ETV Bharat / state

Bharat Raksha Manch in Ahmedabad : ક્ષત્રિય સંગઠનની બેઠકમાં ભારતીય સંસ્કૃતિ જતન અને ઘૂસણખોરી બંધ કરાવવા માગ

author img

By

Published : Mar 2, 2023, 8:14 PM IST

Bharat Raksha Manch in Ahmedabad : ક્ષત્રિય સંગઠનની બેઠકમાં ભારતીય સંસ્કૃતિ જતન અને ઘૂસણખોરી બંધ કરાવવા માગ
Bharat Raksha Manch in Ahmedabad : ક્ષત્રિય સંગઠનની બેઠકમાં ભારતીય સંસ્કૃતિ જતન અને ઘૂસણખોરી બંધ કરાવવા માગ

સોને કી ચીડીયા કહેવાતા ભારતની આજની સમસ્યાઓને લઇને ચિંતનવિચાર કરવા અમદાવાદમાં ભારત રક્ષા મંચની બેઠક મળી હતી. આ ક્ષત્રિય સંગઠનની બેઠકમાં ભારતની સંસ્કૃતિના જતન, ઘૂસણખોરીની સમસ્યાઓ અને યુવાધનને વ્યસનથી દૂર રાખવા મુદ્દે ચર્ચાવિચારણા થઇ હતી.

ભારતની સંસ્કૃતિના જતન, ઘૂસણખોરીની સમસ્યાઓ અને યુવાધનને વ્યસનથી દૂર રાખવા મુદ્દે ચર્ચાવિચારણા

અમદાવાદ : અમદાવાદમાં ભારત રક્ષા મંચની બેઠક મળી હતી. ભારત રક્ષા મંચ ક્ષત્રિય સંગઠનની બેઠક આજ અમદાવાદના થલતેજ ખાતે મળી હતી. જેમાં રાષ્ટ્રીય સંગઠન પ્રધાન પ્રશાંત કોટવાલે જણાવ્યું હતું કે ભારત અને પહેલા સોને કી ચીડિયા કહેવામાં આવતી હતી. પરંતુ આજે ઘૂસણખોરીને કારણે ક્યાંક ને ક્યાંક ભારતના લોકો સ્વતંત્રતા ગુમાવી રહ્યા છે. આ લોકોનું ભારતનું નાગરિત્વ પરત લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિ બચાવવાની ફીકર : ભારતએ સર્વ ધર્મ સમભાવ ધરાવતો દેશ છે. જેમાં દરેક ધર્મના લોકો હળીમળીને રહે છે. પરંતુ ખાસ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે અનેક સંગઠનોની રચના કરવામાં આવી છે. તેમને એક ભારત રક્ષામાં જ પણ હિન્દુ સંગઠનને વધુ મજબૂત કરવા માટેનું કામ કરી રહ્યું છે. ત્યારે ક્ષેત્ર સંગઠન બેઠક અમદાવાદ ખાતે મળી હતી. જેમાં આજના યુવાનોને વ્યસનથી કેવી રીતે દૂર રાખી શકાય અને ભારતીય સંસ્કૃતિને કેવી રીતે સાચવી શકાય તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો Surat News : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ, હજારો લોકોએ એકસાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો

વિશ્વ ગુરુ બનવા માટે મહેનતની જરુર : પ્રશાંત કોટવાલે જણાવ્યું હતું કે ભારત રક્ષા મંચ જે છે જે બહુ સંખ્યા ધરાવતો હિન્દુ સમાજ છે. એેટલે ક્યાંક જાગૃત જોવા મળતો નથી. જેને જાગૃત કરવા માટે ભારત રક્ષા મંચની રચના કરવામાં આવી છે. ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતી હતી. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. આજે સૌથી મોટી સમસ્યા હોય તો છે દેશની અંદર વધી રહેલી જનસંખ્યા જેમાં ખાસ કરીને બાંગ્લાદેશમાંથી જે ઘૂસણખોરી થઈ રહી છે. તે સૌથી મોટી સમસ્યા જોવા મળી રહી છે. જેનો વિરોધ 2010થી કરવામાં આવી રહ્યો છે.

ઘૂસણખોરી બંધ કરવામાં આવે : વધુમાં જણાવ્યું હતું કે દેશના દરેક રાજ્યોમાં NRC પ્રક્રિયા કરવામાં આવે અને બાંગ્લાદેશી અને અન્ય ઘૂસણખોરી કરનાર લોકો જેે ગેરકાયદેસર ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી છે. તે નાગરિકતા પરત લેવામાં આવે તેવી અમારી માંગ છે. વિશ્વનો એકમાત્ર દેશ ભારત છે કે જ્યાં દરેક નાગરિકને પોતાની રીતે સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. પરંતુ આજે ઘૂસણખોરીને કારણે સ્વતંત્ર રહેવાનો અધિકાર મળતો નથી. જેના કારણે આવા ગેરકાયદેસર આવેલા લોકોને દેશની બહાર કાઢવામાં આવે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો Vyasan Mukti program at Lunpur : ડીસાના લુણપુર ગામે આઠ ગામનો વ્યસન મુક્ત કાર્યક્રમ યોજાયો

યુવાનોને વ્યસનથી દુર રાખવાનો પ્રયત્ન : વધુમાં પ્રશાંત કોટવાલે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીએ જ આપનાર આવનારું દેશનું ભવિષ્ય છે. આપણા દેશની અંદર પહેલા યુરોપિયન,અંગ્રેજો, મુસ્લિમ શાસન આવવાથી આપણા દેશની સભ્યતા સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક નાશ પામી છે. જેથી આપણું સાહિત્ય પણ નાશ પામ્યું છે. હિન્દુ ધર્મમાં પશુ,પક્ષી, અને વનસ્પતિમાં પણ ઈશ્વરની પૂજા કરે છે. યુવાઓને વધુમાં વધુ જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રક્ષા મંચ દ્વારા યુવાઓને એક ખાસ કામગીરી પણ સોંપવામાં આવે છે. જેમાં યુવાઓને દેશના નાગરિકોને વ્યસન મુક્ત કરવાનું કામગીરી સોંપવામાં આવ્યું છે. જેથી દેશના લોકોને પણ વ્યસન મુક્ત રહી શકે અને પોતે પણ વ્યસનમાંથી દૂર રહી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.