ETV Bharat / state

Ahmedabad Metro: દિવસ દરમિયાન બે ટ્રેન વધુ દોડાવવામાં આવશે, આ સમયથી પ્રજાને થશે સીધો ફાયદો

author img

By

Published : Jul 19, 2023, 11:56 AM IST

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .જેમાં હવે પ્રથમ ટ્રેન 6:20 અને બીજી ટ્રેન 6: 40 ઉપડશે. જેના કારણે હવે અમદાવાદ શહેરની જનતા વધુ લાભ મળશે.

અમદાવાદ મેટ્રો ફ્રિકવન્સીમાં વધારો દિવસ દરમિયાન બે ટ્રેન વધારે દોડાવવામાં આવશે
અમદાવાદ મેટ્રો ફ્રિકવન્સીમાં વધારો દિવસ દરમિયાન બે ટ્રેન વધારે દોડાવવામાં આવશે

અમદાવાદ: આજ દિવસ સુધી અમદાવાદની જનતાની સવારી AMTS ,BRTS બસ હતી. પરંતુ હવે મેટ્રોએ પણ જગ્યા બનાવી લીધી છે. મોટા ભાગના અમદાવાદીઓ હવે મેટ્રો ટ્રેન તરફ વળ્યા છે. જેના કારણે હવે લોકોને 12 મિનિટના અંતરે ટ્રેન મળતી રહેશે.

ટ્રેન દોડાવવાનું નિર્ણય: અમદાવાદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અનેક પરિવહનના માધ્યમો ઉપલબ્ધ છે જેમાં AMTS ,BRTS ઉપરાંત શહેરમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને જોડતી મેટ્રો સુવિધાઓ પણ ઉપયોગ છે જેથી કરીને શહેરના લોકો ખૂબ જ ઝડપી એકસરખી બીજા સ્થળે પહોંચી શકે છે. ત્યારે મેટ્રો વિભાગ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન બંને બાજુ બે વધારાની ટ્રેન દોડાવવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

જીએમઆરસી લિમિટેડ આપી માહિતી: જીએમઆરસી લિમિટેડ દ્વારા જણાવ્યા અનુસાર સમાજના વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓ ને નિયમિત સમય કરતાં 30 મિનિટ વહેલા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.જે અંતર્ગત ઉપરોક્ત બન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં પ્રથમ ટ્રેન સવારે 6:20 કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન 6:40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7:00 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે મળતી રહેશે.

ઝડપી પરિવહનનું માધ્યમ: અમદાવાદ શહેરમાં મેટ્રોએ સૌથી ઝડપી પરિવહનનું માધ્યમ ઉપલબ્ધ થયું છે. જેમાં વસ્ત્રાપુર ગામ થી થલતેજ અંદાજિત 30 કિમીનું અંતર 45 મિનિટ જેટલા ટૂંકા સમયમાં કાપી શકાય છે જ્યારે અન્ય પરિવહનના માધ્યમથી તે અંતર કાપતા અંદાજિત એક કલાકથી પણ વધારે નો સમય જતો હોય છે જ્યારે બીજો ફેઝમાં એપીએમસી થી મોટેરા સ્ટેડિયમ સુધીનું અંદાજિત 20 કિમિનું જેટલું અંતર પણ 30 થી 35 મિનિટની અંદર કાપી શકાય છે. જેના કારણે શહેરના લોકો હવે વધારે પ્રમાણમાં મેટરનો ઉપયોગ કરતા પણ જોવા મળી રહ્યા છે.

મેટ્રો લાભ: ઉલ્લેખ છે કે નોકરિયાત વર્ગને પણ આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ત્યારે એપીએમસીટી મોટેરા સુધી ચાલી રહેલી મેટ્રોની ગાંધીનગર સુધી પણ લંબાવવામાં આવશે. જેના કારણે ગાંધીનગર નોકરી કરતા લોકોની પણ મેટ્રો લાભ મળવા લાગશે. જેના કારણે થકી રોડ પરની ટ્રાફિકની સમસ્યાઓ કંઈક અંશે ઓછી જોવા મળશે. ત્યારે મેટ્રો વિભાગ દ્વારા પણ લોકોને વધારે ઝડપી અને સારી સુવિધાઓ મળી રહે તેવા તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

  1. Ahmedabad Crime : સરકારી જમીન પર દુકાન બાંધી વેચીને આચરી ઠગાઈ, દુકાન પર AMCનું બુલડોઝર ફરી વળતા ફૂટ્યો ભાંડો
  2. Ahmedabad Crime : પ્રતિષ્ઠીત ઈન્સ્ટીટ્યૂટના લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ફેઈલ કરવાની ધમકી આપી, અઘટીત માંગણી કરતા ફરિયાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.