ETV Bharat / state

Amrit Bharat Station: ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ થશે, મુસાફરોને મળશે ઉત્તમ સુવિધા

author img

By

Published : Aug 6, 2023, 12:55 PM IST

Updated : Aug 6, 2023, 1:04 PM IST

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 21 જેટલા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં અમદાવાદના 16 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ યોજના થકી રેલવેની અંદર મુસાફરી કરતાં લોકોને વધુમાં વધુ સારી સુવિધાઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં નવા તૈયાર થયેલા રેલવે સ્ટેશનની બિલ્ડીંગમાં ઇકો ફ્રેન્ડલી ફીચર્સ જોવા મળશે.

Etv Bharat
Etv Bharat

અમદાવાદ: ભારતની અંદર આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદી અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ 75 વર્ષમાં ભારત અલગ અલગ ક્ષેત્રે ખૂબ જ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં સામેલ ભારતીય રેલવે એક અલગ જ મુકામ હાંસિલ કરી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર અનેક પ્રોજેક્ટ અમલમાં મુકી રહી છે. વંદે ભારત, લેટ ટ્રેનનો પણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ મંડળમાં આવતા 16 જેટલા સ્ટેશનોને નવું રૂપ આપવામાં આવશે.

અસારવા રેલ્વે સ્ટેશન
અસારવા રેલ્વે સ્ટેશન

રેલ્વે દેશના લોકો માટે નવી લાઈફલાઈન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશ એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. જેમાં આજે રેલવેમાં નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. દેશના પ્રમુખ રેલ્વે સ્ટેશનને અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. જેમાંથી આજે 508 જેટલા રેલ્વે સ્ટેશનનો શિલાન્યાશ કરવામાં આવ્યો છે. આ તમામ રેલ્વે સ્ટેશનમાં વિશ્વકક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. રેલ્વેએ દેશના લોકો માટે એક નવી લાઈફલાઈન તરીકે ઓળખવામાં આવે છે એને રેલવેની ઓળખ પણ તેના શહેર સાથે જ જોડવામાં આવશે. નાગાલેન્ડમાં 100 વર્ષ બાદ બીજું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. રેલવેના 70 હજાર ખર્ચમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.

હિંમતનગર રેલ્વે સ્ટેશન
હિંમતનગર રેલ્વે સ્ટેશન

ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ થશે: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને રેલવે, રોડ અને હવાઈ સેવામાં વિકાસમાં બહાર મુકવામાં આવ્યો છે. જેમાં રેલવે સ્ટેશનમાં વિશ્વ કક્ષા સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આજે દેશના જેટલા 508 રેલવે સ્ટેશન વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતના 21 જેટલા રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે થકી દેશની રેલવે દ્વારા ત્યાંની સંસ્કૃતિ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ભૂજ રેલવે સ્ટેશન
ભૂજ રેલવે સ્ટેશન

500થી વધુ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ: આજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારતીય રેલ્વેના 500થી વધુ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અસારવા, પાલનપુર, કલોલ, ન્યુ ભુજ, ભચાઉ, પાટણ,હિંમતનગર, વિરમગામ અને ધાંગધ્રા, જેમાં અમદાવાદ શહેરના અસારવા, મણીનગર, ચાંદલોડિયા, વટવા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.

પાલનપુર રેલવે સ્ટેશન
પાલનપુર રેલવે સ્ટેશન

ગુજરાતના કેટલા રેલવે સ્ટેશન: ગુજરાતના 21 સ્ટેશનોને રીડેવલપઅપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અસારવા રેલ્વે સ્ટેશનને 25 કરોડ 32 લાખ, મણીનગર રેલ્વે સ્ટેશનને 10 કરોડ 26 લાખ, ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનને 48 કરોડ 18 લાખ, વટવા રેલ્વે સ્ટેશનને 26 કરોડ 63 લાખ, સામખીયાળી રેલવે સ્ટેશનને 13 કરોડ 64 લાખ, સિધ્ધપુર રેલવે સ્ટેશનને 41 કરોડ 13 લાખ, ઉંઝા રેલવે સ્ટેશનને 30 કરોડ 1 લાખ, મહેસાણા રેલ્વે સ્ટેશનને 48 કરોડ 34 લાખ, ભીલડી રેલવે સ્ટેશનને 10 કરોડ 96 લાખ, હિંમતનગર રેલ્વે સ્ટેશનને 43 કરોડ 9 લાખ, ભચાઉ રેલવે સ્ટેશનને 41 કરોડ 27 લાખ, વિરમગામ રેલ્વે સ્ટેશનને 39 કરોડ 12 લાખ, ધાંગધ્રા રેલવે સ્ટેશનને 16 કરોડ 7 લાખ, કલોલ રેલ્વે સ્ટેશનને 37 કરોડ 72 લાખ, પાલનપુર રેલવે સ્ટેશનને 47 કરોડ 91 લાખ અને પાટણ રેલ્વે સ્ટેશનને 32 કરોડ 30 લાખના ખર્ચે રીડેલઅપ કરવામાં આવશે.

  1. Railways Station Redevelopment: PM મોદીએ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે આધારશિલા રાખી
  2. Bharat Jodo Yatra 2: રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો બીજો તબક્કો અરુણાચલ પ્રદેશથી થઈ શકે છે શરૂ
Last Updated : Aug 6, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.