ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: 26,000થી વધારે પોલીસ જવાનો ખડેપગે, 3D મેપિંગનો ઉપયોગ

author img

By

Published : Jun 20, 2023, 7:19 AM IST

Updated : Jun 20, 2023, 10:06 AM IST

Ahmedabad Rath Yatra 2023: 26,000થી વધારે પોલીસ જવાનો ખડેપગે, 3D મેપિંગનો ઉપયોગ
Ahmedabad Rath Yatra 2023: 26,000થી વધારે પોલીસ જવાનો ખડેપગે, 3D મેપિંગનો ઉપયોગ

વડાપ્રધાન મોદીએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રસાદ મોકલ્યો છે. તેમજ રથયાત્રાને લઈને થ્રીડી મેપિંગ-360 કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભક્તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી ભક્તોની જગન્નાથ મંદિરે લાઈનો જોવા મળી રહી હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથજીને પ્રસાદી મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાને લઈને છેલ્લા કેટલાક દિવસથઈ ભક્તો દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. ત્યારે આજે વહેલી સવારે કેન્દ્રીય પ્રધાને અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રસાદ સ્વરુપે પોતાની હાજરી અવશ્ય નોંધાવી છે. તેમજ સમગ્ર રથયાત્રા પર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે.

શહેરભરમાંથી લોકો ઉમટશે : રથયાત્રા દરમિયાન રથમાં ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવાનો લહાવો મળશે. ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરભરમાંથી ભક્તો ઉમટી પડશે. શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથ પસાર થશે, જેના કારણે 26 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમવાર 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેનું ઓનલાઈન ટ્રેક કરાશે. લાઈવ ફીડ મેળવ્યા બાદ જાણી શકાશે કે, રથ ક્યાં છે, સ્થળ પર શું સ્થિતિ છે. આ તમામ બાબતોની પડે પળની નજર કંટ્રોલ રૂમમાંથી રાખવામાં આવશે.

લાઇવ મોનિટરિંગ : જગન્નાથની રથયાત્રાને લઇને હ્યુમન સોર્સની સાથે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં 3 ડી મેપિંગ અને 360 કેમેરા થકી સમગ્ર રૂટ ઉપર લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે. તેમજ રથયાત્રામાં પોલીસના 25 વાહનો પર CCTV અને 2322 બોડીવોર્ન કેમેરા, 45 જેટલા સેન્સિટીવ, લોકેશન પરથી 94 સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે. ઉપરાંત 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે રથયાત્રામાં કોઇપણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત નજર રાખીને અપડેટ આપવામાં આવશે.

PM મોદીએ પ્રસાદી સ્વરુપે હાજરી નોંધાવી : PM મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈરીતે પોતાની હાજરી અવશ્ય નોંધાવતા હોય છે. ભગવાન જગન્નાથના જગન્નાથ માટે મગ, કાકડી, જાંબુ, કેરી, દાડમ, ડ્રાયફુટનો પ્રસાદ મોકલ્યો છે. ભુતકાળમાં તેઓ જમાલપુર ખાતે રહેતા અને ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યાથી આ પરંપરા તેમણે જાળવી હતી. તેમજ હાલ દિલ્હી ગયા પછી પણ તેઓ દર એકમના દિવસે ભગવાન જગન્નાથ માટે પ્રસાદી મોકલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની રથયાત્રા એકદમ અનોખી જોવા મળશે. કારણ કે, આ વર્ષે રથયાત્રા સાથે 18 ગજરાજ,101 ટ્રક અને 30 અખાડા જોડાશે.

  1. Ahmedabad Rath Yatra 2023: જગતના નાથ આજે નગરચર્યાએ, ભક્તો લેશે વધામણા, રંગેચંગે નીકળશે રથયાત્રા
  2. Ahmedabad Rathyatra 2023: અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, 75 કરોડના પ્રોજેક્ટો ખુલ્લા મુકશે
  3. Valsad Rathyatra 2023: વલસાડમાં 28મી જગન્નાથ યાત્રા નીકળશે, ધાર્મિક કાર્યક્રમમાં વાતાવરણ ન બગાડવા પોલીસની અપીલ
Last Updated :Jun 20, 2023, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.