ETV Bharat / state

Ahmedabad News: અમદાવાદ જગન્નાથ મંદિરની કરોડોની ગૌચર જમીનનો વિવાદ હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો

author img

By

Published : Jun 21, 2023, 10:13 PM IST

અમદાવાદ ભગવાન જગન્નાથ મંદિરની ગૌચર જમીનનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો છે. જગનાથ મંદિરની ગૌચર જમીન કરોડોમાં વેચવાનો વિવાદ ચાલી રહ્યો છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ જમીન કરોડોમાં વેચી દીધા હોવાના આક્ષેપ સાથેની એક અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

ahmedabad-jagannath-temples-gouchar-land-dispute-worth-crores-reached-before-the-high-court
ahmedabad-jagannath-temples-gouchar-land-dispute-worth-crores-reached-before-the-high-court

અમદાવાદ: જગન્નાથ મંદિરની ગૌચર જમીનની જે કરોડોની કિંમતમાં બારોબાર વેચાઈ જવાનો વિવાદ છે તે મામલો હવે હવે હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કરોડોની જમીનને મંદિરના ટ્રસ્ટને પાછી આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઇકોર્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સમગ્ર માવલી વધુ સુનાવણી આગામી દિવસોમાં થશે.

જમીનને બારોબાર વેચી દેવાનો આરોપ: વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જે આ અરજી કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે એવી રજૂઆતો કરવામાં આવી છે કે ગૌચર જમીન જે ભગવાન જગન્નાથના મંદિરની છે ત્યાં કરોડોનું કૌભાંડ કરીને તેને વેચી દેવામાં આવી છે. કૌભાંડીઓ દ્વારા આ જમીનને બારોબાર વેચી દેવામાં આવી છે. આ જમીન અંગેના જે દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા તેમાં પણ મોટા પાયે છેડછાડ કરવામાં આવી છે. આ સાથે જ જે પુરાવો છે તેનો પણ નાશ કરી દેવામાં આવ્યો છે.

જમીન મંદિરના ટ્રસ્ટને પરત કરવાની માંગ: જમીન વેચવા બાબતે ચેરિટી કમિશનરની જે મંજૂરી લેવાની હોય તે બાબતમાં પણ ગફલતો સામે આવી છે. આ સાથે જ ચેરિટી કમિશનરે જે ટ્રાન્ઝેક્શન થયા હતા તે રદ કરવાના પણ નિર્ણયો લીધા હતા. આ સમગ્ર બાબતની અરજીમાં જાણ કરવામાં આવી છે. આજે કરોડોની જમીન છે તે ભગવાન જગન્નાથજીના મંદિરની છે તેથી તે જમીન મંદિરના ટ્રસ્ટને પાછી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવે છે.

કેસમાં ઘણા નવા ખુલાસાઓ થઈ શકે: મહત્વનું છે કે આ જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો ટ્રસ્ટ અને મંડળ દ્વારા અનેક વખત ચર્ચા વિમર્શ પણ ચાલી રહી હતી. અંતે હવે આ મામલો હાઇકોર્ટ સમક્ષ પહોચ્યો છે. આ સમગ્ર મામલે હાલ હવે ગુજરાત હાઇકોર્ટની મુખ્ય ચીફ જસ્ટિસની ખંડ સમક્ષ આગામી દિવસોમાં સુનાવણી થશે ત્યારે આ કેસમાં ઘણા નવા ખુલાસાઓ થઈ શકે છે.

  1. High Court News : ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પીકરને લઇને સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
  2. Roof collapsed In Rath Yatra : રથયાત્રા દરમિયાન મકાનની ગેલેરી તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલાને 25 લાખ આપવાની વિપક્ષે કરી માંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.