ETV Bharat / state

Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ

author img

By

Published : Jul 3, 2023, 10:28 PM IST

અમદાવાદના સરખેજમાં જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો છે. મૃતકે આત્મહત્યા પહેલા બનાવેલા વિડીયોમાં આપવીતી જણાવી હતી. યુવકે સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું હતું. જે ગુનામાં સામેલ 12 પૈકી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ
Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ

અમદાવાદના સરખેજમાં જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો

અમદાવાદ : સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા સમય પહેલા ટોરન્ટ પાવરની ઓફિસમાં વિડીયો બનાવી સિક્યુરિટી ગાર્ડે કરેલી આત્મહત્યા કેસમાં અંતે ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરાઈ છે. અક્ષય ચૌધરી નામના યુવકે સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે પોલીસે એક બે નહીં, પરંતુ 12 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તે કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : સરખેજ વિસ્તારમાં સાસરીયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળીને જમાઈએ માર્ચ મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા મૃતકે પોતાના મોબાઇલમાં અલગ અલગ વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી. જેમાં સાસરીયા પક્ષ વિરુદ્ધ ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી.

કોના કોના વિરુદ્ધ ફરિયાદ : આ મામલે મૃતક અક્ષય ચૌધરીના પિતા દિનેશભાઈ ચૌધરીએ અક્ષયની પત્નિ પ્રિયંકા શિકારી, સસરા પ્રવીણ શિકારી, સાસુ ભારતીબેન શિકારી, મામાજી નવનીત દાતણીયા, અનીલ દાતણીયા, ધર્મેશ દાતણીયા, માસાજી ગીરીશ સિસોદિયા, માસીજી શિલ્પા સિસોદીયા, જ્યોતિકા દાતણીયા, ધર્મિષ્ઠા દાતણીયા તેમજ અક્ષયના સાઢુ ભાઈ અમિત ચુનારા, સાળી ભાવિકા ચુનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

9 આરોપીની ધરપકડ : ફરિયાદ નોંધાતા જ આ ગુનામાં સામેલ મૃતકના સાસરીયા પક્ષના લોકો બે મહિના સુધી નાસતા ફરતા રહ્યા. જોકે ઝોન 7 ડીસીપી દ્વારા આ ગુનાની ગંભીરતા જોઈને બોડકડેવ તેમજ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની એક ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાવી હતી. જોકે પોલીસને મળેલી બાતમીના આધારે વડોદરામાંથી ગુનામાં સામેલ 12 પૈકી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓમાં પ્રવીણ શિકારી, અમિત ચુનારા, ધર્મેન્દ્ર દાતણીયા, ગીરીશ સિસોદિયા, જ્યોતિકા દાતણીયા, શિલ્પા દાતણીયા, ધર્મીષ્ઠા દાતણીયા, ભાવિકા ચુનારા તેમજ ભારતીબેન શિકારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ગુનામાં સામેલ અનીલ દાતણીયા તેમજ નવનીત દાતણીયા વોન્ટેડ છે.

ફરિયાદ નોંધાયા બાદ તમામ આરોપીઓ નાસતા ફરતા હતા, જેઓની ધરપકડ બાદ તેઓને આશરો આપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ દ્વારા સતત ત્રાસ આપતા મૃતકે આ પગલું ભર્યું હતું. હાલ આ ગુનામાં વોન્ટેડ બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. - વી.જે ચાવડા, (PI, સરખેજ પોલીસ સ્ટેશન)

મૃતક આરોપ શું લગાવ્યા : મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો. આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં તેને આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની સાસુ, સસરા સહિત મામા સસરા તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરંતુ તેના મમ્મી-પપ્પાથી અલગ કરીને ઘર જમાઇ બનવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત પૈસાની પણ માંગણી કરવામાં આવતી હતી. જેથી અંતે કંટાળીને તેણે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં તેના સાસુ સસરા સહિત તેની પત્નીનો પણ સમાવેશ થાય છે, જોકે પત્ની ગર્ભવતી હોવાના કારણે હાઈકોર્ટ તરફથી વચગાળાના જામીન મેળવ્યા છે.

  1. Ahmedabad News : પત્ની સાથે ઝઘડો થતા બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયરે આ રીતે બચાવ્યો જીવ
  2. Surendranagar Crime News: સુરેન્દ્રનગરની સબ જેલમાં કિન્નર કેદીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ
  3. Surat Crime : આર એમ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીની આત્મહત્યા, શિક્ષક અને આચાર્ય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.