ETV Bharat / state

AMC budget 2023-24: બજેટ સામે કોંગ્રેસના સવાલો, દર વર્ષે ફૂલ ગુલાબી બજેટ રજૂ થાય છે પરંતુ માત્ર કાગળ પૂરતું જ રહે છે

author img

By

Published : Feb 21, 2023, 10:41 AM IST

amc-budget-2023-24-congress-attack-on-bjp-over-amc-budget
amc-budget-2023-24-congress-attack-on-bjp-over-amc-budget

અમદાવાદ કોર્પોરેશનના વર્ષ 2023-24ના વાર્ષિક બજેટમાં આજ અંતિમ દિવસે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દર વર્ષે ફૂલ ગુલાબી બજેટ રજૂ કરે છે. પરંતુ તે તે વાત માત્ર બજેટ સુધી જ સીમિત હોય છે. હકીકતમાં અમદાવાદ શહેરની શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે. અમદાવાદ શહેરના આવેલ કોર્પોરેશનની ઓફિસ અને સ્ટ્રીટ લાઈટ પર સોલર પેનલ નાખવાની વાત આજના બજેટમાં તેમને કરી હતી.

બજેટ સામે કોંગ્રેસના સવાલો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાર્ષિક 2023-24 નું બે દિવસીય બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ બજેટમાં પોતાના સુધારાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વીજળીની બચત થાય તે માટે અમદાવાદ શહેરની તમામ કોર્પોરેશન ઓફિસ અને રોડની સ્ટ્રીટ લાઇટ પર સોલર પેનલ નાખવાની વાત રજૂ કરી હતી.

ફૂલ ગુલાબી બજેટની વાતો: અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે તે સમયે ફૂલ ગુલાબી બજેટની વાતો કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની શાળાઓની હાલત હાલમાં પણ બિસ્માર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના લોકો હાલમાં પણ અનેક પ્રકારના રોગોની સામે લડી રહ્યા છે. રોગચાળો પણ કાબુમાં લઈ શકાતો નથી. ગત વર્ષના બજેટમાં અમદાવાદ શહેરની જનતાને 24 કલાક પીવાનું પાણી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ વાત હજુ સુધી પણ પૂર્ણ કરી નથી.

આ પણ વાંચો Vadodara news: 3 હજાર લોકોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવી બેંકમાંથી લોન અપાવાઈ, ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં મંજુરીપત્રનું વિતરણ

નવી લાઈટ નાખવામાં બે મહિનાથી વધુનો સમય: વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની નવી નાખવા માટે બે મહિના સુધી રાહ જોવી પડે છે. ડ્રેનેજ કે પાણીના પાઇપલાઇન વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો 5 વર્ષ સુધી તેનો જવાબ આપવામાં આવતો નથી. પરંતુ દર વખતના બજેટની અંદર ડ્રેનેજ લાઈન તેને પીવાના પાણી માટે કરોડ રૂપિયાનો બજેટ ફાળવવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા 3 અબજથી વધુની મતદાર રકમ માત્ર પાણીની ખરીદવા માટે જ ખર્ચવામાં આવ્યા છે તેમ છતાં હજુ સુધી પણ અમદાવાદ શહેરની જનતાને 24 કલાક પીવાનું પાણી મળતું નથી.

આ પણ વાંચો International Mother Language Day 2023: ગુજરાતી ભાષાએ આપ્યા દુનિયાને અનેક વિભૂતિઓ

વીજળી બચત જરૂરી: વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ કોર્પોરેશનના 20223 ના બજેટમાં સુધારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનને દર મહિને લાખો રૂપિયાના લાઈટ બિલ ભરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના રોડ રસ્તા ઉપર પણ સ્ટ્રીટ લાઈટનું બિલ પણ મોટી રકમમાં ચૂકવવું પડતું હોય છે.જેના પગલે કોર્પોરેશનના વિપક્ષ દ્વારા તમામ સ્ટ્રેટ લાઈટ પર સોલર પેનલ લગાવવાની વાત રજૂ કરવામાં આવી છે. જેથી કોર્પોરેશનની બચતમાં વધારો કરી શકાય. અને ટોરેન્ટ પાવર જે ખૂબ જ મોટા પાયે વીજળીને નામે ધંધો કરી રહી છે તેને અટકાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.