ETV Bharat / state

ABVPની સામે ફરિયાદની માંગ સાથે NSUIનો ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ

author img

By

Published : Jul 15, 2020, 7:27 PM IST

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં ABVPના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. જેમાં તેઓ સિક્યોરિટી ગાર્ડને ખુરશીથી મારતા જોવા મળે છે. આ ઘટનાનો NSUI દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો અને ન્યાયી કાર્યવાહીની માગ કરાઈ હતી.

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં ABVPની લુખ્ખાગીરીની વીડિયો સામે આવ્યો હતો. જેમાં ABVPના વિદ્યાર્થીઓ સિક્યોરિટી ગાર્ડને ખુરશી મારતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ABVP સામે દંડનીય કાર્યવાહી થયા તે માટે NSUI દ્વારા યુનિવર્સિટીની બહાર ઘેરાવ કરવામાં આવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણના કેન્દ્ર કરતાં રાજકીય પક્ષ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંઘના, કાર્યક્રમોનુ કેન્દ્ર બન્યું હોય તેવુ લાગે છે. મંગળવારે ABVPના કાર્યકરો અને યુનિ.ના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થયેલી મારામારી અંગે કેમ પોલીસ ફરિયાદ નથી નોંધાવી ? તે મુદ્દે આજે NSUIના કાર્યકરોએ દેખાવો કર્યા.

ABVPની સામે ફરિયાદની માંગ સાથે NSUIનો ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ

NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓને કહ્યું હતું કે, સિક્યોરિટીગાર્ડને લોહીલુહાણ કરનારા ગુંડાતત્વો સામે પોલીસ ફરિયાદ કેમ નથી કરાઈ, શા માટે યુનિ.એ ગુંડા તત્વોને છાવરવા જોઈએ. જો ફરિયાદ નહી થાય તો યુનિ.ના ઉચ્ચ સત્તાવાળાઓના નિવાસસ્થાને NSUI દ્વારા ઘેરાવનો કાર્યક્રમ રખાશે. યુનિ. બંધ થઈ ગયા બાદ કુલપતિની ઓફિસમાં ABVPના કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક યોજાતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ માર મારનારા સામે કાનુની પગલા નહી લેવાય તો યુનિ. રજીસ્ટ્રાર અને કુલપતિનું પણ રાજીનામુ માગવાનો આદોલનાત્મક કાર્યક્રમ યોજવાની વાત ઉચ્ચારી હતી.

જો કે, વિરોધ અને રજૂઆત બાદ તમામ NSUIના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી દીધી હતી. જેને લઈ આગામી દિવસોમાં NSUIએ યુનિવર્સિટીને તાળાંબંધી અને કુલપતિ અને રજીસ્ટ્રારના ઘરનો પણ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.