ETV Bharat / state

આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું, વિધાપીઠના પરિસરમાં કરી સફાઈ

author img

By

Published : Dec 16, 2022, 7:33 PM IST

આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું, વિધાપીઠના પરિસરમાં કરી સફાઈ
આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું, વિધાપીઠના પરિસરમાં કરી સફાઈ

આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠની(Acharya Devvrat visit to Gujarat Vidyapeeth) મુલાકાત લીધી હતી. ગાંધીજીની સંસ્થામાં જ ગંદકી (Dirt in Gandhiji institution itself) જોઇને આચાર્ય દેવવ્રત દુઃખી થયા હતા. આ સાથે તેમણે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને રજીસ્ટ્રાર નિખિલ ભટ્ટને પણ વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો.

અમદાવાદ ગાંધીજીની(Gujarat Vidyapith Ahmedabad) સંસ્થામાં જ ગંદકી જોવા મળી રહી છે. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં વિધાર્થીઓને ગાંધીજીના વિચારો આપવામાં આવે છે. પરંતુ આ વિચારો આપતી સંસ્થા પોતાની આજૂબાજૂમાં રહેલો કચરો જ ન દેખાતો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતએ (Governor Acharya Devvrat) છેલ્લા પંદર દિવસથી વિધાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે.ગાંધીજીની સંસ્થામાં જ ગંદકી (Dirt in Gandhiji institution itself) જોઇને આચાર્ય દેવવ્રત દુઃખી અને વ્યથિત થયા છે.

હાથમાં પાવડો-ઝાડુ આચાર્ય દેવવ્રત (Chancellor of Gujarat Vidyapith) હાથમાં પાવડો-ઝાડુ લઈને વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. તેમની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓ સાથે મળીને વિધાપીઠના પરિસરમાં જાતે શ્રમયજ્ઞ કરીને સફાઈ કરી હતી.

અત્યંત વ્યથિત પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા વ્યવસ્થાપકોની વ્યવસ્થામાં ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બની ગઈ છે. ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, "આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય." તેને બદલે ગુજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલયો અને સ્નાનાગાર પૂર્ણતઃ ગંદકીથી ભર્યા પડ્યા છે. સ્નાનગૃહોમાં તમાકુના પાઉચ, તૂટેલી પાઇપો અને છાત્રાલયની ગંદી દીવાલો, તૂટેલા પંખા, વિદ્યાર્થીઓના બેહદ ગંદા બિસ્તર અને પારાવાર ગંદકી જોઈને આચાર્ય દેવવ્રતજી અત્યંત વ્યથિત થયા હતા.

તમાકુનું સેવન ગાંધીજીના આદર્શો પર(organization based on ideals of Gandhiji) ચાલતી સંસ્થામાં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓ તમાકુનું સેવન તો ન જ કરતા હોવા જોઈએ. તેને બદલે છાત્રાલયની દિવાલો પર તમાકુની થૂંકની પિચકારીઓ અને લાલ થઈ ગયેલી જોવા મળી હતી. આજે સવારે તેઓ એકાએક ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 થી 30 જેટલા સફાઈ કામદારોને બોલાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

સ્વચ્છતા જાળવવાનો આગ્રહ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને રજીસ્ટ્રાર નિખિલ ભટ્ટને પણ તેમણે સમગ્ર વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો. આ વેળાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નાર્સન, નાયબ મ્યુનિસિપલ કમિશનર આઈ. કે. પટેલ, સી. આર. ખારસાણ, મદદનીશ કમિશનર રાહુલ શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

મેદાનો સૂના પડ્યા ગુજરાત વિદ્યાપીઠના રમતગમતના મેદાનો સૂના પડ્યા છે. રમતગમતના એક પણ સાધનો નથી. રમતના મેદાનો પર ઘાસ ઉગી નીકળ્યું હોય એ જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. ગાંધીજીના વિચારો જ્યાં જીવંત છે એ સંસ્થાને આપણે ગાંધીજીના વિચારોને અનુરૂપ બનાવવાની છે એમ આચાર્ય દેવવ્રત કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.