ETV Bharat / state

Gujarat Budget 2023: બજેટમાં સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત આપે તેવી અમદાવાદીઓની આશા

author img

By

Published : Feb 22, 2023, 8:11 PM IST

Gujarat Budget 2023: બજેટમાં સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત આપે તેવી અમદાવાદીઓની આશા
Gujarat Budget 2023: બજેટમાં સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત આપે તેવી અમદાવાદીઓની આશા

રાજ્ય સરકાર 24 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. ત્યારે આ વખતે સામાન્ય જનતા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવે તેવી આશા રાખી રહ્યા છે. તો અમદાવાદી જનતાની અન્ય શું અપેક્ષા છે આવો જાણીએ.

બજેટમાં રાહત આપવી જોઈએ

અમદાવાદઃ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને 156 બેઠકો જીતાડી હતી. ત્યારે હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર વિધાનસભા ગૃહમાં 24મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે હવે ગુજરાતની જનતા દ્વારા પણ સરકાર પાસેથી ઘણી આશાઓ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આ વખતે પેપર લીકને લઈને પણ મહત્વનું નિર્ણય આવી શકે છે.ત્યારે ગુજરાતી જનતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને શું આશાઓ અને અપેક્ષાઓ રાખી રહી છે આવો જાણીએ.

આ પણ વાંચોઃ Gujarat Budget 2023: 24મીએ ખૂલી શકે છે ગૃહિણીઓનું નસીબ, બજેટમાંથી રાહત મળવાની શક્યતા

પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળવી જોઈએઃ આ અંગે વેપારી સુનિલ જાદવે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને પણ આ વખતના બજેટમાં સરકારે વિચારવું જોઈએ. ગત વર્ષે પણ વિધાનસભાના બજેટ પહેલા પણ સરકાર દ્વારા રાજ્યની જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપી હતી, જેથી આ વખતના બજેટમાં પણ અમે આશાઓ રાખી રહ્યા છે કે, અમને રાહત મળવી જોઈએ. જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તો દરેક જાતની વસ્તુઓ પર ભાવવધારો થશે. આથી સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવો પડે છે.

બજેટમાં રાહત આપવી જોઈએઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં મોંઘવારીના કારણે લોકોની આવકમાં નહીં, પરંતુ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. તો લોકોને વધારે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. જેથી સરકાર જનતાને બજેટમાં રાહત આપે તેવી આશા છે. સરકારે પણ લોકોની આવકમાં કઈ રીતના વધારો થાય તે વખતે મુજબના પણ પ્રયાસો કરવા જોઈએ.

બચત ઘટશેઃ ગૃહિણી ગીતાબેને જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે તમામ વસ્તુઓ પર ભાવ વધશે. જેના કારણે ગૃહિણી તરીકે ઘર ચલાવું પણ મુશ્કેલી બની શકે છે. મહિનાના જે બચત થતી હોય છે. તેમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. ઉપરાંત શાકભાજી તમામના ભાવ વધશે, જેના કારણે આશા રાખી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તો મોંઘવારી વધશેઃ સ્થાનિક નટવરલાલ પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના કારણે મોંઘવારી પણ વધી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તો 10થી 15 ટકા મોંઘવારી પણ વધશે. ત્યારે હવે સરકાર આના ભાવ નહીં વધારે તેવી આશા છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2023 : આવનાર બજેટ માટે ક્રેડાઇની અપેક્ષા, એક ટકા સ્ટેમ્પ ડ્યૂટીની માગણી

જનતાની આવક વધવી જોઈએઃ તો નોકરિયાત વસંત પરમારે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ દર 6 મહિનાની અંદર વધી રહ્યા છે, પરંતુ સામાન્ય માણસની આવકમાં વધારો થતો નથી. સરકારે જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા હોય તો સામે જનતાની આવક વધારવી જોઈએ, જેથી બેલેન્સ જળવાઈ રહે. આવા પ્રકારનું આયોજન કરવું જોઈએ. સરકારે આ બજેટમાં સામાન્ય જનતા ઉપર બોજ ન પડે તેનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.