ETV Bharat / state

Ahmedabad Crime : ભેજાબાજ ચોર ! બાઈક ચોરી કરી આવી જગ્યાએ છુપાવ્યું

author img

By

Published : Jul 10, 2023, 2:24 PM IST

Updated : Jul 10, 2023, 3:03 PM IST

રાજ્યભરમાં વાહન ચોરીના અનેક ગુના અત્યાર સુધીમાં સામે આવ્યા છે. પરંતુ આ કિસ્સો સાંભળીને તમે પણ ચોંકી જશો. જેમાં એક ચોરે બાઈક ચોરી કરીને મોટરસાયકલ પોતાના વતનમાં ઘર પાછળ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. જોકે, અસલાલી પોલીસે આ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad Crime : ભેજાબાજ ચોર ! બાઈક ચોરી કરી આવી જગ્યાએ છુપાવ્યું
Ahmedabad Crime : ભેજાબાજ ચોર ! બાઈક ચોરી કરી આવી જગ્યાએ છુપાવ્યું

ભેજાબાજ ચોર ! બાઈક ચોરી કરી આવી જગ્યાએ છુપાવ્યું

અમદાવાદ : રાજ્યભરમાં વાહન ચોરીના અનેક ગુના બને છે. જેમાં ઘણા ગુનાઓ પોલીસે ઉકેલ્યા છે. પરંતુ આ કિસ્સામાં ભેજાબાજ ચોરે ગજબ યુક્તિ અજમાવી હતી. જ્યારે સામે પોલીસે પણ પોતાની ઉમદા કામગીરીનો પરચો ચોરને આપ્યો હતો. ખૂબ જ રસપ્રદ ચોરીના આ કિસ્સામાં ચોરે બાઈક ચોરી કરીને તેને જમીનમાં ખાડો ખોદીને છુપાવી હતી. પરંતુ અસલાલી પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ભેજાબાજ બાઈક ચોર : હત્યા જેવા ગંભીર ગુનામાં ગુનેગાર હત્યા કર્યા બાદ મૃતદેહને જમીનમાં દાટી દીધો હોય તે પ્રકારના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે. પરંતુ ચોરી કરેલું મોટરસાયકલ જમીનમાં દાટી દેવામાં આવ્યું હોય તેવી પ્રથમ ઘટના સામે આવી છે. અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 મે 2023 ના રોજ ગોકુલધામ સોસાયટી બારેજામાંથી બાઇકચોરીની ઘટના બની હતી. સુથારી કામ કરતા રાજેન્દ્રકુમાર મિસ્ત્રી નામના યુવકની મોટર સાયકલ ચોરી થઈ હતી. જે મામલે અસલાલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

પોલીસને મળી બાતમી : આ બાબતે અસલાલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ કર્મીને બાતમી મળી હતી કે, બારેજાથી ચોરી થયેલ મોટરસાયકલ ઉદયપુરના કેલાવાળા ગામના આરોપીએ ચોરી કર્યું છે. આરોપીએ મોટર સાયકલ પોતાના ઘરની પાછળ વાડામાં ખાડો કરીને દાટી દીધી છે. જેથી તાત્કાલિક અસલાલી પોલીસે એક ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી હતી.

આરોપીએ મોટર સાયકલ ચોરીને તેને વતનમાં લઈ ગયો હતો. જોકે, તેને ખરીદનાર ગ્રાહક ન મળે અથવા કોઈને ખબર ન પડે તે માટે બાઇકને જમીનમાં દાટી દીધું હતું.-- એન.કે વ્યાસ (PI,અસલાલી પોલીસ સ્ટેશન)

પોલીસની ઉમદા કામગીરી : પોલીસમાંથી મળતી માહિતી મુજબ દિનેશકુમાર ઉર્ફે વિનોદભાઈ બારીયા નામના રાજસ્થાનના યુવકની અટકાયત કરી હતી. આરોપીએ ઘરની પાછળ વાડામાં ખાડો કરીને મોટરસાયકલ જમીનમાં દાટી દીધી હતી. તે તપાસ દરમિયાન મળી આવી હતી. જે અંગે આરોપીની પૂછપરછ કરતા તેણે બારેજાથી આ મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી આ સમગ્ર મામલે અસલાલી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime: અમદાવાદના નારોલમાંથી બે વ્યાજખોર ઝડપાયા, 11 સામે ફરિયાદ નોંધાઈ
  2. Viral Video : જાહેર રોડ પર સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ, ટ્રાફિક પોલીસે ચાલકને ઝડપી ભણાવ્યો કાયદાનો પાઠ
Last Updated : Jul 10, 2023, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.