ETV Bharat / state

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અક્ષરધામની રેપ્લિકા બનાવાઈ

author img

By

Published : Dec 14, 2022, 6:56 PM IST

અમદાવાદમાં યોજાવવા જઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં(Pramukhswami Maharaj Shatabdi Mohotsav)પ્રમુખસ્વામી નગરમાં દિલ્હીના અક્ષરધામની રેપ્લિકા તૈયાર કરવામાં(replica of Akshardham was made) આવી છે. પ્રમુખસ્વામી મહારાજે દેશ-વિદેશમાં 1200થી વધુ મંદિરોના નિર્માણનું કાર્ય કર્યું છે. તે જ રીતે વધુ મંદિરોના નિર્માણ (BAPS) થકી સેવા કાર્ય કરવા માટે લોકોને પ્રેરિત કરતું રેપ્લિકા તૈયાર (replica of Akshardham was made) કરવામાં આવી છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અક્ષરધામની રેપ્લિકા બનાવાઈ
baps-pramukhswami-nagar-a-replica-of-akshardham-was-made-in-pramukhswami-maharaj-shatabdi-mohotsav

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અક્ષરધામની રેપ્લિકા બનાવાઈ

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની (Pramukhswami Maharaj Shatabdi Mohotsav)ઉજવણી માટે ચોતરફ ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ બનાવવામાં (replica of Akshardham was made) આવી છે. પ્રતિકૃતિમાં 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ–શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન શ્રી ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકો શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ(replica of Akshardham was made) શોભે છે.

અક્ષરધામની રેપ્લિકા બનાવાઈ

આ પણ વાંચો શતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ

ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું: અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિની બંને તરફ ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં(glow garden at replica of Akshardham) આવ્યું છે જે ગ્લો ગાર્ડનમાં અલગ અલગ માધ્યમ થકી એક સારો સંદેશ લોકો સુધી પહોંચે અને લોકોના જીવનમાં પરિવર્તન આવે લોકો પ્રેરાય તેવા અલગ અલગ સંદેશાઓ આપવામાં આવ્યા (replica of Akshardham was made) છે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો(glow garden at replica of Akshardham) છે. જેમાં ચોવીસેય કલાકોની પ્રસ્તુતિ દર્શનીય છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.

આ પણ વાંચો પાંચ પ્રદર્શન ખંડો દ્વારા પ્રમુખ સ્વામીના જીવનનો સંદેશ અપાશે

ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી(Pramukhswami Maharaj Shatabdi Mohotsav) માટે ચોતરફ ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. તેના માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવેમ્બર સુધીમાં નગરની સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવાની ગણતરી છે. ત્યારે આ મહોત્સવના (Pramukhswami Maharaj Shatabdi Mohotsav)ઉદ્દઘાટનની તારીખ 15મી ડિસેમ્બરના બદલે 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્દઘાટન લપકામણ ગામમાં થવાની પ્રબળ સંભાવના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. એટલું જ નહીં પરંતુ આ મહોત્સવનું (Pramukhswami Maharaj Shatabdi Mohotsav)ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. નરેન્દ્રભાઇને પ્રમુખસ્વામી પ્રત્યે અત્યંત આદર હોવાથી તેઓનું આગમન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.