ETV Bharat / state

Bogus Company: એક કે બે નહીં પણ 14 ખોટી કંપની ઊભી કરીને 3 કરોડના ખોટા બિલ બનાવી દીધા

author img

By

Published : Apr 1, 2023, 11:50 AM IST

Updated : Apr 1, 2023, 1:45 PM IST

કાગળ પર કંપનીઓ ઊભી કરીને ખોટુ કરનારી ટોળકીને પોલીસે પકડી પાડી છે. પણ આ કેસની ખાસ વાત એ છે કે, ખોટી કંપનીઓ ઊભી કરીને ભેજાબાજોએ 3 કરોડ રૂપિયાના બિલ બનાવી નાંખ્યા હતા. જોકે, પોલીસ આ કેસમાં વધુ પૂછપરછ કરી રહી છે. જેમાંથી સ્પષ્ટ થશે કે, આખરે સમગ્ર કાંડ શું કરવાનો હતો.

ભૂતિયા પેઢીના આધારે કરોડોની GST ટેક્ષ ક્રેડિટ મેળવનાર ઝડપાયા
ભૂતિયા પેઢીના આધારે કરોડોની GST ટેક્ષ ક્રેડિટ મેળવનાર ઝડપાયા

અમદાવાદ: લોકોની આર્થિક જરૂરિયાત એ ફ્રોડ લોકો માટે અવસર સમાન છે. સમાજમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આર્થિક જરૂરિયાત હતી. જેની આડમાં તેને ફસાવી દેવામાં આવે છે. ફરીવાર એવો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કરોડથી વધુના ખોટા બીલો બનાવીને તેના આધારે GST ઇનપુટ ક્રેડિટ મેળવતી ગેંગને પકડી પાડી છે. ભૂતિયા પેઢીના આધારે કરોડોની GST ટેક્ષ ક્રેડિટ મેળવનારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

14 ખોટી કંપનીઃ 14 પેઢીઓ ડમી હોવાનું પ્રાથમિક રીતે પોલીસ તપાસમાંથી સામે આવ્યું હતું. જે GST વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસના આધારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા.અક્ષર એન્ટરપ્રાઇઝ પેઢી થકી આરોપીઓએ કુલ રૂપિયા 44 લાખથી પણ વધુની કિંમતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે. 40 લાખથી પણ વધુ ટેક્સ ક્રેડિટ બીજી કુલ 12 પેઢીઓને અપાવી છે. જેમાં કેશમાં વ્યવહાર થયો હોવાનું મનાય છે.

પ્રાથમિક તપાસ: તારીખ12 નવેમ્બર 2022 ના રોજ ક્રાઈમ બ્રાન્ચ તેમજ GST વિભાગના અધિકારીઓએ સાથે મળીને અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પેઢીઓ ઉપર તપાસ કરી હતી. જેમાંથી 14 પેઢીઓ ડમી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. જે GST વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસના આધારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ડમી પેઢીઓ પૈકી અક્ષર એન્ટરપ્રાઇઝ નામની પેઢીની તપાસ કરતા પેઢીના ખોટા બીલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ગુનામાં સામેલ નિખિલ ગુપ્તા, અલઆરીઝ ઉર્ફે આરીફ મન્સૂરી, ઈર્શાદ ઉર્ફે પીન્ટુ ઉર્ફે રાજા ઉર્ફે સરકાર શેખ તેમજ રિયાઝહુસેન મકવાણા અને દર્શન કોઠારી નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

જરૂરિયાતવાળા વ્યક્તિનો સંપર્ક: ઝડપાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી તપાસ કરતાં સામે આવ્યું હતું. તેઓ સૌ પ્રથમ કોઈ આર્થિક જરૂરિયાતવાળા વ્યક્તિનો સંપર્ક કરતા હતા અને કંપની ખોલવાની છે. તે માટે તેને સમજાવી દર મહિને 10 હજાર રૂપિયા આપવાની વાત કરી તેને 5 હજાર રૂપિયા આપી તેના ડોક્યુમેન્ટ મેળવતા હતા. આરોપીઓ અન્યના નામનો ડમી નવો નંબર એક્ટિવેટ કરાવી લીધા હતા. જેના ડોક્યુમેન્ટ મેળવ્યા હોય તે વ્યક્તિને લઈને આધારકાર્ડમાં મેળવેલ નવો નંબર લીંક કરાવતા હતા. આ પૈસાનું કુંડાળું સામે આવ્યું હતું.

