ETV Bharat / state

Ahmedabad News: અમદાવાદમાં 4 કિલોથી વધુ ગાંજો લઈને ઓરિસ્સાથી આવેલો યુવક ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 10:36 AM IST

અમદાવાદમાં ફરી એક વખત  4 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. ઓરિસ્સાથી 4 કિલોથી વધુ ગાંજો લઈને અમદાવાદ આવેલા યુવક પોલીસે ઝડપી લીધો છે. તપાસ કરતા તેના બેગમાંથી 4 કિલો 945 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવતા સમગ્ર મામલે બ્રજમોહન મેશ્વા નામના ઓરિસ્સાના બલનગીરી જિલ્લાના યુવકની ધરપકડ કરી છે.

Ahmedabad News: અમદાવાદમાં ઓરિસ્સાથી 4 કિલોથી વધુ ગાંજો લઈને આવેલો યુવક ઝડપાયો
Ahmedabad News: અમદાવાદમાં ઓરિસ્સાથી 4 કિલોથી વધુ ગાંજો લઈને આવેલો યુવક ઝડપાયો

અમદાવાદ: અમદાવાદમાં ક્રાઈમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં થતી મહેસાણા સામાનની હેરાફેરી ફરી વખત ઝડપાઈ છે. આ વખતે રેલવે એસઓજીની ટીમે અન્ય રાજ્યમાંથી અમદાવાદ આવેલા મુસાફરની તપાસ કરતા તેની પાસેથી પોણા પાંચ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે મામલે ઓરિસ્સાના એક યુવકની ધરપકડ કરી તેની સામે એસ ઓ જી રેલવે દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

મુસાફરોની તપાસ: અમદાવાદમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં રેલવે પોલીસની ટીમ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને દુર કરવા માટે તપાસમાં હતા. ત્યારે રેલવે એસઓજીની ટીમ અમદાવાદ બહારથી અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનો પરના શકમંદ મુસાફરોની તપાસ કરી રહી હતી. તે દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ શંકાસ્પદ બેગ સાથે મળી આવતા તપાસ કરી હતી. તપાસ કરતા તેના બેગમાંથી 4 કિલો 945 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવતા સમગ્ર મામલે બ્રજમોહન મેશ્વા નામના ઓરિસ્સાના બલનગીરી જિલ્લાના યુવકની ધરપકડ કરી છે.

49 હજારથી વધુની કિંમતનો ગાંજો: મહત્વનું છે કે આ સમગ્ર કેસમાં 49 હજારથી વધુની કિંમતનો ગાંજો એસઓજીએ કબજે કરી પકડાયેલો યુવક ગાંજો કોની પાસેથી લાવ્યો હતો. અમદાવાદમાં કોને આપવાનો હતો. અગાઉ કેટલી વાર તે આ પ્રકારે ગાંજો લાવીને અમદાવાદમાં આપી ચૂક્યો છે. તે તમામ દિશામાં તપાસ કરવા માટે પકડાયેલા આરોપી સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

  1. Ahmedabad Loot: મેડિકલ સ્ટાફની જેમ એપ્રેન પહેરી લૂંટ કરનાર મહિલા ઝડપાઈ, જાણો કેવી રીતે આપતા ગુનાને અંજામ ?
  2. Ahmedabad Crime : દેશભરમાં 500થી વધુ કારની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
  3. Ahmedabad Fake Aghori : રાહદારીઓને હિપ્નોટાઈઝ કરી દાગીના પડાવતો નકલી સાધુ ઝડપાયો, આવી રીતે કરતો કાંડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.