ETV Bharat / state

Ahmedabad Crime : ફી પાછી આપી દે નહીંતર બાળકને કિડનેપ, પત્ની-સાળી પર દુષ્કર્મ ગુજારીશું, નરોડામાં વકીલને ધમકી મળતા ફરિયાદ

author img

By

Published : Jun 28, 2023, 8:04 PM IST

અમદાવાદના નરોડામાં વકીલ અને તેના પરિવારજનોને ધમકીભર્યા ફોન આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સુરતમાં હત્યા કેસમાં આરોપીના જામીન મંજૂર ન થતા વકિલને ફિસ પરત કરવાના ધમકી ભર્યા ફોન ચાલુ કરી દીધા હતા. જે મામલે નરોડા પોલીસે 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ.

Ahmedabad Crime : ફી પાછી આપી દે નહીંતર બાળકને કિડનેપ, પત્ની-સાળી પર દુષ્કર્મ ગુજારીશું, નરોડામાં વકીલને ધમકી મળતા ફરિયાદ
Ahmedabad Crime : ફી પાછી આપી દે નહીંતર બાળકને કિડનેપ, પત્ની-સાળી પર દુષ્કર્મ ગુજારીશું, નરોડામાં વકીલને ધમકી મળતા ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં એક વકીલને ફોન કરીને ગર્ભિત ધમકીઓ આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન માટે વકીલે હાઈકોર્ટ સુધી પ્રયાસ કર્યો હતો. જોકે જામીન મંજૂર ન થતા તેના પરિવારજનો દ્વારા વકીલને આપેલી ફી પરત માંગીને ફોન પર ધમકીઓ આપતા આ મામલે નરોડા પોલીસે 9 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ વકીલ પાસેથી આપેલી ફી પરત માગીને તેના બાળકનું અપહરણ કરવાની તેમજ વકીલના સસરાની હત્યા કરવાની, સાળી-પત્ની પર દુષ્કર્મ ગુજારવાની અને વકીલની હત્યાની ધમકીઓ આપતા મામલે વકીલે પોલીસની મદદ લીધી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદ નાના ચિલોડા ખાતે રહેતા ધનુકુમાર કશ્યપ નામના વકીલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. વકીલે નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાની ફરિયાદના નામે આરોપી હરીકરણ પુના તેમજ છત્રપાલ રાજા ભૈયા નીર જે બંને સુરતના હોય અને હાલ સુરતની લાજપોર જેલમાં છે. તે બંને આરોપીઓ અગાઉ વોન્ટેડ હતા, ત્યારબાદ વકીલે 1 જુલાઈ 2022ના રોજ વકીલ તરીકે ઇન્સાફી કામગીરી માટે કેસ સંભાળ્યો હતો.

આરોપીનો કેસ લડવા માટે : 9 મહિના થતાં આરોપીઓને જામીન ન મળતા તેના ઉત્તપ્રદેશના હમીરપુરના સગા સંબંધીઓ જેમાં રામજીવન નિષાદ, બાબુ સુંદર નિષાદ, બદન નિષાદ, પૂન્ના નિશાદ, રાજા ભૈયા નિષાદ, રમેશ સુંદર નિશાદ, જ્ઞાનમતી પુન્ના નિષાદ, જય કરણ પુન્ના નિશાદ તેમજ ઇન્દ્રજીત નિશાદ તે તમામે ભેગા મળી વકીલના સસરાને મળવા માટે ગયા હતા અને આરોપીનો કેસ લડવા માટે ફરિયાદી વકીલનો સંપર્ક કરવાનું કહેતા તેઓની ઓફિસે ખાતે આવ્યા હતા. કેસની ફી નક્કી કર્યા બાદ ફીસ એગ્રીમેન્ટ કર્યું હતું અને જે બાદ વકીલે કેસ સંભાળ્યો હતો અને હાઇકોર્ટ સુધી પ્રયત્ન કરવા છતાં આરોપીઓના જામીન ના મંજૂર થયા હતા.

બાદમાં વકિલ પરિવારને ફોન પર ધમકી : 21મી ડિસેમ્બર 2022ના રોજ વકીલ તેઓની નરોડા ગેલેક્સી ખાતેની ઓફિસમાં હતા. તે સમયે તેઓના ફોન પર આરોપીઓનો ફોન આવ્યો હતો અને તેઓએ કેસ પેટે લીધેલી ફિ પરત આપી દો તેવું જણાવીને ધમકી આપી હતી. ફીસ પરત નહીં આપો તો તને તેમજ તમારા બાળકોને કિડનેપ કરી લઈશું અને તારા સસરાને કુલહાડીથી કાપી દઈશુ, તારી સાળી-પત્નીનો દુષ્કર્મ કરીશું અને જાનથી મારી નાખીશું, તેવી ફોન પર ધમકીઓ આપી હતી.

આ અંગે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુનામાં સામેલ તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશમાં હોવાથી તેઓને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. - એસ.જે. ભાટિયા (નરોડા પોલીસ સ્ટેશન)

મારી પર 36 કેસ : રામજીવન સુરજા નિશાદે તેની બહેન જ્ઞાનમતીને ફોન પર જણાવ્યું હતું કે, તું મરી જા આ વકીલ તેમજ તેના સસરા બંનેને ખોટા કેસમાં ફસાવી દઈશું પછી ખબર પડશે કે કેટલા મોટા વકીલ છે, મારી પર 36 કેસ થયા છે, તેવું કહીને વકીલને ધમકી આપી હતી. અગાઉ પણ આરોપીઓએ અવારનવાર વકીલને ફોન કરીને આપી હોય જેથી અંતે આ સમગ્ર મામલે વકીલે નરોડા પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

  1. Vadodara Crime : વડોદરામાં વ્યાજખોરના ઘેર પથ્થરમારો કર્યો, ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માગી
  2. Ahmedabad Crime : મોદી સ્ટેડિયમમાં મેચને લઈને ધમકીભર્યા મેસેજ કેસમાં બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.