ETV Bharat / state

કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી, જાણો કયારે થશે ચાલુ !

author img

By

Published : Jul 8, 2022, 7:19 PM IST

અમદાવાદમાં આવેલ કાંકરિયામાં (Ahmedabad Kankaria Lake)શરૂ કરવામાં અટલ એક્સપ્રેસ ટોય ટ્રેન( Atal Express toy train )છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ટેક્નિકલ ખામીને કારણે બંધ હાલતમાં જોવા મળી રહી છે. હાલમાં આ ટ્રેન અંદાજિત 2 કિમી જેટલા રૂટમાં પાટા બદલવાનું કામ ચાલુ છે. પરંતુ તે પણ નિર્ધારિત કરેલ સમય પણ પૂર્ણ થયો હોવા છતાં કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી.

કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી, જાણો કયારે થશે ચાલુ !
કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી, જાણો કયારે થશે ચાલુ !

અમદાવાદ: શહેરના નહીં પણ રાજ્યમાં કાંકરિયા (Ahmedabad Kankaria Lake)ફરવા માટે ઉત્તમ સ્થળ છે. અહીંયા વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે. કાંકરિયામાં ચાલતી અટલ એક્સપ્રેસ ( Atal Express toy train )છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. તેના પાટા બદલવાનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેનના પાટા રેલવે વિભાગ પાસેથી 55 લાખમાં ખરીદવામાં આવ્યા છે. અન્ય કામગીરી સાથે 2.5 કરોડનો ખર્ચનો અંદાજ લાગવામાં આવી રહ્યો છે.

અટલ એક્સપ્રેસ ટોય ટ્રેન

ખાનગી ઓપરેટર દ્વારા ચાલવામાં આવે - કાંકરિયા આ અટલ એક્સપ્રેસ બાળકોને( Kankaria Kids Train)એક મનોરંજન પૂરું પાડે છે. કાંકરિયાની આ ટ્રેન 2 કિમી એક ચક્કર લાગવામાં આવે છે. પરંતુ આ ટ્રેન ચલાવવાનું કામ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાનગી ઓપરેટરને સોંપવામાં આવ્યું છે. અટલ એક્સપ્રેસ અટલ બિહારી બાજપાઇ જન્મદિવસે 25 ડિસેમ્બર 2021ના રોજ શરૂ કરી દેવાની તૈયારી હતી. પરંતુ જુલાઇ માસ સુધીમાં પણ શરૂ કરવામા આવી નથી.

એક સપ્તાહમાં ચાલુ થાય તેવો અંદાજ - 2019માં બંધ કરવામાં આવેલી અટલ એક્સપ્રેસ (Atal Express toy train stopped)હજુ તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. રેલવે વિભાગ પાસે પાટા ખરીદી સાથે ટોટલ ખર્ચ અંદાજિત 2.5 કરોડથી પણ વધારે થયો હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેન અધિકારીઓ જુલાઈ માસમાં શરૂ કરવાની વાત કરતા હતા પરંતુ હજુ પણ કામ બાકી છે એક સપ્તાહમાં ચાલુ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...

કેમ બંધ કરવાની ફરજ પડી - 14 જુલાઈના 2019ના રોજ કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટના બાદ લેક્ફ્રન્ટ અધિકારીનું અચાનક રાઉન્ડ દરમિયાન ટ્રેનના ટ્રેક બંગળીની જેમ ગોળ હોવાથી સમયની સાથે તેનું વજન ટ્રેક પરના બોલ્ટ અને સાંધા ઉપર આવી જતા બોલ્ટ ખુલી ગયા હતા. આ બાબત ધ્યાનમાં આવતા આ અટલ એકસપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ બંધ કરવી પડી હતી.

કેવી છે અટલ એક્સપ્રેસ - સર્વન લેમ્બ નામની ટ્રેન ડેવલપ કરતી કંપની દ્વારા 6 કરોડના ખર્ચે આ ટ્રેન તૈયાર કરવામાં આવી હતી. જેમાં 4 ખુલ્લા કોચ જેમાં 145 જેટલા પ્રવાસીઓ બેસી શકે છે.જે કાંકરિયા તળાવ ફરતે 10 કિમી ઝડપે 40 મિનિટમાં ચક્કર પૂર્ણ કરે છે. જે રોજના 30 ચક્કર લગાવે છે.

આ પણ વાંચોઃ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં 24 જ રાઈડના પોલીસે લાયસન્સ આપ્યા હતા, 25મું લાયસન્સ જાતે બનાવાયું

ગૌરી વ્રતમાં રાઇડ્સ ચાલુ થશે - 3 વર્ષ અગાઉ કાંકરિયામાં ડિસ્કવરી નામની રાઇડ્સ તૂટી પડી હતી. જેમાં 3 બાળકોના અવસાન થયા હતા. લાંબા સમયગાળા બાદ સરકાર દ્વારા બાકી રાઇડ્સ ચાલું કરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા તમામ રાઇટ્સ ચેકીંગ કરવામાં આવશે. ગૌરીવ્રતમાં ફરી બાકીની રાઇટ્સ શરૂ કરવામાં આવી તેવી શક્યતા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.