ETV Bharat / state

Ahmedabad Crime : ભાડે રીક્ષા લઈને લૂંટફાટ કરનાર લવર મુછીયા ગેંગને પોલીસે પકડી પાડી

author img

By

Published : Apr 7, 2023, 5:31 PM IST

Ahmedabad Crime : ભાડે રીક્ષા લઈને લૂંટફાટ કરનાર લવર મુછીયા ગેંગેને પોલીસે પકડી પાડી
Ahmedabad Crime : ભાડે રીક્ષા લઈને લૂંટફાટ કરનાર લવર મુછીયા ગેંગેને પોલીસે પકડી પાડી

અમદાવાદના નિકોલમાં દુકાનમાં ઘૂસીને વેપારીને બંધક બનાવીને મોબાઈલ રોકડની લૂંટફાટ મચાવનાર શખ્સો ઝડપાઈ ગયા છે. આ આરોપીઓ પહેલીવાર લૂંટ વિભાગમાં હાથ અજમાવવા રિક્ષા લઈને ગયા હતા. મળતી માહિતી મુજબ લવર મુછીયા ગેંગેને શોર્ટકટમાં રુપિયા કમાવવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

દુકાનમાં પ્રવેશી વેપારીને બંધક બનાવીને લુટફાટ કરનાર ગેંગ ઝડપાઈ

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં દુકાનમાં પ્રવેશી વેપારીને બંધક બનાવીને મોબાઈલ અને રોકડની કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને પકડી મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મામલે પકડાયેલા આરોપીઓ લૂંટમાં પહેલીવાર હાથ અજમાવવા રિક્ષામાં લૂંટ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર : આ મામલે નિકોલ પોલીસે સંજય તોમર, તરૂણ પરિહાર, વિવેક બઘેલ અને હંસરાજ તોમર નામના આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ શુકન ચાર રસ્તા પાસે આવેલા સૌંદર્ય વિલા કોમ્પ્લેક્ષમાં આવેલી મોબાઈલ શોપમાં તીક્ષણ હથિયારની અણીએ લૂંટ કરવા ગયા હતા. દુકાન માલિકને હથિયારની અણીએ બંધક બનાવી 22 મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોધી વધુ તપાસ શરૂ કરી હતી.

આરોપીઓને કેવી રીતે પકડ્યા : નિકોલ પોલીસને ઘટના બન્યા બાદ મહત્વના CCTV ફૂટેજ જોતા આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી. તેમજ હ્યુમન ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે શહેરકોટડા વિસ્તારમાંથી ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. લૂંટમાં ગયેલા 22 મોબાઇલ, રોકડ 11 હજાર 500 અને હથિયાર સહિત 3.76 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો : Rajkot Loot: રાજકોટમાં વેપારીને આંખમાં મરચું નાખી લૂંટ ચલાવનાર 9 શખ્સોની ધરપકડ

શોર્ટકટથી રૂપિયા કમાવવા પ્લાન : મોજ શોખ પૂરા કરવા લવર મુછીયા ગેંગે લૂંટનો પ્લાન કર્યો હતો અને લૂંટ માટેની ટિપ પણ આરોપી હંસરાજે આપી હતી. પકડાયેલો આરોપી હંસરાજ અગાઉ આ જ મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો, પરંતુ નોકરી છોડી તેને મિત્રો સાથે શોર્ટકટથી રૂપિયા કમાવવા લૂંટ રસ્તો અપનાવ્યો પણ લાંબો સમય સુધી પોલીસના હાથે પકડાવાથી બચી શક્યા નહીં. આરોપીઓએ આ લૂંટ માટે પોતાનો વાહન પણ ઉપયોગ ન કરતા ભાડે રીક્ષા કરીને શુકન ચાર રસ્તા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad Crime: ડિજિટલ લૂંટ મચાવતી ટોળકી પકડાઈ, આવી રીતે ખંખેરતી રૂપિયા

પોલીસનું નિવેદન : હાલ તો પોલીસે ગેંગની ધરપકડ કરી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે અન્ય કોઈ ગુનાઓમાં ગેંગ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી જાટે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધાતા અલગ અલગ ટીમોને કામે લગાડી આરોપીઓને ઝડપી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કરાયો છે. હાલ વધુ પૂછપરછ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.