ETV Bharat / state

Ahmedabad Crime: સાત ભવનો વાયદો પતિએ લગ્નના બે વર્ષમાં તોડી નાંખ્યો, અન્ય યુવતી સાથે ફેલાવી લવની માયાજાળ

author img

By

Published : Aug 9, 2023, 11:31 AM IST

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પ્રેમ લગ્નના બે વર્ષ બાદથી જ પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજની માંગ કરી વારંવાર તેને ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ જુગારની લત ધરાવતા પતિ દ્વારા લગ્નના બે વર્ષ બાદથી તેની સાથે અકુદરતી સંબંધ રાખવા માટે દબાણ કરતો હોય અને અન્ય મહિલા સાથે આડા સંબંધ ધરાવતો હોય આ બાબતને લઈને અંતે મહિલા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઐયાશ પતિએ લગ્નના બે વર્ષ બાદથી પત્ની સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અન્ય યુવતી સાથે આડાસંબંધ રાખ્યા, અંતે પત્નીએ નોંધાવી ફરિયાદ
ઐયાશ પતિએ લગ્નના બે વર્ષ બાદથી પત્ની સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અન્ય યુવતી સાથે આડાસંબંધ રાખ્યા, અંતે પત્નીએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ: આંબાવાડી વિસ્તારમાં રહેતી 44 વર્ષીય સંજના (નામ બદલેલ છે) છેલ્લા ત્રણ મહિનાથી પિતા સાથે રહે છે. તેના લગ્ન વર્ષ 2004માં રાકેશ (નામ બદલેલ છે) સાથે બંને પરિવારની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા. લગ્નજીવનમાં સંજનાને સંતાનમાં બે દીકરીઓ છે જેમાં એક દિકરી 16 વર્ષની જ્યારે અન્ય દિકરી 13 વર્ષની છે. 2004માં સંજનાના લગ્ન રાકેશ સાથે થતા તે સેટેલાઈટ ખાતે પતિ સાથે રહેવા ગઈ હતી. એક વર્ષ સુધી તેનું લગ્નજીવન બરાબર ચાલ્યું હતું. જે બાદ વર્ષ 2006માં તે પતિ સાથે લંડન (ઇંગ્લેન્ડ) ખાતે રહેવા ગઈ હતી. ત્યાં તેના પતિ રાકેશને જુગારની લત લાગી હતી, જે બાબતે તેને વારંવાર કહેતા રાકેશ સંજના સાથે ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

"આ મામલે મહિલા ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ માટેની કામગીરી ચાલુ છે." -કે.વાય વ્યાસ (સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ)

માનસિક ત્રાસ આપવાનું ચાલુ: વર્ષ 2007માં સંજનાને મોટી દીકરીનો અને વર્ષ 2009માં નાની દીકરીનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. બે વર્ષ પછી સંજનાના મોટા સાસુની તબિયત ખરાબ થતા પતિ પત્ની અમદાવાદ ખાતે રહેવા માટે આવી ગયા હતા. સંજનાએ પાંચેક વર્ષ મોટા સાસુની સેવા કરી હતી. તેમ છતાં તેના નણંદ અને સાસરીવાળા ઘરકામ બાબતે અને બંને દીકરીઓ જન્મી હોય અને દીકરો ન હોય તે બાબતે ત્રાસ આપતા હતા. પતિ રાકેશ પણ તેઓની વાતોમાં સહકાર આપી સંજનાને ત્રાસ આપતો અને તેના પિતાને ફરિયાદ કરી માફી મંગાવતો હતો. સંજના ભણેલી હોવાથી વારંવાર નોકરી કરવા માટે પતિને કહેતા તે “તારામાં આવડત નથી, તું નોકરી નહીં કરી શકે” તેવું કહીને વાતને ટાળી દેતો હતો. વર્ષ 2018માં સંજના સસરા અને તે પતિ પત્ની બંને દીકરીઓ સાથે અમેરિકા રહેવા ગયા હતા અને ત્યાં પણ પતિએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું, બાદમાં કોરોના સમયે તેઓ અમદાવાદ ખાતે પરત આવ્યા હતા.

બે ફ્લેટમાં રોકાણ કર્યું: રાકેશને અમેરિકા ગયા પછી અમદાવાદના સરદારનગર ખાતે રહેતી એક યુવતી સાથે તેના આડા સંબંધ હોય અવારનવાર બંને ફોનમાં વાતચીત કરતા હોય સંજનાને અમેરિકા ગયા પછી આ બાબતની જાણ થતા પતિને સમજાવવા જતાં તેણે તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. વર્ષ 2021 માં સંજનાના પતિએ તેને પિતા પાસે પૈસા માંગીને તે પૈસાનું રોકાણ કરી મિલકત વસાવાનું કહેતા સંજનાએ પિતા પાસેથી પતિને 22 લાખ રૂપિયા ચેકથી અને 24 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જેથી રાકેશે બે ફ્લેટમાં રોકાણ કર્યું હતું અને એક ફ્લેટના દસ્તાવેજ સંજના અને પોતાના નામથી અને બીજા ફ્લેટમાં પોતાના એકલાના નામથી બાનાખત કરાવ્યું હતું.

બાળકોના ભણતરનો ખર્ચ:જે બાદ પણ અવારનવાર સાસરિયાઓ દ્વારા પૈસાની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. માનસિક ત્રાસ આપતા હોય પતિ પણ ઘરની બહાર કાઢી નાખવાની ધાક ધમકી આપતો હતો. તેમજ સંજના માનસિક છે. તેઓ સાબિત કરવાનો પ્રયત્ન કરતા હતા. સંજનાના તમામ દાગીનાઓ સાસરિયાઓ લઈ લીધા હતા અને તેના અને બાળકો સાથે પણ ખરાબ વર્તન કરતા હતા. બાળકોના ભણવાના કે ઘર વપરાશ માટેના પૈસા પણ ન આપતા હતા જેના કારણે સંજનાના પિતાએ બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી: સંજનાના પતિ રાકેશ લગ્નના બે વર્ષ પછીથી તેની સાથે તેની મરજી વિરુદ્ધ વારંવાર અકુદરતી સેક્સ (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) કરતો હતો, જેથી પતિના ત્રાસથી કંટાળીને છેલ્લાં ત્રણ મહિનાથી સંજના દીકરી સાથે પિતાના ઘરે રહેવા જતી રહી હતી. અંતે આ સમગ્ર બાબતને લઈને પરિણીતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા, મારામારી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બાબતે પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : ગર્ભવતી મહિલાની આડમાં ડ્રગ્સની હેરાફેરી, મહારાષ્ટ્રથી 37 લાખનું ડ્રગ્સ લઈ આવેલા 3 ઝડપાયા
  2. Ahmedabad News : એએમસી નર્સરીમાં ગાંજાનો છોડ મળ્યો, બીજી આ જગ્યાએ પણ મળ્યો, કોર્પોરેશને બચાવ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.