ETV Bharat / state

Ahmedabad News: તલાટીની પરીક્ષા વખતે પોલીસે કરેલી મદદ બદલ રાજ્ય  પોલીસવડાએ પ્રશંસા પત્ર આપી સન્માન કર્યું

author img

By

Published : May 9, 2023, 12:47 PM IST

તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મદદરૂપ કામગીરી કરનારા 167 પોલીસ કર્મચારી/ અધિકારીઓને DGP એ પ્રશંસા પત્ર આપ્યા..
તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મદદરૂપ કામગીરી કરનારા 167 પોલીસ કર્મચારી/ અધિકારીઓને DGP એ પ્રશંસા પત્ર આપ્યા..

તલાટીની પરીક્ષા વખતે ઉમેદવારોને પોલીસ વિભાગ તરફથી મળેલી મદદની મોટી નોંધ લેવાય છે. પોલીસ કર્મચારીઓએ જુદા જુદા ઉમેદવારોને કરેલી મદદને ધ્યાને લઈને રાજ્યના પોલીસ વડા તરફથી પ્રશંસાપત્ર આપીને પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે. ઉમેદવારોને સેન્ટર સુધી લઈ જવા તેમજ ફોટો કોપી કરવા સુધીની મદદ પોલીસકર્મીઓ એ કરી હતી. વાહન વ્યવહારની વ્યવસ્થા હોવા છતાં કોઈપણ ઉમેદવાર સીધા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી. જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કર્મચારીઓએ ઉમેદવારને કરેલી મદદ ધ્યાને લેવાતા રાજ્યના પોલીસ વડા વિભાગથી ખુશ થયા છે.

અમદાવાદ: રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યવસ્થા એવી ગોઠવવામાં આવી હતી કે, કોઈ પણ મુશ્કેલી પડે તો સીધો જ પોલીસ ખાતા નો સંપર્ક કરી શકાય. ઉમેદવારો સાથે આવેલા વાલીઓને ગરમીમાં પીવાના પાણીથી લઈ ઉમેદવારોને જે તે ડોક્યુમેન્ટ માટે પોલીસ વિભાગે મદદ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. એમના આ દરેક પગલાની નોંધ રાજ્યના પોલીસવડાએ લીધી છે. આવી સરસ કામગીરીને ધ્યાને લઈને રાજ્યના પોલીસવડાએ પ્રશંસાપત્ર આપીને એ દરેક પોલીસ કર્મચારીઓનું ખરા અર્થમાં સન્માન કર્યું છે. એટલું જ નહીં દરેક પોલીસ કર્મચારીઓને તથા એ આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

બસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્ર સુધી: તારીખ 7મી મેના રોજ રાજ્યના તમામ શહેર જિલ્લા ખાતે તલાટીની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે તલાટીની પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે બસો અને રેલવે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ ઉમેદવારને મુશ્કેલી પડે તો તેને મદદ કરવા માટે પોલીસ કંટ્રોલરૂમમાં તે ફોન કરીને પોલીસ મદદ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીના સમયમાં પરીક્ષાર્થી તેમજ વાલીઓને બેસવા માટે મંડપ અને ચા પાણીની વ્યવસ્થા તેમજ પરીક્ષાર્થી ડોક્યુમેન્ટ ભૂલી ગયો હોય તો ડોક્યુમેન્ટ મેળવવામાં મદદ બસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ દિવ્યાંગ ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની મદદ તેમજ આ જ પ્રકારના અલગ અલગ રીતે પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવીને પરીક્ષાર્થીઓની મદદ કરવામાં આવી હતી. જે સરાહનીય કામગીરી ડીજીપી વિકાસ સહાય દ્વારા બિરદાવવામાં આવી છે.

આ પણ વાંચો

Ahmedabad News : હાટકેશ્વર બ્રિજના આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી સેશન્સ કોર્ટમાં

Ahmedabad News : કરોડાના ખર્ચ છતાં કોઈ પ્રકારનું હવા પ્રદુષણમાં સુધારો જોવા ન મળતા કોંગ્રેસના પ્રહાર

Ahmedabad news: અમદાવાદ શહેરના ટ્રાફિક પાર્કિંગની સ્થિતિ મુદ્દે સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું

ગુજરાત પોલીસને અભિનંદન: ભવિષ્યમાં પણ આવા પ્રસંગે આવી પ્રશંસનીય કામગીરી ઉત્સાહથી પોલીસ કર્મીઓ કરતા રહે તે હેતુથી રાજ્યના તમામ શહેર અને જિલ્લાના 163 પોલીસ અધિકારી કર્મચારીઓને રોકડ ઇનામ તેમજ પ્રશંસાપત્ર પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે. પોલીસનો એકમાત્ર અભિગમ તલાટીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો તરફી એવો હતો કે તેઓને કોઈ મુશ્કેલી ન પડે. જે માટે તેઓ પોલીસની હેલ્પ લઈ શકે અને તે માટે જ પોલીસ દ્વારા કંટ્રોલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યું હતું. આમ ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેના બદલ ડીજીપી વિકાસ સહાયે તમામ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.