ETV Bharat / state

Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો

author img

By

Published : Apr 25, 2023, 7:09 PM IST

Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો
Ahmedabad Crime : શહેરમાં 24 કલાકમાં બે વેપારીઓને અસામાજિક તત્વોની ધમકી, જૂઓ વિડીયો

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં એક સાથે બે જગ્યા પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ અસામાજિક તત્વો ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ પર હુમલાઓ કર્યા છે. જેમાં વેપારીઓને છરી બતાવી ને ધામ ધમકીઓ આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં એક સાથે બે જગ્યા પર અસામાજિક તત્વોનો આતંક

અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તે પ્રકારની ઘટના દિવસ અને દિવસે બની રહી છે. જેમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ જગ્યા પર અસામાજિક તત્વોએ આતંક મચાવીને ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ પર હુમલાઓ કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકીથી ગણતરીના ડગલાઓ દૂર એવી જાહેર જગ્યાઓ પર દુકાનોમાં તોડફોડ અને છરી બતાવીને વેપારીઓ પર ધાક ધમકીઓ આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

પ્રથમ બનાવ : અમદાવાદમાં બનેલી બે ઘટનાઓમાં પ્રથમ ઘટનાની વાત કરીએ તો 23 એપ્રિલે રાતના 9 વાગે આસપાસ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની અંદર એક ઘટના સામે આવી છે. જેમાં આશાપુરા મોબાઈલ નામની મોબાઇલની દુકાન ધરાવતા હિતેશ માળી દુકાને હાજર હતા. બે અજાણ્યા છોકરાઓ તેઓની દુકાને આવ્યા હતા અને બહાર મુકેલા સામાન સાથે છેડછાડ કરી હતી. જેથી તેઓએ તે બંનેને અટકાવ્યા હતા અને ઠપકો આપતા બંને બચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.

દુકાનમાં તોડફોડ : જે બાબતની અદાવત રાખીને ફરીથી તે જ બંને યુવકો દુકાને આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા. એક વ્યક્તિના હાથમાં ધારદાર ચપ્પુ હોય જે ચપ્પુ બતાવીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આજુબાજુમાંથી પટ્ટા જેવી વસ્તુ લઈને દુકાનના કાઉન્ટર પર માર મારીને કાચ તોડી નાખ્યો હતો.

આરોપીએ માર્યું ચપ્પુ : એક આરોપી વેપારીને ચપ્પુ મારવા તે ખસી જતા દુકાનમાં નોકરી કરતા જીતેન્દ્ર સિંહને ગાલ પર ચપ્પુ વાગ્યું હતું. જેના કારણે તેઓએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા આ બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં સામેલ બંને અજાણ્યા છોકરાઓ દ્વારા અવારનવાર બસ સ્ટેન્ડમાં આવીને દાદાગીરી કરતા હોય જેમાં એકનું નામ ભાવેશ ઉર્ફે મંગો હોવાનું વેપારીને જાણવા મળ્યું હતું, તેથી આ સમગ્ર મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડની ઘટના CCTV કેદ થઈને હાલ વિડીયો પણ વાયરલ થયો છે. તેવામાં પોલીસે CCTV ફૂટેજમાં દેખાતા બંને શખ્સોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : ગેમિંગ ઝોનમાં પુલની સ્ટીક અડી જતાં બોલાચાલી બાદ 19 વર્ષના યુવકની હત્યા, CCTVમાં કેદ આરોપીઓ

બીજી ઘટના : જ્યારે અન્ય ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાયન્સ સીટી ખાતે સુકાન મોલમાં અસામાજિક તત્વોએ એક વેપારીને માર માર્યો હતો. જેમાં સામાન્ય બોલાચાલી જેવી બાબતમાં 4 જેટલા અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી માર માર્યો હતો અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર ઘટના દુકાનના CCTVમાં થઈ કેદ થઈ હતી. જે મામલે વેપારીએ બોડકદેવ પોલીસ મથકમાં અરજી કરી છે, જેના આધારે તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : માથાભારે કિન્નરે અન્ય કિન્નર પર વાડજ પોલીસ સ્ટેશનમાં જ છરીથી હુમલો કર્યો, શું છે મામલો જૂઓ

એક આરોપીને પકડી લેવાયો : ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે બનેલી ઘટના અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જી.જે રાવતે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગુનામાં સામેલ બંને આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમો કામે લગાડી છે, જેમાં એક આરોપીને પકડી લેવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.