ETV Bharat / state

ઈકો કારના સાયલેન્સર સાથે બે વ્યક્તિની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 8:43 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન ઈકો કારના સાયલેન્સર નંગ-2 સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓ બંનેએ ભેગા મળી આજથી ચારેક માસ પહેલા વિસટનગર ચાર રસ્તા ખાતે બીજ નીચેથી ઈકો મીનીકેરી ગાડીનું સાયલેન્સર પાના પક્કડ વડે ખોલીને ચોરી કરી હતી.

Ahmedabad City Crime Banya Arresting Two Persons With Eco Car Silencer No.R From Vastral Ahmedabad City
Ahmedabad City Crime Banya Arresting Two Persons With Eco Car Silencer No.R From Vastral Ahmedabad City

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈકો કારના સાયલેન્સર નંગ-2 સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવ્યા હતા. શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અને મદદનીશ પોલીસ કમિશનરથી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈનપેક્ટર શ્રી જે. એચ. સિંધવની ટીમ સતત વધતા ઈકો કારના સાયલેન્સર ધોરીના ગુનાઓ શોધી કાઢવા સારુ કાર્યરત હતા.

અમદાવાદ શહેર વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું પેટ્રીલીગમાં હતા. દરમ્યાન પો. કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને મળેલ બાતમી આધારે વસ્ત્રાલ, રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા બ્રીજની નીચેથી બે વ્યક્તીનોની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપી પાસેથી સાયલેન્સરના બે નંગ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓ બંનેએ ભેગા મળી આજથી ચારેક માસ પહેલા વિસટનગર ચાર રસ્તા ખાતે બીજ નીચેથી ઈકો મીનીકેરી ગાડીનું સાયલેન્સર પાના પક્કડ વડે ખોલી તથા આજથી આશરે ત્રણેક માસ પહેલા ગોમતીપુર આમ્રપાલી સિનેમા પાસે મારૂતિ સુઝુકી કંપનીની ઈકો કારનું સાયલેન્સર પાના પક્કડ વડે ખોલી ચોરી કરી બંને સાયલેન્સરી ગોમતીપુર લાલ મીલ ચાર રસ્તા ખાતે લાવી મીલ કમ્પાઉન્ડમાં હથોડીથી સાયલેન્સરની કિંમતી માટી કાઢી એક થેલીમાં ભરી એ. આર. રાજપૂત ઉર્ફે તુફાન રહે, મોમીન મસ્જિદ પાસે, બાપુનગર સ્ટેડીયમ રોડ, બાપુનગર અમદાવાદ શહેરને રૂ.૫૦૦૦/- માં આપેલ હોવાનું જણાવેલ.

શોધાયેલ ગુનાની વિગત:

  1. નિકોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૫૨૩૦ ૪૯૦/૨૦૨૩ ઈ. પી. કો. કલમ-3de
  2. ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૧૯૧૦૧૮૨૩૧૨૪૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- 300

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ: આરોપી બશીરબખ્તર મોહમદસબ્બીર અન્સારી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છ વર્ષ પહેલા મારા- મારીના ગુનામાં પકડાયેલ છે. તેમજ હાલમાં ગોમતીપુર પો.સ્ટે માં સાયલેન્સર ચૌરીના અન્ય એક ગુનામાં વોન્ટેડ છે.

  1. નડીયાદ: વેપારીની હત્યા કરનાર મિત્ર ઝડપાયો, રૂપિયા બાબતે બોલાચાલી થતા કરી હતી હત્યા
  2. મોરબી નિખીલ હત્યાકાંડના 8 વર્ષ વીતી ગયા છતાં હત્યારો હજી પોલીસ પકડથી દૂર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.