ETV Bharat / state

High Court: છેડતી કેસમાં જવાબ રજૂ કરવા ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે HC પાસે માગ્યો સમય

author img

By

Published : Mar 2, 2023, 5:32 PM IST

ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં છેડતીની ફરિયાદ દાખલ થઈ છે. આના કારણે રાજસ્થાન પોલીસ ઘણા સમયથી ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ ગજેન્દ્રસિંહ પરમારે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.

High Court: છેડતી કેસમાં જવાબ રજૂ કરવા ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે HC પાસે માગ્યો સમય
High Court: છેડતી કેસમાં જવાબ રજૂ કરવા ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે HC પાસે માગ્યો સમય

અમદાવાદઃ સાબરકાંઠા પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની છેડતીનો આક્ષેપ છે. આ અંગે રાજસ્થાનમાં તેમની સામે એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ કેસમાં રાજસ્થાન પોલીસે આજે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી હતી. આપને જણાવી દઈએ કે, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના આગોતરા જામીન માટે થઈને છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Nityanand Ashram Controversial Case : ગુમ થયેલી બંને યુવતીઓને હાઇકોર્ટમાં ફિઝિકલી હાજર કરવા પિતાની માગ

HCએ ગજેન્દ્રસિંહને આપ્યો આદેશઃ રાજસ્થાન પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરાતા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જવાબ રજૂ કરવા વધુ સમય માગ્યો હતો. તેમણે હાઈકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ મામલે અમને જવાબ રજૂ કરવા સમય આપવામાં આવે. તેમની આ રજૂઆતને ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સાથે જ 9 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવાના પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?: વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં ગજેન્દ્રસિંહ પરમાર પીડિતા અને તેની માતા જૈસલમેર જઈ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર આવતા પીડિતાના માતાની તબિયત ખરાબ થતા ગાડી ઊભી રાખવામાં આવી હતી. તે દરમિયાન ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને તેની છેડતી કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી. આ ઘટના બાદ જૈસલમેર જવાની બદલે તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા હતા. આ સમય દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ મહિલાએ શારીરિક શોષણના આક્ષેપને લઈને ગુનો નોંધાવતા કેસ ચાલતો હતો.

સાબરકાંઠા બેન્કના ચેરમેન પણ સામેલઃ જોકે, મહિલા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેને આ કેસને લઈને સતત ધમકી મળતી હતી. આને કારણે તેણે માર્ચ 2022માં આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તે વખતે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ips Officer Defamation: IPS અધિકારીને બદનામ કરવા મામલો, આરોપીએ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં કરી અરજી

ધારાસભ્યના જવાબ પછી આગળની કાર્યવાહી થશેઃ ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી તો ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારને આંશિક રાહત આપી છે. જોકે, આ કેસની પોલીસ તપાસ તો ચાલુ જ છે. ત્યારે આગામી સમયમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે તો જોવું જ રહ્યું. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન પોલીસ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. ત્યારે હવે 9 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા માટે ધારાસભ્યને કહેવામાં આવ્યું છે ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.