ETV Bharat / state

Ahmedabad Liquor Case: દવાની આડમાં દારૂની હેરાફેરી, અંદાજે 1 કરોડનો મુદ્દામાલ

author img

By

Published : Apr 5, 2023, 1:44 PM IST

અમદાવાદમાં દવાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. એક કરોડની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો હતો. ટ્રકમાં 18 લાખની કિંમતની મેડિસિન 772 કાર્ટુનમાં નીકળી હતી. તેણે પંજાબ ખાતેના તરંનતારન ખાતે ડ્રાઇવર તેમજ ક્લીનર સાથે મળીને મેડિસિનના બોક્સને બે ટ્રકમાં અલગ અલગ કરી તેની આડમાં વિદેશી દારૂ ભરીને અસલાલી ખાતેના પાર્કિંગમાં લાવવામાં હતો. દારૂના જથ્થાને અલગ અલગ જગ્યાએ ડિલિવરી કરવાનો હતો.

દવાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, એક કરોડની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો
દવાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, એક કરોડની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અસલાલી પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે વ્યાસને બાતમી મળી હતી. જેમાં કેટલાક અજાણ્યા ઇસમો અસલાલી સર્કલની આસપાસ આવેલા પાર્કિંગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટની ટ્રકોમાં બીજા માલની આડમાં ભરીને લાવી હેરાફેરી કરી રહ્યા છે. એવા ઈનપુટ હતા. જેથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે એક ટ્રક ઝડપ્યા બાદ બીજો ટ્રક પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ટ્રકમાં પોલીસે તપાસ કરતા મેડિસિનના બોક્ષમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

અલગ જગ્યાએ ડિલિવરી: સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ ગુનામાં ઝડપાયેલો મુખ્ય આરોપી નમનસિંઘ જાટ દારૂનો જથ્થો ઉત્તરાખંડના દહેરાદૂન ખાતેથી હેમા લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ ખાતેથી એક ટ્રકમાં 18 લાખની કિંમતની મેડિસિન 772 કાર્ટુનમાં લઈ આવ્યો હતો. તેણે પંજાબ ખાતેના તરંનતારન ખાતે ડ્રાઇવર તેમજ ક્લીનર સાથે મળીને મેડિસિનના બોક્સને બે ટ્રકમાં અલગ અલગ કરી તેની આડમાં વિદેશી દારૂ ભરીને અસલાલી ખાતેના પાર્કિંગમાં લાવ્યો હતો. દારૂના જથ્થાને અલગ અલગ જગ્યાએ ડિલિવરી કરવાનો હતો.

આ પણ વાંચો Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો

અલગ અલગ ગુના દાખલ: આ મામલે અસલાલી પોલીસે સુનિલકુમાર રાજપુત, શુભમ પંડિત, વિજય રાજપુત, ફુરકાન અલી, નમનસિંગ જાટ, બ્રિજેન્દ્રકુમાર શર્મા, ગૌતમ બુરખા અને જયકુમાર ત્રિવેદી આમ કુલ 8 વ્યક્તિઓ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે અસલાલી પોલીસ સ્ટેશનના PI એન.કે વ્યાસે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે બે અલગ અલગ ગુના દાખલ કરી પૂછપરછ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV

પોલીસે ઝડપી પાડ્યો: આ સમગ્ર મામલે અસલાલી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી નાની મોટી દારૂ તેમજ બીયરની 40 લાખ 16 હજારની કિંમતની 11 હજાર 646 બોટલો સહિત રોકડ રકમ અને 8 મોબાઇલ ફોન તેમજ મેડિસિનના બિલ્ટી મુજબના 18.40 લાખની કિંમતના 732 બોક્સ અને 40 લાખની કિંમતના બે ટ્રક એમ કુલ મળીને 99 લાખ 63 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે અલગ અલગ ગુના દાખલ કરી આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પકડાયેલો આરોપી નમનસિંગ જાટ પોતે વિદેશી દારૂના રૂપિયા લેવા તેમજ આ દારૂને કોને આપવો તે અંગે અસલાલી ખાતે બ્રિજેન્દ્રકુમાર શર્માના ઘરે ચંદીગઢથી વિમાન મારફતે આવ્યો હતો. જેથી તે આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.