પ્રકૃતિ સેવાના દાતા : 74 મા વન મહોત્સવના અવસરે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન તેમજ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

  • ધંધુકા તાલુકાના રેખાબહેન સંજયભાઈ રાઠોડ, રોપ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા નર્સરી અંતર્ગત રુ. 24,628 સહાય
  • સાણંદ તાલુકાના રંજનબહેન સંજયભાઈ મકવાણા, રોપ ઉછેરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા નર્સરી અંતર્ગત રુ. 49,569 સહાય
  • દસ્ક્રોઈ તાલુકાના રમીલાબહેન નરેન્દ્રભાઈ સોલંકી, બળતણ બચાવ અને સ્વાસ્થ્ય સુધારણા પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિનામૂલ્યે કુટુંબદીઠ ચૂલા આપવામાં આવ્યા
  • દસ્ક્રોઈ તાલુકાના ભાવનાબહેન ગૌતમભાઈ સોલંકી, બળતણ બચાવ અને સ્વાસ્થ્ય સુધારણા પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિનામૂલ્યે કુટુંબદીઠ ચૂલા આપવામાં આવ્યા
  • દેત્રોજ તાલુકાના મનીષભાઈ હરિભાઈ પટેલ, 6,000 નીલગીરીના વાવેતરની કામગીરી બદલ સાલ તથા મોમેન્ટો આપની સન્માનિત કરવામાં આવ્યા
    નવતર પહેલ
    નવતર પહેલ
  • બાવળા તાલુકાના ઇશ્વરભાઇ ભરતભાઈ પઢાર, 8,000 વૃક્ષો ઉછેરી પર્યાવરણી જાળવણી કરવા બદલ સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા
  • ધોળકા તાલુકાના હેમલ જહાંનારા શાહ, 10,000 વૃક્ષોનો ઉછેર કરવા બદલ સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા
  • સાણંદ તાલુકાના સલીમ ખાન વઝીર ખાન કુરેશી, 3,000 જેટલા રોપાનું વાવેતર કરવા બદલ સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા
  • સાણંદ તાલુકાના માનવસેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, 20,000 સીડ્સ બોલ તથા રોપા ઉછેરની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા
  1. જૂનાગઢ વનવિભાગની ઉદાસીનતા સામે ઝઝૂમતો પ્રકૃતિ પ્રેમી યુવાન
  2. મહેસાણા પોલીસ દ્વારા રાજ્યકક્ષાના વન મહોત્સવની કરાઈ ઉજવણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.