ETV Bharat / state

Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ

author img

By

Published : Jan 28, 2023, 11:07 AM IST

વાહન ચોરીને અંજામ આપતી ગેંગ વિશે અનેક કિસ્સાઓ (Ahmedabad Crime News) સામે આવ્યા છે, પણ એક એવી પણ ગેંગ છે કે જેના માસ્ટર માઈન્ડ છે સસરા અને જમાઈ. સસરા જમાઈની જોડીએ અનેક ચોરીને અંજામ આપ્યો છે. જોકે હાલ તો એક ચોરીના ગુનામાં સસરા જમાઈ પોલીસ પકડમાં આવી ગયા છે. (theft case in Ahmedabad)

Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ
Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ

અમરાઈવાડીમાં આઈસરની ચોરીનો અંજામ આપતા સસરા જમાઈ ઝડપાયા

અમદાવાદ : અમરાઈવાડી પોલીસે સસરા બદરુદીન ઉર્ફે અનવર સૈયદ અને જમાઈ શહીદ અરબની ધરપકડ કરી છે. આ સસરા જમાઈની જોડી ભેગી મળીને વાહન ચોરીને અંજામ આપતી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આઇસર ચોરીની ઘટના બની હતી, તેની ફરિયાદને આધારે પોલીસે આ સસરા જમાઈની જોડીની ધરપકડ કરી છે. સસરો આઇસર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરતા આ બંનેએ અન્ય ચોરીઓની પણ કબુલાત આપી હતી.

સસરા જમાઈ કઈ રીતે સાથે ચોરી કરવા લાગ્યા : સસરા બદરુદ્દીન વડોદરા રહે છે અને વાહન ચોરીમાં નિપુણ છે. બદરુદ્દીનનો જમાઈ શહીદ અમદાવાદ રહે છે. એક વખત સસરાને ચોરી કરવા માટે જમાઈએ ટીપ આપી હતી અને બાદમાં બંને સાથે જ વાહન ચોરી કરવા નીકળતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, સસરા જમાઈએ અમરાઇવાડીમાંથી આઇસર ચોરી સહિત અન્ય પાંચ ચોરીની પણ કબુલાત આપી છે. જેમાં ઉત્તરપ્રદેશનાં સિકંદરારાવ, ખોખરા, બગોદરા, આણંદ ટાઉન, ભરૂચમાં પણ વાહન ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે.

આ પણ વાંચો : Theft incident: બોટાદમાં ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરીના સીસીટીવી આવ્યા સામે

કઈ રીતે કરતા વાહન ચોરી : સસરા જમાઈની જોડી હાઈવે પર અથવા અન્ય કોઈ જગ્યાઓ પર પડેલા વાહનોની ચોરી કરતા હતા. ખાસ કરીને જ્યાં CCTV હોતા નથી અથવા વાહનો CCTVની નજરમાં આવે નહીં તે રીતે પાર્ક કરેલા હોય તો તેના વાયરીંગ દ્વારા વાહન શરૂ કરી લઈ ચોરી કરતા હતા. ઉલ્લેખનીય છે કે સસરા બદરુદ્દીન અને જમાઈ શહીદ દ્વારા 6 જેટલા વાહન ચોરીની કબૂલાત કરી છે, ઉપરાંત સસરા બદરુદ્દીન અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 26 જેટલા ગુનાઓમાં ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Navsari crime: નજર ચૂકવીને નાણા ખંખેરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, 5.44 લાખનો માલ જપ્ત

અન્ય કોઈ વ્યક્તિ સામેલ : હાલ તો અમરાઈવાડી પોલીસે સસરા જમાઈની જોડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વધુ કોઈ ચોરી કે અન્ય ગુનાઓ નોંધાયા છે કે કેમ અથવા તો સસરા જમાઈ સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે આઇ ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમરાઈવાડીમાં નોંધાયેલા ચોરીના ગુનામાં CCTV ફૂટેજમાં જણાતી શંકાસ્પદ રીક્ષાના આધારે પહેલા એક આરોપીની ધરપકડ કરાઈ અને બાદમાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ સસરા અને જમાઈ હોવાનું ખુલ્યું છે અને અનેક સોનાના ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.