ETV Bharat / state

Rakshabandhan 2023 : રક્ષાબંધનની રજા જાહેર ન થતાં ગુજરાતના બેંક કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો, પત્ર લખી રજાની માંગ કરી

author img

By

Published : Aug 19, 2023, 7:55 PM IST

નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 અન્વયે આ વર્ષે રક્ષાબંધનની રજા ગુજરાતની બેન્કોમાં જાહેર કરવામાં આવી નથી, જેનો બેંકના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને એસએલબીસીએ ગુજરાત સરકારના સંબધિત વિભાગને જાણ કરી છે.

Rakshabandhan 2023 : રક્ષાબંધનની રજા જાહેર ન થતાં ગુજરાતના બેંક કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો, પત્ર લખી રજાની માંગ કરી
Rakshabandhan 2023 : રક્ષાબંધનની રજા જાહેર ન થતાં ગુજરાતના બેંક કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો, પત્ર લખી રજાની માંગ કરી

અમદાવાદ : નેગોશિયેબલ ઈન્સ્ટ્રમેન્ટ એક્ટ 1881 અનુસાર દર વર્ષે રક્ષાબંધનની જાહેર રજા જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે રક્ષાબંધનની રજા જાહેર રજાની યાદીમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. આથી ગુજરાતના બેંક કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને પત્ર મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ને પત્ર લખીને રક્ષાબંધનની જાહેર રજા રાખવામાં આવે તેવી માંગ કરતો પત્ર લખ્યો છે. ગુજરાતીઓ ભાઈબહેનના હેત સમા વર્ષમાં એક જ વખત આવતા રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે ભાવનાત્મક અને લાગણીથી જોડાયેલા હોય છે. આથી રક્ષાબંધનના દિવસની રજાને જાહેર રજા રાખવા કહ્યું છે.

એસએલબીસીએ પત્ર લખ્યો
એસએલબીસીએ પત્ર લખ્યો

આરબીઆઈની મંજૂરીની રાહ મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમોએ એસએલબીસી સમક્ષ પત્ર લખીને રક્ષાબંધનની રજાની માંગ કરી છે. એસએલબીસીએ આગળ ગુજરાત સરકારના સંબધિત વિભાગને પત્ર લખીને જાણ કરી છે. છેલ્લે એવું જાણવા મળ્યું છે કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કલીયરન્સની રાહ જોવાઈ રહી છે.

દર વર્ષે રજા મળે છે : ગુજરાતના બેંકના કર્મચારીઓની માંગ છે કે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 અન્વયે રક્ષાબંધનની રજા હોવી જોવી જોઈએ. અને દર વર્ષે અમને આ રજા મળે છે. જેથી અમો આપને રીકવેસ્ટ કરીએ છીએ કે રક્ષાબંધનની રજા જાહેર કરો. આમ તો ગુજરાત સરકાર દર વર્ષે રક્ષાબંધનની જાહેર રજાની યાદીમાં સમાવી જ લે છે, પણ આ વખતે આર્શ્ચયજનક રીતે રજા જાહેર કરાઈ નથી.

  1. Raksha bandhan 2023 : રાજકોટમાં હનુમાન ચાલીસાવાળી રાખડી કરાઇ તૈયાર, સીએમ અને પીએમને મોકલાશે
  2. Rajkot News : વીર જવાનો માટે 1111 રાખડીઓ જાતે બનાવી મોકલી રહી છે રાજકોટની શાળાની વિદ્યાર્થિનીઓ
  3. Rakshabandhan 2023 : ભાઈની ઉર્જા માટે બહેનોની કલાત્મક કામગીરી, છાણમાંથી તૈયાર કરે છે રંગબેરંગી રાખડીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.