ETV Bharat / state

Ahmedabad Rathyatra 2023: રથયાત્રામાં પ્રથમવાર માર્શલ આર્ટ અને કુંગ ફુ ની કરતબો

author img

By

Published : Jun 20, 2023, 9:49 AM IST

ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા સાથે અષાઢીબીજની રથાયાત્રા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ત્રણેય રથ નિશ્ચિત રૂટ પર ફરી રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. આ રથયાત્રામાં આ વખતે 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી જોડાઈ છે.

રથયાત્રામાં પ્રથમવાર માર્શલ આર્ટ અને કુંગ ફુ ની કરતબો જોવા મળી, અખાડીયન દ્વારા મહિનાઓથી કરાઈ હતી પ્રેકિટસ
રથયાત્રામાં પ્રથમવાર માર્શલ આર્ટ અને કુંગ ફુ ની કરતબો જોવા મળી, અખાડીયન દ્વારા મહિનાઓથી કરાઈ હતી પ્રેકિટસ

Ahmedabad Rathyatra 2023: રથયાત્રામાં પ્રથમવાર માર્શલ આર્ટ અને કુંગ ફુ ની કરતબો

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી અને ભારતની સૌથી મોટી રથયાત્રાઓમાંથી એક અમદાવાદની જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તજનોનો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય ત્યારે તેઓના રથની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો રથ પણ હોય છે. સાથોસાથ ભજન મંડળીઓ 101 જેટલી ટ્રકો અને અખાડા પણ વર્ષોથી પરંપરાગત રીતે જોડાતા હોય છે.

નવી ઊર્જા: મહત્વનું છે કે અખાડામાં પરંપરાગત ભારતની પ્રાચીન કળાનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે, તેવામાં આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને અખાડામાં કરતબો સાથે કુંગ ફુ અને માર્શલ આટ પણ જોવા મળી રહ્યું છે. જેને લઈને આવી ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે..અખાડીયનોમાં પણ એક નવી ઊર્જા જોવા મળી રહી છે. વર્ષોથી રથયાત્રામાં અખાડામાં જોડાતા પંકજ પુરાણી અને તેમનો પુત્ર આ વખતે રથયાત્રામાં ભક્તોને માર્શલ આર્ટ કરતબ બતાવી રહ્યા છે, છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી તેઓનો દીકરો આર્યન પુરાણી અને માર્શલ આઠની તાલીમ લઈ રહ્યો હતો. મહત્વનું છે કે આર્યન પુરાણી ત્રણ વર્ષની ઉંમરનો હતો ત્યારથી અખાડામાં કરતબ કરે છે અને આ વર્ષે કુંગ ફુ અને માર્શલ આર્ટ કરતબ બતાવી રહ્યો છે.

મોદીએ પ્રસાદ મોકલ્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભગવાન જગન્નાથ માટે મગ, કાકડી, જાબું, કેરી દાડમ તથા ડ્રાયફ્રૂટનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન હતા. એ સમયે પણ તેઓ પ્રસાદ અર્પણ કરતા હતા. એ સમયથી તેમણે આ પ્રથા યથાવત રાખી છે. દિલ્હી ગયા બાદ પણ તેમણે આ પ્રથા યથાવત રાખી છે. આ વખતે પ્રભુને સોનાના વાધા પહેરાવવામાં આવ્યા હતા. રાણી કલના વાઘા સાથે સોનાના દાગીના તથા મુંગટ પહેરાવવામાં આવ્યો હતો. રથયાત્રા શરૂ થાય એ પહેલા તમામ ગજરાજને સુશોભીત કરવામાં આવ્યા હતા.

પ્રથમ સેવક દ્વારા પહિંદવિધિઃ દર વર્ષે પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રામાં પહિંદવિધિ કરે છે. નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરાઈ છે. મુખ્યપ્રધાન સૌ પ્રથમ દોરડું ખેેંચે છે એ પછી રથયાત્રા શરૂ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી વખત પહિંદવિધિ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

  1. Ahmedabad Rathyatra 2023 Live : અમદાવાદમાં રથયાત્રા શરૂ, આગળ ગજરાજ પાછળ ટ્રક
  2. Jagannath rathyatra hidden story: જ્યારે પ્રેમમાં ભગવાન પણ રડી પડ્યા, શું છે જગન્નાથની મોટી આંખોની વાર્તા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.