ETV Bharat / state

Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદની તિસરી આંખ બંધ, શહેરીજનોના ટેક્સના પૈસા વેડફાયા, CCTV ના કોન્ટ્રાકટ રીન્યુ થયા નથી

author img

By

Published : Jul 26, 2023, 7:38 PM IST

Etv Bharat
cctv-off-in-smart-city-ahmedabad-contract-not-renewed

અમદાવાદ શહેરમાં અકસ્માત અને અનેક ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. સ્માર્ટ સીટી કહેવાતા અમદાવાદમાં હવે તીસરી આંખ બંધ થઈ ગઈ છે. શહેરમાં સ્માર્ટ સીટી અને સુરક્ષા માટે લગાવેલા મોટા ભાગના CCTV કેમેરા બંધ હોવાનો ચૌકાવનારો ખુલાસો થયો છે. તથ્ય પટેલ અકસ્માત કેસમાં જો સીસીટીવી ફૂટેજ હોત તો પોલીસને અન્ય પુરાવાઓ શોધવાની જરૂર જ ન પડતી.

સ્માર્ટ સિટી અમદાવાદની તિસરી આંખ બંધ

અમદાવાદ: કોઈ પણ નાની મોટી ઘટનામાં સીસીટીવી કેમરા ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે પરંતુ જો અમદાવાદનાં સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં હોય તો શહેરીજનોની સુરક્ષાનું શું થશે તે મોટો સવાલ ઉભો થયો છે. દર વર્ષે લાખો રૂપિયાની કીંમતનો ટેક્સ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરે છે, પરંતુ અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા જ બંધ હોય તો અમદાવાદીઓના ટેક્સના પૈસા વેડફાયા હોય તેવુ લાગી રહ્યું છે.

CCTV ના કોન્ટ્રાકટ રીન્યુ થયા નથી
CCTV ના કોન્ટ્રાકટ રીન્યુ થયા નથી

સીસીટીવી કેમેરા બંધ: શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા અનેકવાર AMC ને બંધ CCTV મુદ્દે પત્ર લખવામાં આવ્યા છે. જોકે સ્થિતી ઠેરની ઠેર જ છે. આંકડાઓ પર નજર કરીયે તો અમદાવાદ શહેરમાં અલગ અલગ જંક્શન L & T ના 254, સ્માર્ટ સિટીનાં 2303 જેટલા કેમેરા છે, જે હાલ ચાલુ સ્થિતીમાં છે. જોકે 766 જેટલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. વિવિધ ખાનગી કંપનીઓને આપવામાં આવેલા કોન્ટ્રાકટ પૂર્ણ થતાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનો ખુલાસો થયો છે.

શું કહે છે ટ્રાફિક વિભાગ?: આ અંગે અમદાવાદ શહેર ટ્રાફિકના JCP એન.એન ચૌધરી જણાવ્યું હતું કે શહેરમાં રોડ રસ્તાને લગતા કામમાં એન્જિનીયરીંગનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરીટી પણ હાઈવે પર કામગીરી કરે છે. હાઈવે પરના 11 કેમેરા બંધ છે અને સિટીના 25 કેમેરા હાલ બંધ છે, જ્યારે કોન્ટ્રાક્ટ પરના 254 કેમેરાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવાથી ઈ-ચલણની કામગીરી બંધ છે.

કોન્ટ્રાકટ રીન્યુ થયા નથી: તંત્ર દ્વારા એજન્સીઓને આપવામાં આવેલા કોન્ટ્રાકટ રીન્યુ થયા નથી. સાથે જ શહેરના રીંગ રોડ પરના 12 જેટલા કેમેરા બંધ છે. આ સીસીટીવી મુદ્દે AMC એ સર્વે પૂર્ણ કર્યો છે અને ટુંક સમયમાં બંધ સીસીટીવી શરૂ થશે તેવુ જણાવી રહી છે. જ્યાં સીસીટીવી ચાલુ છે, ત્યાં ટેકનિકલ ખામીથી ઈ-ચલણ જનરેટ નથી થયા. જ્યારે પૂર્વ વિસ્તારમા આવેલા SP રીંગ રોડ અને મુખ્ય માર્ગોના કેમેરા બંધ હાલતમાં હોવાથી અકસ્માત કે અન્ય ગુનામાં આરોપીઓને ફરાર થવામાં લાભ મળે છે.

તંત્રની લાપરવાહી: શહેર ટ્રાફિક વિભાગ દ્વારા અનેકવાર AMC અને AUDA ને રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નવા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરી પરંતુ જૂના કેમેરા બંધ છે. ટ્રાફિક પોલીસ દ્વારા CCTV કેમેરા, BRTS કોરિડોરની રેલિંગ, ફ્રી લેફ્ટ સાઇડ, ટ્રાફિક સિગ્નલ, ચાર રસ્તા પર જરૂરી ડીવાઈડર, ચાર રસ્તાની આસપાસ થતા પાર્કિંગ, ટ્રાફિકને અડચણ રૂપ થતા પાર્કિંગ આ તમામ બાબતો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ પરિણામ શૂન્ય છે.

  1. Iskcon Bridge Accident: તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો! જેગુઆર કારનો RTOનો રિપોર્ટ આવ્યો સામે
  2. Rajkot News : પીએમ મોદી રાજકોટ પ્રવાસ દરમિયાન ટ્રાફિક સંચાલનને લઇ મહત્ત્વની વાત, કયા રસ્તા બંધ જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.