આ પણ વાંચો Ahmedabad Crime : ઇન્ટરનેશનલ સટ્ટા કેસમાં બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન વધવાની શક્યતા, કેન્દ્રીય એજન્સીઓ જોડાશે તપાસમાં

જેલવાસ ભોગવીને છૂટ્યો:આ કેસમાં વોન્ટેડ આરોપી પરેશ નાથાલાલ ચૌહાણ અગાઉ 900 કરોડના બોગસ બીલ કેસમાં બે વર્ષ જેલવાસ ભોગવીને છૂટ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ દરમિયાન ખોટા બીલો મળી આવ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નામદાર કોર્ટમાં આ કેસમાં ખોટા દસ્તાવેજોની કલમ ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલી એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હાલ ગુનામાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓની સાથે જે પણ લોકો આ સ્કેમમાં સામેલ હશે. તેઓની પણ ધરપકડકરવામાં આવશે.

ડમી પેઢીઓ ઊભી કરી: તમામ આરોપીઓએ ભેગા મળીને ખરીદ અને વેચાણ માટે ઘણી બધી ડમી પેઢીઓ ઊભી કરી હતી. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યા વગર માત્ર કાગળ ઉપર જ ખરીદ વેચાણના બીલ બનાવી સરકાર તરફથી મળતી GST ઇનપુટ ક્રેડિટ ખૂબ જ ઓર્ગેનાઇઝ રીતે મેળવતા હતા. આરોપીઓએ અક્ષર એન્ટરપ્રાઇઝ નામની બનાવેલ પેઢીની હાલ તપાસ ચાલુ છે. જે દરમિયાન ત્રણ કરોડથી પણ વધુ રૂપિયાના ખોટા બિલ બનાવેલા હોવાનું સામે આવ્યું છે. અક્ષર એન્ટરપ્રાઇઝ પેઢી થકી આરોપીઓએ કુલ 44 લાખથી પણ વધુની કિંમતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે. 40 લાખથી પણ વધુ ટેક્સ ક્રેડિટ બીજી કુલ 12 પેઢીઓને અપાવી છે.

આ પણ વાંચો Ahmedabad Murder Case: સરપ્રાઈઝ આપવા બોલાવી શરીરના કટકા કર્યા, ઉકરડામાં ફેંક્યું માથું

ભાડા કરાર: જેના નામે કંપની ખોલવાની છે તે કંપનીના ધંધાના સ્થળ માટે એક ઓફિસ ભાડે રાખી તેના ભાડા કરાર વગેરે કરાવતા હતા. તેમજ બેંકમાં જઈને ખાતું પણ ખોલાવતા હતા. આ તમામ દસ્તાવેજો તૈયાર થઈ જાય ત્યારબાદ GST રજીસ્ટ્રેશન કરાવી GST નંબર મેળવતા હતા. GST નંબર મળી જાય જે બાદ આધારકાર્ડમાં તે નંબર લીંક કરાવેલ હોય તે ડમી નંબર બેંકમાં આપતા હતા. જેથી બેંકના દસ્તાવેજો માટે તે નંબર પર ફોન આવતા તે મેળવી તેમની પાસે રાખતા હતા. આ રીતે તેઓ ખરીદ અને વેચાણ માટે ઘણી બધી ડમી કંપની ઊભી કરી દેતા હતા. ત્યારબાદ અમદાવાદ, ભાવનગર, સુરત, જામનગર વગેરે જગ્યા ઉપર તેઓના એજન્ટોને ફોન કરી જેને બિલ બનાવવાના હોય તેઓને ખરીદ અને વેચાણના બિલ બનાવતા હતા અને પોતાનું કમિશન રાખતા હતા. આરોપીઓ ખોટા બીલ દ્વારા જનરેટ થયેલી રકમ તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તેમાંથી રોકડ ઉપાડી લેતા હતા.

Last Updated :Apr 1, 2023, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.