ETV Bharat / state

ટીએમસી નેતા સાકેત ગોખલેનું નવું કારનામું બહાર આવ્યું, અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો

author img

By

Published : Jan 4, 2023, 7:16 PM IST

તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમે (Ahmedabad Cyber Crime )વધુ એક કેસમાં તેને ઝડપીને રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. વૈભવી જીવન જીવવા ક્રાઉડ ફંડિગ (Crowd Funding)થી નાણાં મેળવી સાકેત ગોખલેએ નાણાંનો દુરુપયોગ (Saket Gokhale misused money )કર્યો હોવાનું (Ahmedabad cyber crime investigation revealed )બહાર આવ્યું છે.

ટીએમસી નેતા સાકેત ગોખલેનું નવું કારનામું બહાર આવ્યું, અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો
ટીએમસી નેતા સાકેત ગોખલેનું નવું કારનામું બહાર આવ્યું, અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો

રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં મોટા ખુલાસાઓ બહાર આવ્યાં

અમદાવાદ મોરબીની બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે વિવાદિત નિવેદન કરનાર તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime )માં તેની સામે નોંધાયેલા અન્ય ગુનામાં સાયબર ક્રાઇમે તેને ઝડપીને રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો સાકેત ગોખલેને કોર્ટમાં રજૂ કરી પોલીસે મેળવ્યા રિમાન્ડ, મોરબીની ઘટનાને લઈને PM મોદી વિશે કર્યું ટ્વીટ

સાકેતે વૈભવી જીવન જીવવા મેળવ્યું ક્રાઉડ ફંડિગ અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે તેમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે દ્વારા વેબસાઈટના માધ્યમથી મેળવેલા પૈસા બારોબાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી પોતાનું વૈભવી જીવન જીવવામાં તે પૈસાનો દુરુઉપયોગ (Saket Gokhale misused money )કર્યો હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં રહેતી એક યુવતીએ ડેમોક્રેસી ડોટ ઈન વેબસાઈટ (democracy dot in website )પર ક્રાઉડ ફંડિગ (Crowd Funding)ના નામે રૂ. 500 આપ્યા હતાં.

આ પણ વાંચો તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેને જામીન મળ્યા, અન્ય કેસમાં ધરપકડ

સાકેત ગોખલેએ નાણાંનો દુરુપયોગ કર્યો યુવતીનેે પોતાના દ્વારા આપવામાં આવેલા રૂપિયાનો દુરુપયોગ (Saket Gokhale misused money )થતો હોવાની બાબત ધ્યાને આવતા તેણે પરિવારને જાણ કરી હતી અને તેના પતિએ આ મામલે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં 28 ડિસેમ્બર 2022 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ક્રાઇમે IPC ની 406, 420, 465, 467, 468, 471 અને 120 B, તેમજ આઇટી એક્ટ 66 સી અને 66 બી મુજબ ગુનો દાખલ કર્યો હતો. સાયબર ક્રાઈમે તપાસ કરતા એક બાદ એક તાર જોડાતા સાકેત ગોખલે આ ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુંલ્યું હતું.

વધુ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં અમદાવાદ સાયબર ક્રાઈમે ફરી એકવાર દિલ્હીથી TMC ના મુખ્ય પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી હતી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં અને જે બાદ વધુ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. રિમાન્ડ દરમિયાન સાંકેત ગોખલેની તપાસમાં મોટા ખુલાસા થયા છે.

સરકારની નીતિના વિરોધ માટે લોકો પાસેથી પૈસા લઇને વાપર્યા સાકેત ગોખલેએ ડેમોક્રેસી ડોટ ઈન વેબસાઈટ (democracy dot in website )પરથી આવેલા રૂપિયા પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર (Saket Gokhale misused money )કરાવ્યા હતા. જેમાં 79 લાખ જેટલા રૂપિયા મેળવી મોજશોખ પૂરા કર્યા હતાં. જેમાં તેણે વિમાનમાં મુસાફરી, દારુ, હોટલમાં રોકાણ અને ક્રેડીટ કાર્ડના બીલ સહિતનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. સાકેત ગોખલેએ આ વેબસાઈટ થકી સરકારની નીતિના વિરોધ માટે લોકો પાસેથી પૈસા લીધા ક્રાઉડ ફંડિગ (Crowd Funding)ના નામે હોવાનું ખુલ્યું છે અને તે રૂપિયાનો અંગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે સાંકેત ગોખલેને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી આગળની તજવીજ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.