ETV Bharat / state

2 વર્ષ બાદ સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

author img

By

Published : Nov 15, 2021, 9:24 AM IST

સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાત(Security Association of Gujarat)ની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં રાજ્યભરની સિક્યુરિટી એજન્સી(Security Agency)ના પ્રતિનિધિઓ અને એસોસિયેશનના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમમાં સીઆઇડી ક્રાઇમના આઈ. જી. પી અનુપમસિંગ ગેહલોત(CID I. G. P Anupamsingh Gehlot ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. 200થી વધુ સદસ્યો ધરાવતા સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીના વિકાસ અને કામગીરીની સાથે સુરક્ષાકર્મીઓના કૌશલ્ય વિકાસ, સર્ટિફિકેશન જેવાં મુદ્દાઓને આવરી લેવાયા હતા.

2 વર્ષ બાદ સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ, મહત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા યોજાઇ
2 વર્ષ બાદ સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ, મહત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા યોજાઇ

  • સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સભા યોજાઈ
  • રાજ્યમાં પોલીસ સ્ટાફ કરતા સિક્યુરિટી ગાર્ડ વધુ સંખ્યામાં કાર્યરત
  • વધુ સુઘડ સેવા આપવા મુદ્દે કરાઈ ચર્ચા

અમદાવાદઃ સિક્યુરિટી એસોસિયેશન ઓફ (Security Association of Gujarat)ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting)યોજાઇ હતી, જેમાં રાજ્યભરની સિક્યુરિટી એજન્સીના(Statewide security agenc) પ્રતિનિધિઓ અને એસોસિયેશનના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ સભામાં તમામ હીતધારકોએ વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને તેના સકારાત્મક ઉકેલ રજૂ કર્યાં હતા.

સીઆઇડી ક્રાઇમના આઈ. જી. પી અનુપમસિંગ ગેહલોત મુખ્ય અતિથિ

કાર્યક્રમમાં સીઆઇડી ક્રાઇમના આઈ. જી. પી અનુપમસિંગ ગેહલોત (I. G. P Anupamsingh Gehlot )મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેમની સાથે ડીએસએસ ગ્રુપના કોર્પોરેટ હેડ શીતલ નાયર, શુભારંભ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસિસના એમડી રાજીવ બિરેન ભટ્ટાચાર્ય(Rajiv Biren Bhattacharya), એનએફએસયુ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યુરિટિઝ સ્ટડીઝના કેવલ પંડ્યા (keval Pandya)તથા રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમીશનર – 2 મનોરંજનકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતભરમાં મોટી સંખ્યામાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ પોતાની ફરજ બજાવી રહ્યાં છે

આ કાર્યક્રમમાં સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રમુખ વિક્રમ મહુરકરે(Vikram Mahurkar) જણાવ્યું હતું કે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ રાજ્યના લોકોની, મિલકતોની, નાણાકીય સંસ્થાઓની અને હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થામાં મૂલ્યવાન યોગદાન આપી રહી છે. વર્તમાન સમયમાં ગુજરાતભરમાં મોટી સંખ્યામાં પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ (Private security guards)પોતાની ફરજ બજાવી રહ્યાં છે અને આ સંખ્યા રાજ્યના પોલીસકર્મીઓ કરતાં પણ વધુ છે. અમે સરકાર અને પોલીસ વિભાગ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા તથા અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે કટીબદ્ધ છીએ.

સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા

મહત્વપૂર્ણ છે કે 200થી વધુ સદસ્યો ધરાવતા સિક્યુરિટી એસોસિયેશન ઓફ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીના વિકાસ અને કામગીરીની સાથે સુરક્ષાકર્મીઓના કૌશલ્ય વિકાસ, સર્ટિફિકેશન જેવાં મુદ્દાઓને આવરી લેવાયા હતા.સુરક્ષા કર્મચારીઓએ કોવિડ દરમિયાન તેમની ફરજ બજાવી હતી અને તમામ કોવિડ હોસ્પિટલો અને કોવિડ પરીક્ષણ કેન્દ્રો અને વિવિધ કન્ટેઈનમેન્ટ ઝોનની સામે ઉભા રહેલા તેઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ હતા. સિક્યુરિટી ઉદ્યોગ પણ છેલ્લાં કેટલાંક સમયથી પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કોવિડ બાદ ઉદ્યોગમાં કૌશલ્ય વર્ધન તથા બાયોલોજીકલ જોખમો સહિતના અવરોધોનો સામનો કરીને તેમાંથી આગળ વધવા સહિતના મુદ્દાઓ ઉપર ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરાઈ હતી.

આ પણ વાંચોઃ ધરમપુર બરૂમાળ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલએ લક્ષ્યચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચોઃ T20 World Cup 2021 : ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડ ફરી નિરાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.