ETV Bharat / state

Ahmedabad Crime News: અમદાવાદમાં 2000ની નોટ બદલાવા દોટ મૂકતાં ચેતજો, 500ની નકલી નોટ પધરાવતાં ત્રણની ધરપકડ

author img

By

Published : May 29, 2023, 7:23 PM IST

હાલમાં 2000ની નોટ બદલવા માટે લોકોની ઊતાવળનો ગેરલાભ ઉઠાવતાં ત્રણ ગઠિયા પકડાયાં છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 500ની નકલી ચલણી નોટો બજારમાં ફેરવતાં ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કેટલી નકલી નોટ પકડાઇ જૂઓ.

Ahmedabad Crime : 2000ની નોટ બદલાવા દોટ મૂકતાં ચેતો, 500ની નકલી નોટ પધરાવતાં ત્રણની ધરપકડ
Ahmedabad Crime : 2000ની નોટ બદલાવા દોટ મૂકતાં ચેતો, 500ની નકલી નોટ પધરાવતાં ત્રણની ધરપકડ

7 લાખ 85 હજારની કિંમતની નકલી નોટ પકડાઇ

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 500 ના દરની 7 લાખ 85 હજારની કિંમતની નકલી ચલણી નોટો સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા પાટિયા પાસે નેશનલ હેન્ડલુમ સામે જાહેર રોડ ઉપરથી મોહન ગવંડર, દિનેશ ઉર્ફે લાલો રાજપૂત અને રઘુનાથ ઉર્ફે વિનોદ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 500ના દરની બનાવટી ચલણી 1570 નોટો અને ત્રણ મોબાઈલ અને બે વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

2000ની નોટનું ઓઠું : આરોપીઓની પૂછપરછ દરમિયાન 500ના દરની તમામ નોટો બનાવનાર માસ્ટર માઈન્ડ વિકેશ ઉર્ફે વિકી વનિયર કે જે પોન્ડિચેરીનો હોય તે રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટરને તેના ઘરે આવીને આપી ગયો હોવાને હકીકત સામે આવી છે. હાલમાં 2000ના નોટના બદલે 500ના દરની નોટો બજારમાં વધારે માંગ હોય છે, તેના માટે ત્રણેય ઈસમો 2000ની અસલ નોટના બદલામાં આ 500 રૂપિયાના દરની નકલી નોટો આપવાની ફિરાકમાં હતા. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

બાતમીના આધારે આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, આરોપીઓ સાથે ગુનામાં સામેલ મુખ્ય આરોપીને પકડવા ટીમો કામે લગાડી છે, આરોપીઓ અગાઉ આવી નકલી નોટો લાવ્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે...ચૈતન્ય મંડલીક (ડીસીપી,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ)

500ના દરની ડુપ્લિકેટ નોટો : હાલમાં રૂપિયા 2 હજારની નોટના બદલે રૂપિયા 500ના દરની નોટોની બજારમાં વધારે માંગ છે. તેના માટે ત્રણેય ઇસમો રૂપિયા 2000 ની અસલ નોટના બદલામાં આ રૂપિયા 500ના દરની ડુપ્લિકેટ નોટો આપવાની ફીરાકમાં હોવાનું અને તે માટે કોઇપણ ગ્રાહક મળે તેની શોધમાં હોવાની કબૂલાત કરી છે.

આરોપીઓ સંપર્કમાં કેવી રીતે આવ્યાં : આરોપી રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર અગાઉ સારંગપુર કોટની રાંગ ખાતે સિલાઈકામ માસ્ટર તરીકે કામ કરતો હોય તે દરમ્યાન આરોપી મોહન અનબલગન ગવન્ડર તથા વિકેશ ઉર્ફે વિકી મધુકર વર્ગીયર નાઓ તેની નીચે સિલાઈકામ કરતા હતા. તેમજ દિનેશ ઉર્ફે લાલો આરોપી વિકેશ ઉર્ફે વિકી ના ભાઈનો સાળો થતો હોય જેથી તમામ આરોપીઓ એકબીજાના પરીચયમાં આવ્યા હતા.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : વોન્ટેડ આરોપી વિકેશ ઉર્ફે વિકી મધુકર વીયરનો અગાઉ રામોલ પોલીસે ઝડપ્યો હતો, જ્યારે આરોપી મોહન ગવન્ડર અગાઉ રૂપિયા સવા કરોડની ખંડણી માંગવા અંગેના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુનામાં ક્રાઇમબ્રાન્ચ ખાતે પકડાયો હતો, તેમજ યંત્રોના ફોટા આધારે જુગાર રમવા અંગેના ખોખરામાં ઝડપાયો હતો, આરોપી દિનેશ ઉર્ફે લાલો અગાઉ જુદા જુદા યંત્રોના ફોટા આધારે જુગાર રમવા અંગેના ખોખરામાં ઝડપાયો છે.

  1. Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો
  2. 317 કરોડની નકલી નોટ પ્રકરણમાં તપાસ માટે SITની રચના, કામરેજ પોલીસે 3ને ઝડપી લીધાં
  3. Ahmedabad Crime: ફટાફટ માલામાલ બનવા વેબ સિરીઝની જોઈને નકલી નોટ છાપનાર શખ્સો ઝડપાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.