ETV Bharat / state

Bharuch Crime : નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 ગોળી વાગી

author img

By

Published : Apr 11, 2023, 3:11 PM IST

Updated : Apr 11, 2023, 4:16 PM IST

ભરૂચના મક્તમપુરમાં નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં વ્યક્તિને 3 ગોળી વાગતા ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ ઘટનાના પગલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Bharuch Crime : નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 ગોળી વાગી
Bharuch Crime : નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 ગોળી વાગી

ભરૂચના મક્તમપુરમાં નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ

ભરૂચ : નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ છે. આ ફાયરિંગની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વ્યક્તિની હાલત હાલ નાજુક છે. આ ઘટનાને લઈ ભરૂચ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

શું છે સમગ્ર મામલો : ભરૂચના મકતમપુર વિસ્તારમાં નર્સરીમાં કામ કરતા 55 વર્ષીય રામ ઈશ્વર શાહ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તેઓ વહેલી સવારે અવાવરું વિસ્તારમાં હાજતે ગયા હતા. તે દરમિયાન એકાએક આ ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટનામાં રામ ઈશ્વર શાહને પેટ અને માથા ભાગે 3 ગોળીઓ વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર ઇજાઓના પગલે તેઓને ભરૂચ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે અને હાલમાં સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV

અગાઉ પણ હુમલાની ઘટના બની હતી : આ ફાયરિંગની ઘટનાને લઈ ઇજાગ્રસ્તના પુત્ર લલન શાહે જણાવ્યું હતું કે, અમારુ મૂળ વતન બિહારમાં છે અને જમીનના વિવાદમાં વર્ષ 2019માં પણ મોડી રાત્રે હુમલો થયો હતો. જેમાં અન્સાર ઉલ હકને ઓળખી લીધો હતો. તે સમયે પોલીસ કેસ થતાં અન્સાર ઉલ હક જેલમાં ગયો હતો. જેલમાંથી બહાર આવીને કેસ પુરો કરી નાખો નહીં તો ઇન્ડિયામાં ક્યાંય પણ જશો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચો : Stray dog attack: ઓડિશામાં રખડતા શ્વાનના હુમલામાં મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

અંધાધૂંધ ફાયરિંગ કર્યું : અન્ય વિગતો આપતા કહ્યું કે, અમે ગરીબ માણસો છીએ. ભરૂચમાં અમારી મટકાની દુકાન છે. સવારે મારા પિતા કુદરતી હાજતે ગયા હતા, તે સમયે અન્સાર ઉલ હકે મારા પિતાને ગોળીઓ મારી દીધી હતી. મારા પિતાને 4થી 5 ગોળીઓ મારી છે. તે સ્થિતિ ખૂબ નાજુક છે. મારા પપ્પા કહે છે કે, મને ગોળીઓ મારી છે.

Last Updated : Apr 11, 2023, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.