ETV Bharat / state

Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને કરશે નગરચર્યા, રથનું કરાયું રિહર્સલ

author img

By

Published : May 22, 2023, 3:27 PM IST

ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈ શહેરના નગરજનોને દર્શન આપવા નીકળશે, ત્યારે આજે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું 20 જેટલા ખલાસી દ્વારા રથને મંદિરના પટાંગણમાં ફેરવી ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રથ વિશેષ પ્રકારની ખાસિયત પણ છે.

Rath Yatra 2023 : 20 ખલાસીઓ દ્વારા જગન્નાથજીના નંદીઘોષ રથની ટ્રાયલ, નવા રથની વિશેષ ખાસિયત
Rath Yatra 2023 : 20 ખલાસીઓ દ્વારા જગન્નાથજીના નંદીઘોષ રથની ટ્રાયલ, નવા રથની વિશેષ ખાસિયત

20 ખલાસીઓ દ્વારા જગન્નાથજીના નંદીઘોષ રથની ટ્રાયલ

અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી આગામી 20 જુનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને શહેરની નગરમાં નીકળશે. જેને લઈને આજે ભગવાન જગન્નાથ રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથ નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભગવાન જગન્નાથ શહેરમાં અનેક સાંકડી ગળીઓમાંથી પસાર થાય છે. જેમાં નવા રથ કોઈપણ પ્રકાની સમસ્યા ઉદભવે નહીં તે માટે આજે રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ વખતે નવા રથ ઓરિસ્સાના જગન્નાથ પુરીથી વિશ્વની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યાર આ વખતે અહીંયા પણ તેમના જેવા નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. - મહેન્દ્ર ઝા (જગન્નાથ મંદિરના ટ્રસ્ટી)

20 જેટલા ખલાસી રહ્યા હાજર : જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું 20 જેટલા લખાસીઓ દ્વારા ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં ખલાસીઓ દ્વારા રથ ટેક્નિકલ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેસ્ટિંગ દરમિયાન ખલાસીઓ દ્વારા રથને વાળવામાં અને રથના પૈડાંની બ્રેકિંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.

નવા રથની ખાસિયત : નવરથની ખાસિયતની વાત કરવામાં આવે તો, ભગવાન જગતનાથના નવા રથમાં 400 ઘન ફૂટ જેટલું સાગનું લાકડું અને 150 ઘનફુટ સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક રથનું વજન અંદાજે 3 ટન જેટલું વજન ધરાવે છે. જોકે આ ત્રણે રથમાં ખૂબ જ નજીવો ફેરફાર કરવામાં આવે છે. તેમજ આ રથ જોવામાં તો ત્રણેય એકસરખા જોવા મળે છે. ભગવાન જગન્નાથના નવા રથનું કલર પણ જગન્નાથપુરીના રથની જેવો જ કરવામાં આવ્યો છે. આ રથ અંદાજે 100થી 125 વર્ષ સુધી સરળતાથી ચાલી શકે તેવા તૈયાર કરવામાં આવ્યા છે.

Ahmedabad Crime : રથયાત્રા પહેલા ખાખી એક્શનમાં, વહેલી સવારે કોમ્બિંગમાં આટલા ગુનેગાર ઝડપાયા

Rath Yatra 2023: અમદાવાદમાં 146મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ચાલુ, અખાત્રીજના દિવસે નવનિર્મિત રથની પૂજા

Rath Yatra 2023: 145 વર્ષ પછી ભગવાન નવા રથ પર નીકળશે નગરચર્યાએ, પ્રભુની સવારી તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.