ETV Bharat / state

PSI recruitment controversy : ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC

author img

By

Published : May 31, 2022, 8:03 PM IST

PSIની ભરતીને લઈને જે વિવાદ ચાલી (PSI recruitment controversy)રહ્યો છે ત્યારે PSIની ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી કરવામાં આવી હતી. તેવામાં આ ભરતી માટેની મુખ્ય પરીક્ષા આપવા માટે મંજૂરી આપો એવી અરજી તેમના દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે.

PSI recruitment controversy:ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC
PSI recruitment controversy:ફિઝિકલ પરીક્ષા માટે યોગ્ય નથી તો મુખ્ય પરીક્ષા માટે મંજૂરી કેમ આપવી? HC

અમદાવાદઃ PSIની ભરતીને લઈને જે વિવાદ ચાલી (PSI recruitment controversy)રહ્યો છે તે બંધ થવાનું નામ જ નથી લઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના કોન્સ્ટેબલ હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે, હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે 53 અરજદારોની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી હતી તેમને હવે આ ભરતી માટેની મુખ્ય પરીક્ષા આપવા (Gujarat High Court)માટે મંજૂરી આપો એવી અરજી તેમના દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. સાથે સાથેએ પણ માંગ કરી છે કે હાઈકોર્ટના આદેશ છતાં પણ તેમાંથી 18 અરજદારોની ફિઝિકલ પરીક્ષા આપવા દેવામાં આવી નથી તો તેમની પણ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવે, આવી સમગ્ર માંગ સાથેનો વધુ એક વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.

શું છે સમગ્ર મામલો - થોડા સમય પહેલા જ PSIની ભરતી માટે લેવાયેલી પ્રિલીમ પરીક્ષાના પરિણામ બાદ તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ છે. જેમાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના 60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા પણ PSIની ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી કરવામાં આવી હતી. અરજીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના આદેશ મુજબ તેમને PSIની ફિઝિકલ પરીક્ષામાં આપવા માટે મંજૂર કરાઇ હતી. પરંતુ હવે તેમની માંગ સાથે એ તમામને મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે એવી અરજી તેમના દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ નવરંગપુરા વોર્ડના કાઉન્સિલરની વધી શકે છે મુશ્કેલી, AMC ચૂંટણીનો વિવાદ પહોંચ્યો કોર્ટમાં

મંજૂરી આપવામાં આવે એવી અરજદારના વકીલ દ્વારા રજૂઆત - આ સમગ્ર મામલે અરજદારના વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, ભૂતકાળમાં હાઇકોર્ટના આદેશ બાદ ઓથોરિટી એટલે પણ અરજદારોને ફિઝિકલ પરીક્ષા આપવા માટે મંજૂરી આપેલી પરંતુ 18 અરજદારોને પરીક્ષા આપવાની મંજૂરી આપી ન હતી જે અરજદારોની ફિઝિકલ પરીક્ષા લેવાઇ નથી તેમના પરિણામ સીલબંધ કવરમાં છે અને તે ફિઝિકલ પરીક્ષા આપવા દેવામાં આવી નથી. તેથી તેમની પણ ફિઝિકલ પરીક્ષા લેવા માટે વિનંતી કરીએ છીએ અને આ ભરતીને લઈને જે મુખ્ય પાંચ જૂનના પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં પણ તમામ ઉમેદવારોને જેવી રીતે ફિઝિકલ પરીક્ષા માટે મંજૂરી આપી હતી તેવી રીતે મુખ્ય પરીક્ષા આપવા માટે પણ મંજૂરી આપવામાં આવે એવી અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

પરીક્ષા આપવા માટે મંજૂરી આપી શકાય નહીં - જ્યારે રાજ્ય સરકારની રજૂઆત હતી કે 23મીથી 27મી માર્ચે ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી છે તેમાં હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને ઓથોરિટીએ તાત્કાલિક પગલે દરેક લોકોને ફિઝિકલ પરીક્ષા આપવા માટે હાજર રહેવા જણાવ્યું હતું.અહીં એ મહત્વનું છે કે સામાન્ય રીતે આ અરજદારો PSIની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી તેમની પરીક્ષા આપવા માટે મંજૂરી આપી શકાય નહીં.

આ પણ વાંચોઃ PSIની ભરતી પરીક્ષા વિવાદ મામલે હાઈકોર્ટના જવાબથી રાજીના રેડ થયાં અરજીકર્તા

સુનાવણી 2જી જૂનના રોજ હાથ ધરવામાં આવશે - આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે કડક વલણ દાખવતા અરજદારોને ટકોર કરતાં કહ્યું કે, અરજદારએ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના ડ્રાઇવર છે સામાન્ય રીતે આ તમામ અરજદાર PSIની ભરતી માટે લાયકાત ધરાવતા જ નથી તો ફિઝિકલ પરીક્ષા માટે અરજદારોને લાયક ગણવામાં ના આવ્યા હોય ત્યારે તો મુખ્ય પરીક્ષા આપવા માટેની મંજૂરી કેવી રીતે આપી શકાય? જોકે હવે આ સમગ્ર મામલે તમામ અરજીઓ પર વધુ સુનાવણી 2જ જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.