ETV Bharat / state

Ahmedabad Crime News : દિવાળીના સમયગાળા દરમિયાન અનેક ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગનો આરોપી ઝડપાયો

author img

By

Published : Apr 22, 2023, 9:49 PM IST

અમદાવાદીઓ દિવાળીની રજાઓમાં ફરવા જવાના શોખીન છે. આ માહિતી ધરાવતી ચીખલીગર ગેંગ આ દિવસોમાં સંખ્યાબંધ મકાનોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતાં હોય છે.ત્યારે અમદાવાદ પોલીસે ચીખલીગર ગેંગના એક ચોરને પકડ્યો છે. આશા છે કે ઘણાં ગુનાઓનો ભેદ હવે ઉકેલાશે.

Ahmedabad Crime News : દિવાળીના સમયગાળા દરમિયાન અનેક ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગનો આરોપી ઝડપાયો
Ahmedabad Crime News : દિવાળીના સમયગાળા દરમિયાન અનેક ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગનો આરોપી ઝડપાયો

અમદાવાદ : અમદાવાદ સહિત અલગ અલગ જગ્યા ઉપર દિવાળીના તહેવાર દરમિયાન બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ આરોપીની ઝોન વન LCB ટીમે ધરપકડ કરી છે. અમદાવાદમાં નોંધાયેલા અલગ અલગ પાંચ જેટલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ : અમદાવાદની ઝોન 1 LCB ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે ગુરુચરણ સિંગ ઉર્ફે ગુરુ ચીખલીગર નામના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા સામે આવ્યું હતું કે તે વડોદરાનો રહેવાસી હોય અને અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. અમદાવાદમાં કાલુપુર, શાહીબાગ, વાડજ અને ઘાટલોડીયા એમ કુલ પાંચ કેટલા ઘરફોડ ચોરીના ગુનામાં તે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો.

આ પણ વાંચો ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં

પહેલાં પણ ચોરીના ગુનામાં પકડાયો છે : અમદાવાદ પોલીસે પકડેલા આરોપીની વધુ તપાસ કરતા સામે આવ્યું કે તે અગાઉ વડોદરામાં બાપોદ, પાણીગેટ, વાડી અને પંચમહાલ જિલ્લામાં હાલોલ રૂરલ અને હાલોલ ટાઉન તેમજ ઉપલેટામાં ચોરી જેવા ગુનાઓમાં ઝડપાયો છે.

રેકી કરી ચોરીને અંજામ આપતા : આ મામલે પકડાયેલા આરોપીએ પોતાની ગેંગ સાથે અલગ અલગ વિસ્તારોમાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી જેવા ગુનાને અંજામ આપતો હતો અને છેલ્લા ઘણા સમયથી તે નાસતો ફરતો હોય અંતે તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે દિવાળીના સમયગાળા દરમિયાન આરોપી અલગ અલગ સોસાયટીઓમાં રેકી કરતા હતા અને જે પરિવાર દિવાળીની રજાઓમાં બહારગામ ફરવા ગયું હોય તે પરિવારના ઘરમાં પ્રવેશ કરી તાળું તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની કીમતી વસ્તુઓની ચોરી કરતા હતા.

આ પણ વાંચો સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો, જૂઓ વીડિયો

ચોરટોળકી અંગે પૂછપરછ : આ મામલે ઝડપાયેલા આરોપી સામે નોંધાયેલા ગુના સંદર્ભે તેને જે તે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આરોપીની વધુ તપાસ સ્થાનિક પોલીસે શરૂ કરી તેની ગેંગમાં જોડાયેલા અન્ય આરોપીઓ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આપને જણાવીએ કે આ પહેલાં પણ આવી ટોળી પકડાઇ હતી જેમાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીને ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરિતોને પકડ્યાં હતાં. પકડાયેલા ત્રણેય ચોર દિવસે જિમ ટ્રેનર તરીકે કામ કરતા હતાં અને રાતે ઘરફોડ ચોરીના કામ કરતાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.