Amit chawda Gujarat vidhansabha oppositiin leader: અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા, શૈલેષ પરમાર ઉપનેતા

author img

By

Published : Jan 17, 2023, 10:37 AM IST

Updated : Jan 17, 2023, 3:28 PM IST

Gujarat Congress અમિત ચાવડા વિપક્ષ નેતા, શૈલેષ પરમાર ઉપનેતા તરીકે ફાયનલ
Gujarat Congress અમિત ચાવડા વિપક્ષ નેતા, શૈલેષ પરમાર ઉપનેતા તરીકે ફાયનલ ()

ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે. જ્યારે ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદ કરવામાં આવ્યા છે. આ બન્નેના નામ સામે આવતા વિપક્ષના નેતા નક્કી થઈ ગયા છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી અમિત ચાવડાને ઉપદંડકની જવાબદારી મળી હતી. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે.

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે. જ્યારે ઉપનેતા તરીકે શૈલેષ પરમારને પસંદ કરવામાં આવ્યા છે. આ બન્નેના નામ સામે આવતા વિપક્ષના નેતા નક્કી થઈ ગયા છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર થઈ છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાઈ સૌથી મોટી જાહેરાત
ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાઈ સૌથી મોટી જાહેરાત

અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા: વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી અમિત ચાવડાને ઉપદંડકની જવાબદારી મળી હતી. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. એક સમયે એના દાદા ઈશ્વર ચાવડા સાંસદ હતા. જ્યારે ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. તારીખ 19 માર્ચ 2018માં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. હવે એમને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. ત્યારે 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું. જેથી 20 જાન્યુઆરી પહેલાં જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું.

આ પણ વાંચો PM Modi Roadshow in Delhi: દિલ્હીમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

આંકલાવ બેઠકથી ધારાસભ્ય છે અમિત ચાવડા: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને 17 જેટલી જ બેઠકો જીતવામાં સફળ રહી હતી જો કે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર અમિત ચાવડાની ફરી જીત થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસે ફરી અમિત ચાવડાને રિપીટ કર્યા હતા અને લોકોએ ફરી ફરી કોંગ્રેસના આ ઉમેદવારને જ પસંદ કર્યા હતા.

આ પણ વાંચો JEE Mains 2023: જાન્યુઆરી સત્ર માટે એડમિટ કાર્ડ અને એગ્જામ સિટી લિસ્ટ આજે મૂકાશે

શૈલેષ પરમાર દાણીલીમડા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય: અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક પર ફરી કૉંગ્રેસના ઉમેદવાર 13,500 મતની લીડથી જીતી ગયા છે. આ પહેલા ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ મતગણતરી દરમિયાન આગળ રહ્યા હતા. પરંતુ છેલ્લે ચિત્ર સ્પષ્ટ થતાં કૉંગ્રેસ આ બેઠક પોતાની પાસે રાખવામાં સફળ રહી છે. બેઠક પરના ઉમેદવારો આ બેઠક પરથી ભાજપે નરેશ વ્યાસ, કોંગ્રેસે શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીએ દિનેશ કાપડિયાને ટિકીટ આપી હતી. જોકે, છેલ્લી 2 ટર્મથી આ બેઠક કોંગ્રેસ પાસે છે.

Last Updated :Jan 17, 2023, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.