ETV Bharat / state

વિશ્વ વિકલાંગ દિવસઃ નિલેશ વૈશ્યક દિવ્યાંગ માટે એક પ્રેરણાસ્ત્રોત

author img

By

Published : Dec 3, 2020, 11:01 PM IST

Updated : Dec 4, 2020, 8:39 PM IST

gujarat news
gujarat news

આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. સમાજમાં વિકલાંગતા હોય તો લોકો તેને દયાની નજ થી જુએ છે અને વિકલાંગ પણ આશ્રિતની જેમ જુએ છે. ત્યારે ભોડા ગામમાં જન્મેલા નિલેશભાઈ વૈશ્યક દિવ્યાંગ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જેઓ વિકલાંગ હોવા છતાં ગરીબ બાળકોને સરકારી પરીક્ષાઓના ક્લાસ ફ્રીમાં કરાવે છે અને જેમાંથી તેમના વિધાર્થીઓ આજે કોર્ટ,પોલીસ, સચિવાલય અને બેન્કમાં ખૂબ સારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે.

  • 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • નિલેશ વૈશ્યક દિવ્યાંગ માટે પ્રેરણાસ્ત્રોત
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની કરાવે છે વિનામૂલ્યે તૈયારીઓ
    વિશ્વ વિકલાંગ દિવસઃ નિલેશ વૈશ્યક દિવ્યાંગ માટે એક પ્રેરણાસ્ત્રોત

અમદાવાદઃ સંકલ્પશક્તિ શું કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ નીલેશભાઈ વૈશ્યક પુરુ પાડી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં જન્મેલા નીલેશભાઈ જીવનમાં તડકો-છાયાનો અનુભવ કરીને એક એવા સ્થાને પહોંચ્યા કે તેમને અભિનંદન આપવા પડે. તેમની સંકલ્પશક્તિના આધારે અનેક સંધર્ષો વેઠી સ્વમાનભેર જીવન જીવી અને વિકલાંગો માટે કેવી રીતે પ્રેરણાસ્રોત બની રહ્યા છે તેની વાત જાણીએ.

નાનપણથી જ ડાબા પગે પોલિયો હતો

તેમણે જણાવ્યું હતું કે મને ડાબા પગે પોલિયો થયો અને નાનપણથી જ કેલીપર્સ પહેરી એક નિશાળિયો બન્યો હતો. ગ્રામ્ય જીવનમાં સુવિધાના અભાવે તકલીફ રહેતી પરંતુ મારાં માતા-પિતા દ્વારા મને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી કાળજીથી હું ઊછરતો જતો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે નાનપણમાં મારા ઑપરેશન બાદ કસરત માટે દરરોજ સવારે 8ઃ30ની ટ્રેનમાં અમદાવાદ મને મારાં માતા-પિતા લઈને આવતા અને 11ઃ30ની ટ્રેનમાં મારી બા મને લઈને પાછા આવે અને મારા પિતાજી નોકરીએ જાય. આમ મારી સંકલ્પશકિતનું મુખ્ય બળ જો કોઈ હોય તો મારા પિતા જ છે.

સંઘર્ષ ભર્યું વિદ્યાર્થી જીવન

આજે હું દુનિયા સામે સ્વમાનભેર જીવી શકું છે ? મારા પિતાની દેન છે. એક કિલોમીટર ચાલીને હું શાળાએ જતો થયો તેમાં મારા પાપાનો ખૂબ મોટો ફાળો છે. ધોરણ 1થી 10 સુધીમાં અભ્યાસમાં મારો 1થી 4 નંબર આવતો હતો. મારા શિક્ષકોમાં હું પ્રિય વિદ્યાર્થી બની રહ્યો હતો. કોલેજ કાળમાં એક કડવા અનુભવ કે જેમાં વર્ગમાં લાંબા પગ કરીને બેસશો તો નહીં ચાલે વિકલાંગતાના લીધે નીચે ન બેસી શકવાને કારણે આવનારી પરીક્ષામાં નાપાસ થયો હતો.

માતા-પિતાએ દિલાસો આપ્યો

જીવનની ખરી વાસ્તવિકતા સમજાણી અને મને થયું કે મારી વિકલાંગતા નડતી હોય તો શુ કરવું? હું ઘરે આવી ખૂબ ૨ડ્યો હતો. મારી વેદના મારા માતા-પિતા સમજતાં હતાં. મને દિલાસો આપવા તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. મારા પિતાજીએ મને એવી કેળવણી આપી હતી કે હું સહેલાઇથી ડગી ન જવું અને તેમાં ભગવાન મારી તરફેણમાં હતા. અચાનક સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી મને એક કાગળ મળ્યો હોતો. પાછો હું રડી પડ્યો પણ આ આંસુ ખુશીનાં હતાં. મને સરદાર પટેલ યુનિવર્સિટીએ લાઈબ્રેરી સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ આપ્યો હતો. મને ફેકલ્ટીના હેડ એવા રાવલસાહેબ અને ઉર્મિલાબહેન ત૨ફથી અનેરી હૂંફ મળી અને હું ત્યાં હોસ્ટેલમાં રહી અભ્યાસ પૂરો કરી શક્યો.

પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે

શારીરિક કમી હોવા છતાં અનેક કાર્યમાં પોતે પણ આગળ વધી રહ્યા છે. તેઓએ એપ્રિલ 2000માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમ ફીલ કરી શિક્ષણ ક્ષેત્રે પૂર્ણવિરામ નથી મુક્યું. તેમણે વીર નર્મદ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમના સંશોધનનો વિષય છે ‘અંધ કિઝિરની થેરાપી. ડોક્ટરીની માહીતી, જરૂરિયાત અને ઉપયોગિતાની પદ્ધતિ. વર્તમાનમાં તેઓ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રંથપાલ તરીકેની સેવા આપે છે.

કૉલેજમાં લેક્ચર આપવા પણ જાય છે


ફક્ત ગ્રંથપાલ તરીકેની જ નોકરી કરી તેમણે સંતોષ માન્યો નથી. તેઓને ડો. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના કૉલેજ સેન્ટરમાં લેક્ચર આપ્યાં છે. તેમણે 21 કોન્ફરન્સમાં ભાગ લીધો છે જેમાંથી 7 રાષ્ટ્રીય કક્ષાની અને 14 રાજય કક્ષાની હતી. તેમના 13 સંશોધન પેપર જેમાંથી 3 રાષ્ટ્રીય કક્ષાએ અને 10 રાજ્ય કક્ષાએ પ્રકાશિત થયાં છે. રાજય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ 5 સંશોધનું પેપર પર તેમણે પ્રેઝન્ટેશન આપેલું છે.

વિકલાંગોને આર્થિક સહાય તથા રોજગારી ક્ષેત્રે મદદરૂપ બન્યા

પોતાની પાસે રહેલી શક્તિઓનો ઉપયોગ કરી તેઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે. વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ સૈજપુરમાં તેઓ ચેરમેન તરીકે સેવા આપે છે. ટ્રસ્ટ દ્વારા તેમણે 650થી વધુ વિકલાંગોને આર્થિક સહાય તથા રોજગારી ક્ષેત્રે મદદરૂપ બન્યા છે. 2015થી આજ સુધીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય દર વર્ષે નોટબુકોનું વિતરણ કર્યું છે અને તેઓએ પાંચ વખત રક્તદાન પણ કરેલુ છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો વિનામુલ્ય ચલાવ્યા

ઉપરોક્ત સંસ્થા દ્વારા નીલેશભાઈના પ્રતિનિધિત્વમાં 2009થી આજ સુધી ટીમમાં અગ્રેસર ગીરીશભાઈ અને નવીનભાઈ સોલંકી સાથે રહી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો વિનામુલ્ય ચલાવ્યા છે.આ સ્પર્ધાત્મક પરીક્ષાનું મટીરિયલ વિનામૂલ્ય અપાય છે. અત્યારે 10 વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. જેમાં નીલેશભાઈ કે વ્યવસ્થા સંભાળે છે તેમ જ પોતે ઇતિહાસ, ભૂગોળ અને બંધારાના વિષયો ભણાવે છે. તેઓ તમામ વિષયના પેપર સેટ કરી મોક ટેસ્ટની જવાબદારી પણ સંભાળે છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શિસ્ત અને જીવનનાં મૂલ્યો શું છે તે ઉપર ભાર આપી વિદ્યાર્થીઓને ખાસ ટ્રેનિંગ અપાય છે.

તેમણે ભણાવેલા વિધાર્થીઓ આજે કોર્ટ,પોલીસ, સચિવાલય અને બેન્કમાં ખૂબ સારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં તલાટી, કોન્ટેબલ, પીએસઆઈ, બેંક, ગૌણ સેવા અને ગુજરાત હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે કુલ 50થી વધારે યુવાનોને સરકારી નોકરી મળી છે.નવસર્જન સેવા ટ્રસ્ટમાં રજિસ્ટર થયેલા ઉમેદવારોને સરકારી નોકરીઓની જાહેરાતોની માહિતી ઈમેઈલ દ્વારા આપવામાં આવે છે. જેમાં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. PHA આંતરરાષ્ટ્રીય અમદાવાદ દ્વારા વિકલાંગોના વિકાસનાં કાર્યો કરે છે જેમાં તે મેમ્બર તરીકે સેવા આપે છે. તેઓ માને છે કે વિકલાંગતા માણસના મનમાં હોય છે જો તમે તમારા મનને મનાવીને આગળ વધવાની ધગશ સાથે કામ કરો તો સફળતા ચોક્કસ મળે જ છે.

Last Updated :Dec 4, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.