ETV Bharat / state

Ahmedabad Crime News: 'દોસ્ત દોસ્ત ના રહા'... લવ ટ્રાયંગલનો કરૂણ અંજામ, એક મિત્રએ પ્રેમમાં નડતરરૂપ બીજા મિત્રની કરી કરપીણ હત્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 5:53 PM IST

લવ ટ્રાયંગલનો કરૂણ અંજામ
લવ ટ્રાયંગલનો કરૂણ અંજામ

અમદાવાદમાં એક જ યુવતિને બે દોસ્તો પ્રેમ કરતા હતા. દોસ્તો વચ્ચે પ્રેમિકા બાબતે બોલાચાલી થતા, એક પ્રેમીએ બીજા પ્રેમીની કરપીણ હત્યા કરી નાખી. જો કે ગુનાની ગંભીરતાનો ખ્યાલ આવતા જ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. વાંચો સમગ્ર ઘટનાક્રમ

એક મિત્રએ પ્રેમમાં નડતરરૂપ બીજા મિત્રની કરી કરપીણ હત્યા

અમદાવાદઃ શહેરમાં એક લવ ટ્રાયંગલનો કરુણ અંજામ આવ્યો છે. બે દોસ્તો એક જ યુવતિને પ્રેમ કરતા હતા. બનાવના દિવસે યુવતિના એક પ્રેમીએ બીજા પ્રેમીની કરપીણ હત્યા કરી દીધી હતી. જો કે ગુનાની ગંભરીતાનો ખ્યાલ આવતા જ હત્યારા મિત્રએ પોતાની જાતને પોલીસ હવાલે કરી દીધી હતી.

સમગ્ર ઘટનાક્રમઃ બનાવના દિવસે બંને મિત્રો વેદાંત અને સ્વપ્નિલ કારમાં સાથે લોન્ગ ડ્રાઈવ પર નીકળ્યા હતા. તેમણે આખી રાત લોન્ગ ડ્રાઈવની મજા માણી હતી. વ્હેલી સવારે યુવતિ વિશે વાત નીકળતા જ બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ. પૈસાની લેતી દેતી મામલે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. પહેલા વેદાંત અને સ્વપ્નિલ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ વેદાંતે ઉશ્કેરાઈને સ્વપ્નિલની હત્યા કરી દીધી.

મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યોઃ જો કે વેદાંતને પોતે કરેલા ગુનાની ગંભીરતાનો ખ્યાલ આવી જતા તે જાતે જ સોલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. વેદાંત પોતાની કારમાં જ સ્વપ્નિલનો મૃતદેહને લઈને પોલીસ સમક્ષ હાજર થયો હતો. પહેલા તો પોલીસને વિશ્વાસ જ ન આવ્યો ત્યારબાદ વેદાંતની કબુલાતને ધ્યાને લઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જ્યાં હત્યા થઈ તે ઘટનાસ્થળની પણ મુલાકાત લઈ કાર્યવાહી કરી હતી. પોલીસે હત્યાના બનાવની જાણ મૃતકના પરિવારને કરી હતી. પોલીસે બંને મિત્રોના મોબાઈલ અને બંને યુવકો જે યુવતિને પ્રેમ કરતા હતા તે યુવતિની પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

વહેલી સવારે આરોપી પોતાની ગાડી લઈને સોલા પોલીસ સ્ટેશન આવ્યો હતો. તેણે PSO સમક્ષ પોતે જ વિશ્વકર્મા બ્રિજ નીચે મિત્રની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. સોલા પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. મૃતકના પરિવારને આ બનાવની જાણ કરી હતી. પોલીસ મોબાઈલનો ડેટા અને ટેક્નિકલ સર્વેલન્સ ઉપરાંત બંને મિત્રો વચ્ચે જે યુવતિને લઈને ઝઘડો થયો તેની પણ તપાસ કરી રહી છે...જયેશ બ્રહ્મભટ્ટ (ACP, A ડિવિઝન )

  1. Ahmedabad Crime News : કૃષ્ણનગરમાં ઘરમાંથી મળ્યો આધેડનો મૃતદેહ, અંગત અદાવતમાં હત્યાની આશંકા
  2. Ahmedabad Crime News : હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને સાથે જોઈને અસામાજિક તત્વોએ કર્યો હંગામો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.