ETV Bharat / state

Bullet train: બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સાંસદ કિરીટ સોલંકી

author img

By

Published : Apr 19, 2023, 10:32 PM IST

અમદાવાદના સાબરમતી ખાતે ચાલી રહેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા હતા. તેમને બુલેટ ટ્રેન સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવી હતી. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી જાપાનની કંપની દ્વારા કરવામાં આવી રહી છે. આ કામ હાલમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે.

bullet-train-mp-kirit-solanki-arrived-to-inspect-the-working-of-the-bullet-train
bullet-train-mp-kirit-solanki-arrived-to-inspect-the-working-of-the-bullet-train

બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સાંસદ કિરીટ સોલંકી

અમદાવાદ: ભારતની સૌથી પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ માનો એક પ્રોજેક્ટમાં પણ ગણવામાં આવી રહ્યો છે. જે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 500થી વધારે કિલોમીટરનું અંતર માત્ર બે કલાકથી પણ ઓછા સમયગાળામાં કાપી શકાશે. જેને કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે.

હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં
હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં

દેશ વિકાસના પંથે: સંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે. આજ 9 વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રે વિકાસ જોવા મળી રહ્યો છે. દેશની 135 કરોડ જનતાને પણ મહેસુસ થઈ રહી છે કે દેશ ખરેખર હવે બદલાઈ રહ્યો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલનારી દેશની સૌથી પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની ઘોષણા 2014 ના બજેટમાં કરવામાં આવી હતી. જેનો અંતર્ગત અમદાવાદના સાબરમતી સ્ટેશન ઘણું કામ થયું છે. જે મે જાતે આવીને જ નિરીક્ષણ કર્યું છે.

તમામ બાબતનો ધ્યાનમાં રાખી વિકાસ: વધુમાં જણાવ્યું હતું કે સાબરમતી ખાતે તૈયાર થઈ રહ્યું બુલેટ ટ્રેનનું સ્ટેશન જે વિદેશના સ્ટેશનોથી પણ વધારે સારી સુવિધા આપતું આ સ્ટેશન જોવા મળશે. જેમાં મેટ્રો બીઆરટીએસ રેલવે સાથે પણ જોડવામાં આવશે. આ સ્ટેશનને નાના રીક્ષા ડ્રાઇવરને પણ ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવ્યું છે. આવા અનેક પ્રોજેક્ટ વડાપ્રધાન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. જેના ઉપર હાલમાં ઝડપે કામ પણ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો Bullet Train : વલસાડના ઝરોલી ગામના પહાડમાં બુલેટ ટ્રેન માટે બની રહી છે 350 મીટર લાંબી ટનલ

હેરિટેજ સ્થળને ધ્યાનમાં રાખી વિકાસ: વધુમાં જણાવ્યું હતું કે સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનના માર્ગમાં 21 KM લાંબો ટ્રેક જે સમુદ્રમાં ચાલશે અને બાકીના માર્ગ પિલ્લર પર આ બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે. સાથે જ ખેડૂતને જમીનની પણ ઓછી કપાતમાં જાય છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી જાપાનની કંપની દ્વારા કરવામાં આવી રહી છે. આ કામ હાલમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે. જલ્દી જ આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે સાથે જ આ રૂટ પર આવતા સ્ટેશનને પણ તેના હેરિટેજ સ્થળને ધ્યાનમાં રાખીને જ વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ પર CAG ની ટકોર, બુલેટ ટ્રેનના કર્મચારીઓની નિવૃત્તિ બાદ તબીબી સારવાર અને પેન્શન યોજનનની કોઈ હિસાબી નીતિ નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.