ETV Bharat / state

Ahmedabad News : 400 રોકાણકારોના 12 કરોડ 10 વર્ષે પરત મળ્યાં, એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસનો સુખદ અંત

author img

By

Published : May 6, 2023, 8:35 PM IST

Ahmedabad News : 400 રોકાણકારોના 12 કરોડ 10 વર્ષે પરત મળ્યાં, એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસનો સુખદ અંત
Ahmedabad News : 400 રોકાણકારોના 12 કરોડ 10 વર્ષે પરત મળ્યાં, એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસનો સુખદ અંત

ઘરના ઘરની એનએ કન્ટ્રક્શન સ્કીમના રોકાણકારો માટે આજે હરખનો અવસર આવ્યો છે. એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસનો સુખદ અંત આવતાં 400 રોકાણકારોના 12 કરોડ 10 વર્ષે પરત મળ્યાં છે. ગ્રાહક સુરક્ષા એક્ટની સફળતા અને લડતની વાત જાણો.

400 રોકાણકારોના 12 કરોડ 10 વર્ષે પરત મળ્યાં

અમદાવાદ : અમદાવાદમાં 400 લોકોના ઘરમાં આજે મીઠાઇ ખાવાનો અવસર આવ્યો હતો. આ 400 પરિવારના કુલ 12 કરોડ જેટલા નાણાં એક મકાન નોંધણી યોજનામાં દસ દસ વર્ષથી ફસાયેલાં હતાં. જેનો કેસ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા લડવામાં આવી રહ્યો હતો. જેમાં સફળતા મળી છે.

ઘરના ઘરની યોજના રદ : એનએ કન્ટ્રક્શન કંપનીની ઘરના ઘરની યોજનામાં 2012માં 400થી વધુ લોકોએ પોતાની મૂડીનું મકાન લેવા માટે રોકાણ કર્યું હતું. જેમાં પ્રત્યેક સભ્યે રુપિયા 2.61 લાખ ભર્યાં હતાં. આ યોજના રદ થઇ ગઇ હતી જેના કારણે 12 કરોડની રકમ અટવાઈ હતી. નાણાં પરત આપવાના એનએ કન્ટ્રક્શન કંપનીના નકારાત્મક વલણ બાદ ગ્રાહક સુરક્ષા એક્ટ હેઠળ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આખરે 10 વર્ષ બાદ 400 જેટલા ગ્રાહકોને તમામ રકમ પરત આપવામા આવી હતી.

આ પણ વાંચો

  1. Rajkot News : રાજકોટમાં બે બાળકોને જન્મ બાદ અંધાપાનો મામલો, ડોક્ટરને 24 લાખનો દંડ
  2. અરવલ્લીમાં ગ્રાહક તકરાર નિવારણ કમીશનની સ્થાપના કરવામાં આવી
  3. world consumer protection day 2023 : કેમ ઉજવવામાં આવે છે, વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ

કુલ 12 કરોડ જેટલી રકમ પરત : આ લડત લડનારા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ પ્રમુખ મૂકેશ પરીખે જણાવ્યું હતું કે એનએ કન્ટ્રક્શન સામે 400 જેટલા ગ્રાહકોએ 2.61 લાખની રકમ જમા કરવામાં હતી.પરંતુ મકાન ન મળતા અમદાવાદ ગ્રામ્ય તકરાર નિવારણ કમિશનમાં આ ફરિયાદ દાખલ કરવાના આવી હતી. 10 વર્ષ સુધી સતત લડત લડવામાં આવી હતી પરંતુ આખરે આ લડતમાં સફળતા મળી છે. 400 જેટલા ગ્રાહકોને કુલ 12 કરોડ જેટલી રકમ પરત આપી આ ઘટનાનો સુખદ અંત આણવામાં આવ્યો છે.

કેસ જીતતાં ફરિયાદીની પ્રતિક્રિયા : એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસના ફરિયાદી દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે હું જ્યારે જોબ કરતો હતો તે સરકાર દ્વારા જે મકાન મળ્યું હતું તેમાં રહેતો હતો. આ ઉપરાંત મારી પાસે મકાન ન હોવાથી મારી બચતમાંથી એનએ કન્ટ્રક્શનની સ્કીમમાં મકાન માટે 2.61 લાખ રૂપિયા ભર્યાં હતાં. પણ દુર્ભાગ્યે આ સ્કીમ રદ થતા મારા આ પૈસા પરત આવવાની આશા છોડી દીધી હતી. આખરે 10 વર્ષ બાદ મને મારા પૈસા પરત મળ્યાં છે. આ પૈસા હું આવનાર મહિનામાં મારી દીકરી લગ્નમાં ખર્ચ કરીશ. આમ જણાવતાં તેમનો કંઠ રુંધાઇ ગયો હતો.

બિલ્ડરે રુપિયા પરત આપવા ના પડી હતી : એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસના ફરિયાદી તનુમતી શ્રીમાળીએ જણાવ્યું હતું કે આજથી 10 વર્ષ પહેલાં અમારી પાસે કોઈ મકાન ન હોવાના કારણે 2012માં એનએ કન્ટ્રક્શનની સ્કીમમાં મકાનની નોંધણી કરાવી હતી. પણ આ સ્કીમ ફેલ થતા મકાન મળ્યું નહીં. બિલ્ડર દ્વારા પણ પૈસા આપવાની ના મળતા અમે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આખરે 10 વર્ષ બાદ સુખદ અંત આવ્યો છે. અમે અમારા પૈસા માટે અનેક વાર રજૂઆત કરી પણ બિલ્ડર પોતાની મનમાની કરતા હોવાથી અમારા પૈસા પરત આવશે તેવી આશા છોડી દીધી હતી. પણ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિની મદદ થકી કોર્ટમાં કેસ દાખલ કરી લડત આપી. આખરે અમારી રકમ પરત અપાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.