ETV Bharat / state

50,000ની લાંચ લેતો ASI રંગે હાથે ઝડપાયો

author img

By

Published : Dec 13, 2022, 7:49 PM IST

Updated : Dec 13, 2022, 9:40 PM IST

લાંચિયો અધિકારી 50000ની લાંચ લેતો ASI રંગે હાથે ઝડપાયો
લાંચિયો અધિકારી 50000ની લાંચ લેતો ASI રંગે હાથે ઝડપાયો

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં ASI લાંચ લેતો (ASI bribe caught in Naranpura) રંગેહાથ ઝડપાયો છે. આરોપીને ધરપકડ ન કરી, માર ન મારી સીધો કોર્ટમાં રજુ કરવા મામલે લાંચ માંગી હતી. શું છે સમગ્ર વાત જૂઓ. (Naranpura Police Station)

અમદાવાદ : શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અનિલ કુમાર શુકલાને 25 હજાર રૂપિયાની લાંચ (ASI bribe caught in Naranpura) લેતા રંગે હાથ ઝડપાયો છે. આ મામલે એક આરોપીને ધરપકડ ન કરી, માર ન મારી તેમજ સીધો કોર્ટમાં રજુ કરવા મામલે પોલીસ કર્મીએ 50,000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીને લાંચ ન આપી હોય ACBનો સંપર્ક કરતા ACBએ છટકો ગોઠવીને નારણપુરા પોલીસ સ્ટેશનની સામેના ફૂટપાથ પરથી લાંચીયા પોલીસકર્મીની ધરપકડ કરી છે. (Ahmedabad police bribery)

શું હતો સમગ્ર મામલો આ મામલે ફરિયાદીને 26મી ઓક્ટોબર 2022ના રોજ એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જે બાબતે ફરિયાદીએ 2મી નવેમ્બર 2022ના રોજ ફરિયાદ આપી હતી અને સામેવાળી વ્યક્તિએ પણ 13મી નવેમ્બર 2022ના રોજ ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીના સામેવાળાએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જામીન મેળવ્યા હતા. જોકે આ કામના આરોપી પોલીસકર્મી અનિલકુમાર શુક્લાએ (Naranpura Police Station) પોતાના ફોનથી ફરિયાદીને ફોન કરીને તારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, તેમ કહીને પોલીસ સ્ટેશન મળવા બોલાવ્યો હતો અને આરોપીને લોકઅપમાં ન રહેવું હોય અને માર ન ખાવો હોય તેમજ બારોબાર કોર્ટમાં રજૂ થવું હોય તો 50,000 રૂપિયા આપવા પડશે તેવી વાત કરી હતી. જેથી આ સમગ્ર મામલે ફરિયાદીને 50,000ની લાંચ ન આપવી હોય ACBનો સંપર્ક કર્યો હતો. (Police bribery case in Ahmedabad)

અગાઉ કેટલા લોકો પાસેથી લીધી તે તપાસ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી અને નારણપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલા ફૂટપાથ પર ASI અનિલકુમાર શુકલાને 50,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલ તો આ ઘટનામાં પકડાયેલા પોલીસકર્મીને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની તજવીજ શરૂ કરે છે, ત્યારે પૂછપરછમાં તેણે અગાઉ કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે અને લાંચની રકમથી કોઈ મિલકત ખરીદી છે કે કેમ તે દિશામાં ACBના અધિકારીએ તપાસ શરૂ કરી છે. (Naranpura Police Station ASI bribe)

Last Updated :Dec 13, 2022, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.