ETV Bharat / state

શંકાશીલ પતિએ પત્નીની જાસૂસી માટે રાખ્યો માણસ, જે પત્નીના ફોટા પાડતા ઝડપાયો

author img

By

Published : Nov 23, 2022, 4:23 PM IST

અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેનાથી લોકોને નવાઈ લાગશે. હા, બોપલમાં (Ahmedabad Crime Cases ) રહેતું એક દંપતિ કે જેને વચ્ચે મનદુ:ખ થતા તેઓ અલગ એલગ રહેતા હતા. જ્યારે પત્ની પોતાના બાળકો સાથે રહેતી હતી. આ બાદ પતિએ એક જાસૂસ રાખેલો જે પોતાના જ પત્ની વિશે જાસૂસી (Suspicious husband hires a man to spy) કરી લાવે. આ જાણકારી પત્નીને થતા જ પોલીસમાં ફરિયાદ કરી તેને ઝડ્પ્યો હતો.

શંકાશીલ પતિએ પત્નીની જાસૂસી માટે રાખ્યો માણસ, જે પત્નીના ફોટા પાડતા ઝડપાયો
શંકાશીલ પતિએ પત્નીની જાસૂસી માટે રાખ્યો માણસ, જે પત્નીના ફોટા પાડતા ઝડપાયો

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીને પતિ સાથે મનમેળ ન રહે તે માટો દીકરી અને દીકરા સાથે અલગ રહે છે. આ યુવતી તાજેતરમાં હોટલમાં જમવા માટે ગઇ હતી. ત્યારે જ સામેના ટેબલ પર બેઠેલો શખ્સ તેના ફોટો પાડતો હોવાનો શક ગયો હતો. યુવતીએ તે શખ્સ પાસે જઇને તપાસ કરતા તેના ફોનમાંથી યુવતીના ફોટો અને વિડીયો મળી આવ્યા હતા. આટલું જ નહીં આરોપીએ ફોટો વિડીયો યુવતીના પતિને પણ (Man chase someone wife to spying on her ) મોકલ્યા હતા. આ કામના 2000 રૂપિયા યુવતીના પતિએ આ માણસને આપ્યા હોવાનું તપાસમાં (Ahmedabad Crime Cases ) સામે આવ્યું છે. જે બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીએ ત્યાં જઈ તેનો ફોન તપાસ્યો બોપલમાં રહેતી 35 વર્ષીય યુવતીને પતિ સાથે મનદુઃખ ચાલતું હોવાથી તે પતિથી અલગ રહે છે. બે દિવસ પહેલા બપોરે યુવતી જોધપુર ખાતે આવેલા એક કપડાના શોરૂમમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે તેની દીકરીએ જણાવ્યું કે એક ભાઈ એકીટશે જોઇ રહ્યા છે અને પીછો કરે છે. પરંતુ યુવતીએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી અને ધ્યાન આપ્યું ન હતું. પણ બાદમાં યુવતી રાજપથ ક્લબ પાસે જિમમાં કસરત કરવા ગઈ હતી. ત્યાં તેનો એક મિત્ર પણ કસરત કરવા આવ્યો હતો. જિમમાં કસરત કરીને આ યુવતી સાંજે 100 ફુટ રોડ પ્રહલાદનગર ગાર્ડન (100 Feet Road Prahladnagar Garden) પાસે આવેલી એક રેસ્ટોરન્ટ ખાતે જમવા માટે ગઇ હતી. ત્યાં તે જમી રહી હતી ત્યારે ટેબલની સામે બેઠેલો એક વ્યક્તિ ફોટો પાડતો હોય તેવું તેને લાગતા યુવતીએ ત્યાં જઈ તેનો ફોન તપાસ્યો હતો. જેમાં યુવતીના ફોટો અને વિડીયો મળી આવ્યા હતા.

પતિએ જાસૂસી માટે ફોટો વિડીયો લેવા 2000 રૂપિયા આપ્યા કડાયેલા શખ્સે ગત14થી જ જુદી જુદી જગ્યાના યુવતીના ફોટા પાડ્યા હતા. યુવતીના પતિને આ ફોટો વોટ્સએપ પર મોકલ્યા હોવાના પણ પુરાવા યુવતીને મળ્યા હતા. ફોટો પાડનારે આ યુવતીને ધમકી આપી હતી કે ફોન આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશ. ત્યારે જ યુવતીના પતિનો પણ ફોન આવ્યો હતો. યુુવતીએ ફોન ઉપાડતા તેના પતિએ વાત કરી ન હતી. ફોન કાપી નાખ્યો હતો. બાદમાં યુવતીએ પોલીસને જાણ કરતા જ પોલીસને આ મામલે ફરિયાદ આપતા પોલીસે હાલ જીલુજી નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના પતિએ જાસૂસી (Suspicious husband hires a man to spy) કરવા ફોટો વિડીયો લેવા માટે આરોપીને રૂપિયા 2000 આપ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.