ETV Bharat / state

Ahmedabad Crime : બોડકદેવમાં 11વર્ષની સગીરાને પીંખનાર હોટલ વેઈટર ઝડપાયો, પરિવાર ડરતો હતો ફરીયાદ કરવા માટે

author img

By

Published : Jul 17, 2023, 7:44 PM IST

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં હોટલના વેઈટરને સગીરા સાથે બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. સગીરાનો પીછો કરીને મોં દબાવીને ન કરવાનું અવારનવાર કર્યું હતું. આરોપી સગીરાની નજીકના વિસ્તારમાં રહેતો હતો. તેમજ સગીરાએ પરિવારને ઘટનાની જાણ કરતા પરિવાર પોલીસ ફરીયાદ કરવા પણ ડરતો હતો.

Ahmedabad Crime : બોડકદેવમાં 11વર્ષની સગીરાને પીંખનાર હોટલ વેઈટર ઝડપાયો, પરિવાર ડરતો હતો ફરીયાદ કરવા માટે
Ahmedabad Crime : બોડકદેવમાં 11વર્ષની સગીરાને પીંખનાર હોટલ વેઈટર ઝડપાયો, પરિવાર ડરતો હતો ફરીયાદ કરવા માટે

બોડકદેવમાં 11વર્ષની સગીરાને પીંખનાર હોટલ વેઈટર ઝડપાયો

અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં 11 વર્ષની સગીરા સાથે બળાત્કાર આચરનાર હોટલ વેઈટરની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સગીરાનું મો દબાવી તેની સાથે જબરદસ્તી કરી હતી. સાથે જ સગીરા સ્કૂલે જતી હોય તે સમયે પણ તેનો પીછો કરી પરેશાન કરતો હતો. જે અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

શું હતો સમગ્ર મામલો : બોડકદેવ પોલીસે આ મામલે પ્રવેશ દિવાકર નામનાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી હોટલમાં વેઈટર તરીકે મજૂરી કરે છે. આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સાત જુલાઈના રોજ રાત્રે દોઢ વાગે સગીરાનું મો દબાવી તેની સાથે બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ ત્રણથી ચાર વખત સગીરા સાથે બળાત્કાર કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે પરિવારને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જે અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાને પરેશાન કરતો : સગીરા આરોપી પ્રવેશ દિવાકરને સંબંધ રાખવા ના પડતી ત્યારે તે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી જતો અને “તેરે સાથ રિશ્તા રખના હૈ” તેમ જણાવી તેને પરેશાન કરતો હતો. 13 જુલાઈના રોજ પણ આરોપી સગીરાની સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જે બાદ મામલો સામે આવતા સગીરાએ તેના માતા પિતાને આ અંગે જાણકારી આપી હતી. જે અંગે પરિવાર એ પોલીસનો સંપર્ક કરી ગુનો નોંધાવ્યો છે.

આ અંગે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા સગીરા સાથે વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા હાલ તેની ધરપકડ કરી વધુ તપાસ ચાલુ છે. - એ.આર ધવન (PI, બોડકદેવ પોલીસ સ્ટેશન)

પરિવાર ફરીયાદ કરતો ડરતો : મહત્વનું છે કે આરોપી અને સગીરા એકબીજાની નજીકમાં વિસ્તારમાં જ રહે છે. જેથી પરિવાર અને સગીરાને ડર હતો કે જો તે પોલીસને જાણ કરશે તો આરોપી તેમના પર હુમલો પણ કરી શકે છે. જેથી પરિવાર પોલીસ ફરિયાદ કરતા પણ ડરતા હતા.

  1. Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી
  2. Ahmedabad Crime : નવા નરોડામાં એક જ સોસાયટીમાં રહેતા નરાધમે બાળકને ધાબે લઈ જઈને ન કરવાનું કર્યું
  3. Dholka Rape Crime : નરાધમે 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લીધો, ઘરમાં ઘુસીને કર્યો રેપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.