ETV Bharat / state

અમદાવાદ જિલ્લાની વધુ એક સિદ્ધિ, 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનમાં મળ્યો એવોર્ડ

author img

By

Published : Sep 7, 2019, 4:14 AM IST

અમદાવાદઃ બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનાં સુચારુ અમલીકરણ માટે અમદાવાદ વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી દ્વારા 'બેટી બચાવો,બેટી પઢાવો'ના સુત્ર સાથે અભિયાન શરુ કરાયું હતું. આ  યોજના ઉદ્દેશ્ય  બાળકીઓની ભ્રુણ હત્યા અટકાવવા અને બાળકીઓને ભણાવવાનો હતો.  આ યોજના ગુજરાત બાદ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ જિલ્લાના તંત્રએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા કલેકટર વિક્રાંત પાંડેને એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે.

'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનમાં શ્રેષ્ઠ કાર્ય બદલ અમદાવાદ જિલ્લાને મળ્યો એવોર્ડ

અમદાવાદ જિલ્લાને 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ મળ્યો છે. અમદાવાદના કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીના હસ્તે સ્વીકાર્યો હતો. આ ઉપરાંત કલેકટર ડૉ.વિક્રાંત પાંડેને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત 2017-18ના વર્ષમાં સેક્સ રેશિયો એટલે કે છોકરાં- છોકરી વચ્ચેનું પ્રમાણ શહેરી વિસ્તારમાં એક હજારે 894 હતું, જે વધીને 907 થયુ છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ 906 હતું તે 944 થયું છે. અમદાવાદ જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ કરાયા હતાં. આ ઉપરાંત સેમિનારનું આયોજન કરાયુ હતું.

ગ્રામસભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત 385 ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ ફેલાવાઈ હતી. અમદાવાદ જિલ્લાના 463 ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ યોજાઈ હતી. વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોએ ભેગા મળી આ કામગીરી કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા-પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરિત કરાયા હતાં. શહેરી વિસ્તારમાં 48 બીઆરટીએસ સ્ટોપ પર 400 બોર્ડ, 600થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવાયુ હતું.

Intro:Approved by panchal sir


દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન એવા નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો નો સુત્ર આપીને યોજના બનાવી હતી જે યોજના પ્રમાણે રાજ્યમાં બાળકીઓની ભ્રુણ હત્યા અટકાવવા અને બાળકીઓને ભણાવવા માટે યોજના કાર્યરત કરી હતી. જે ગુજરાત બાદ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી આમ સમગ્ર દેશમાં લાગુ કર્યા બાદ ગુજરાતના અમદાવાદ જિલ્લા કરેલ સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકારે અમદાવાદ ના કલેકટર વિક્રાંત પાંડે ને એવોર્ડ આપીને સન્માનિત કર્યા છેBody:અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ મળ્યો છે જેને ડો.વિક્રાંત પાંડે એ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીના હસ્તે સ્વીકાર્યો હતો.સાથે કલેકટર ડો.વિક્રાંત પાંડેને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત ૨૦૧૭-૧૮ના વર્ષમાં સેક્સ રેશિયો એટલે કે છોકરાં - છોકરી વચ્ચેનું પ્રમાણ શહેરી વિસ્તારમાં એક હજારે ૮૯૪ હતું તે ૯૦૭ થવા પામ્યું છે જ્યારે ગ્રામ્ય કક્ષાએ ૯૦૬ હતું તે ૯૪૪ થયું છે.
Conclusion:અમદાવાદ જીલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા અને સંમેલન તથા સેન્સેટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગ્રામ સભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત ૩૮૫ ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લાના ૪૬૩ ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ કાઢવામાં આવી અને વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરીત કરવામાં આવ્યા અને શહેરી વિસ્તારમાં ૪૮ બીઆરટીએસ સ્ટોપ પર ૪૦૦ બોર્ડ, ૬૦૦થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યુ હતુ. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.