ETV Bharat / state

Ahmedabad Crime: એક્ટિવાની ચોરી કરતો એરોનોટિક્સ એન્જિનિયર ઝડપાયો, એક-બે નહીં 17 એક્ટિવાની કરી ચોરી

author img

By

Published : Jun 27, 2023, 7:28 PM IST

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એક્ટીવાની ચોરી કરનાર એન્જીનીયર ઝડપાયો છે. નારણપુરા પોલીસની ટીમે આ મામલે એક યુવકની ધરપકડ કરી તપાસ કરતા તેણે એક બે નહીં પરંતુ 17 જેટલી એક્ટીવા ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે.

aeronautics-engineer-caught-stealing-activa-17-actives-have-been-revealed-to-have-been-stolen
aeronautics-engineer-caught-stealing-activa-17-actives-have-been-revealed-to-have-been-stolen

એક્ટિવાની ચોરી કરતો એરોનોટિક્સ એન્જિનિયર ઝડપાયો

અમદાવાદ: શહેરનાં નારણપુરા, વાડજ, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, નવરંગપુરા, સેટેલાઈટ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટીવાની ચોરી કરનાર યુવકની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. નારણપુરા પોલીસની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓમાં સામેલ આરોપીઓની તપાસમાં હતી ત્યારે બાતમીના આધારે ઉમંગ વાછાણી નામનાં ઘાટલોડિયાના યુવકને પકડીને તપાસ કરતા તેણે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વાહનોની ચોરી કરી હોવાની હકિકત આવી છે.

એક્ટિવા ચોરી કરતો એન્જિનિયર: આ મામલે પોલીસે યુવકની પુછપરછ કરતા તે મૂળ વલસાડનો રહેવાસી છે અને અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી ભાડે રહેતો હતો. ઈસમોમાં સ્ટાઈપેન્ડ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઉમંગ વાછાણી એરોનોટિક્સ એન્જિયરીંગના કામ સાથે સંકળાયેલો છે. હાલમાં તે મહિને 9 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ પર કામ ઈસમોમાં જુનિયર એન્જિનીયર તરીકે કરતો હતો. જોકે એટલા પૈસામાં તેના મોજશોખ પુરા ન થતા હોવાથી તેણે અલગ અલગ વિસ્તારોમાંથી એક્ટીવા ચોરી કરવાનું શરૂ કર્યું હતું.

'પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી તપાસ કરતા તેની પાસેથી આ તમામ એક્ટીવા મળી આવી છે. હાલ આરોપીની વધુ પુછપરછ કરવામા આવી રહી છે. આરોપી એરોનોટીક્સ એન્જિનિયર છે અને અમદાવાદમાં એકલો ભાડે રહે છે. જેથી તેણે આ ગુનામાં કોઈની મદદ લીધી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલુ છે.' -હરીશકુમાર કણસાગરા, એસીપી, બી ડિવીઝન

17 એક્ટિવા ચોરી કરી: આરોપીની તપાસ કરતા કુલ 17 જેટલી એક્ટીવા ચોરી કરી હોવાની તપાસમાં હકીકત સામે આવી છે. આરોપી અલગ અલગ વિસ્તારમાં ફરતો અને જ્યાં કોઈ એક્ટીવા ખુલ્લી નજરે પડતી અથવા આસપાસમાં કોઈ વ્યક્ત ન હોય તેવી એક્ટીવાનું લોક તોડી તેને ડાયરેક્ટ કરી ચોરી કરીને અલગ અલગ જગ્યાએ કોમન પાર્કિંગમાં પાર્ક કરી રાખતો હતો. ચોરીનું કામ પ્રથમ વખત કરતો હોવાથી ચોરીની એક્ટીવા કઈ રીતે વેચીને પોતાના મોજશોખ પુરા કરી શકે તે વાતથી અજાણ હતો. આરોપીએ પોતાની સાથે પીજીમાં રહેતા મિત્રોને બે એક્ટીવા ચલાવવા આપી હોવાની બાબત પણ તપાસમાં સામે આવી છે. તેમજ પોતાના વતનમાં બે એક્ટીવા આપી હોવાનું સામે આવ્યું છે.

  1. Ahmedabad Crime : ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના ઘૂંટણીયે, અબજોપતિના પુત્રને પશ્ચિમ બંગાળમાંથી પકડ્યો
  2. Vadodara Drug Raid : શહેરમાં વધુ એક MD ડ્રગ પેડલર ઝડપાયો, ક્યાંથી આવે છે ડ્રગ ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.