ETV Bharat / state

રમત રમતા બાળકનું વીજ કરંટ લાગતા મોત, ટોરેન્ટ પાવર પર કરાયો આક્ષેપ

author img

By

Published : Jun 23, 2019, 1:03 PM IST

અમદાવાદ: શહેરમાં આવેલા નારોલ વિસ્તારમાં કર્ણાવતી એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજના સમયે પોતાના ઘરની પાસે બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક બાળકનું વીજ કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હતું. જેમાં સ્થાનિકોએ ટોરેન્ટ પાવર પર આરોપ કર્યો છે અને બેદરકારી પણ ગણાવી છે.

રમત રમતા બાળકનું વીજ કરંટ લાગતા મોત

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં શનિવારે મોડી સાંજે બાળકો રમત રમી રહ્યાં હતા. આ સમય દરમિયાન હળવો વરસાદ પણ વરસ્યો હતો. રમત દરમિયાન જૈમીન ભાવસાર નામના બાળકને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ અન્ય બાળકોએ જૈમીનના પિતાને કરી હતી.

રમત રમતા બાળકનું વીજ કરંટ લાગતા મોત, ટોરેન્ટ પાવર પર કરાયો આક્ષેપ

ત્યારબાદ જૈમીનને બચાવવા જતા તેના પિતાને તેમજ અન્ય બે વ્યક્તિઓને પણ કરંટ લાગ્યો હતો. જોકે જૈમીન નામના બાળકનું કરંટ લાગવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે સ્થાનિકો દ્વારા ટોરેન્ટ પાવર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ ટોરેન્ટ પાવરની બેદરકારીને પગલે જ આ મોત થયું હોવાનું પણ જણાવ્યું હતું.

R_GJ_AHD_01_23_JUN_2019_BADAK_MOT_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

રમતા સમયે વીજ કરંટ લાગવાથી બાળકનું મોત...

શનિવારે સાંજના સમયે પોતાના ઘરની પાસે અન્ય બાળકો સત્યે રમી રહેલ બાળકનું વીજ કરંટ લાગવાને કારણે મોત થયું છે.આ મામલે સ્થાનિકોએ ટોરેન્ટ પાવર પર આક્ષેપ કર્યા છે અને બેદરકારી ગણાવી છે.

શહેરના નારોલ વિસ્તારમાં આવેલ કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ગત મોડી સાંજે બાળકો રમી રહ્યા હતા ત્યારે હળવો વરસાદ પણ વરસ્યો હતો.રમતી વખતે જૈમીન ભાવસાર નામના બાળકને વીજ કરંટ લાગ્યો હતો,ઘટનાની જાણ અન્ય બાળકોએ જૈમીનના પિતાને કરી હતી ત્યારે જૈમીનને બચાવવા જતા તેના પિતા અને અન્ય 2 વ્યક્તિઓને પણ કરંટ લાગ્યો હતો.જોકે જૈમીન નામના બાળકનું કરંટ લાગતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.આ મામલે સ્થાનિકોએ ટોરેન્ટ પાવર પર આક્ષેપ કર્યા હતા,ટોરેન્ટ પવારની બેદરકારીને કારણે જ મોત થયું હોવાનું જણાવ્યું હતું...


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.