ETV Bharat / state

Ahmedabad News : અંગદાન અને પ્રત્યારોપણ માટે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ, બીજા કયા એવોર્ડ મળ્યાં જાણો

author img

By

Published : Aug 3, 2023, 7:36 PM IST

Ahmedabad News : અંગદાન અને પ્રત્યારોપણ માટે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ, બીજા કયા એવોર્ડ મળ્યાં જાણો
Ahmedabad News : અંગદાન અને પ્રત્યારોપણ માટે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ, બીજા કયા એવોર્ડ મળ્યાં જાણો

13માં રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે દિવસ-રાત નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહેલી કામગીરી માટે બિરદાવવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતની શ્રેષ્ઠ કામગીરી માટે પાંચ એવોર્ડ મળ્યાં છે ત્યારે જાણો શું છે મહત્ત્વની વિગતો.

અમદાવાદ : અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ત્રણ એવોર્ડ્સ એનાયત થયાં હતાં. આ સાથે અંગદાન પ્રવૃત્તિમાં મોટો ભાગ ભજવતી સોટ્ટો - SOTTO અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને પણ એવોર્ડ એનાયત થયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર : અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર , બેસ્ટ બ્રેઇનડેડ કમિટી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરની શ્રેણીમાં એક્સલન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 123 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 397 અંગોને રિટ્રાઇવ કરીને 377 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં આવ્યું છે.

પાંચ એવોર્ડ એનાયત : SOTTO ગુજરાત અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને ઇમર્જીંગ સંસ્થા તરીકેના એવોર્ડ મળ્યાં છે. સોટ્ટો - SOTTO ના માર્ગદર્શનમાં રાજ્યમાં પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા સત્તાવાર જાણકારી આપતાં પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી કે રાજ્યમાં થઇ રહેલ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ 3જી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. અંગદાન ક્ષેત્રે દિવસ-રાત નિષ્ઠાપૂર્ણ કરવામાં આવી રહેલી શ્રેષ્ઠ કામગીરીનું આ પરિણામ છે.

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રની સિદ્ધિ
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રની સિદ્ધિ

એક્સલન્સ એવોર્ડ : અમદાવાદ સિવિલ હોસ્પિટલને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ અને ગુજરાતના SOTTO એકમ અને અંગદાન બાબતે જનજાગૃતિ માટે પ્રયાસરત અંગદાન ચેરિટેબલ સંસ્થાને ઇમર્જિંગ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમિટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આરએમઓ ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

કાઉન્સેલિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા : બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનો, સ્વજનોને અંગદાન માટે સમજાવવા તેમની સંમતિ લેવા માટે કાઉન્સેલિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીએ આ ભૂમિકા ખૂબ જ બખૂબી નિભાવી છે, જેના પરિણામે દેશની અંગદાન ક્ષેત્રના મહત્ત્વના એકમ NOTTO દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે.

સોટ્ટોની ભૂમિકા : 2019માં રાજ્યમાં SOTTOની સ્થાપના કરવામાં આવી. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સોટ્ટોના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રિટ્રાઇવલના 42 ટકા સરકારી સંસ્થામાં અને 68 ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે. સોટ્ટો દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી બદલ બેસ્ટ ઇમર્જિંગ સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે.

અંગદાનની ઝૂંબેશને લઇ સન્માન : રાજ્યમાં અંગદાનની જનજાગૃતિને રાજ્યવ્યાપી બનાવવા અને રાજ્યમાં ગ્રામ્ય સ્તર સુધી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અંગદાનની ઝૂંબેશને જન આંદોલનમાં ફેરવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર દિલીપ દેશમુખ(દાદા)ની સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનું બેસ્ટ ઇમર્જિંગ NGO કેટેગરીમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

  1. Organ Donation: રાજ્યમાં 1 વર્ષની અંદર 670 જેટલા જીવંત લોકોએ અંગદાન કર્યું, 817 જેટલા લોકોને મળ્યું નવજીવન
  2. Surat News : વાવાઝોડા વચ્ચે લોકોને સુરક્ષા આપનાર વ્યક્તિએ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું
  3. Organ Donation in Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયનું દાન મળ્યું, બ્રેઇનડેડ યુવકના 6 અંગોનું દાન પ્રાપ્ત થયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.