ગંદકીનું સામ્રાજ્ય : શું આને કહેવાય સ્માર્ટ સિટી?

author img

By

Published : Sep 3, 2022, 9:17 AM IST

ગંદકીનું સામ્રાજ્ય :  જોવો આને કહેવાય સ્માર્ટ સિટી

અમદાવાદ બે વર્ષ પહેલાં ભળેલા બોપલ ઘુમા ગંદકીનું સામ્રાજ્ય (dirt agitation In Ahmedabad) જોવા મળી રહ્યું છે. જેના પગલે 6 મહિનાથી રજુઆત કરવા છતાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની (Garbage disposal in Ahmedabad) તકેદારી ના રાખતા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સ્થળ પર જ ઉપવાસમાં બેસવાની ચીમકી આપવાની ફરજ પડી હતી.

અમદાવાદ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકતમાં વાસ્તવિકતા અલગ જોવા મળી આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે વર્ષ ભેળવેલા બોપલ અને ઘુમા ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય (dirt agitation In Ahmedabad) જોવા મળી રહ્યું છે. જેને લીધે અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડીગ કમિટી ચેરમેન આગામી દિવસોમાં આ કચરા નિકાલ નહીં આવે તો ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપી હતી. જેને લઇને ગૃહપ્રધાન અમિત શાહે સૂચના આપતા ત્રણ ડે. કમિશનરની અચાનક મિટિંગ બોલાવવાની ફરજ પડી હતી.

સાફ સફાઈની ફરિયાદો અમદાવાદ કોર્પોરેશન બે વર્ષથી ભળેલા બોપલ ઘુમામાં છેલ્લા 6 મહિનાથી યોગ્ય સાફ સફાઈ થઈ ના હોવાની ફરિયાદો સામે આવી છે. જેના પગેલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સોલિડ વેસ્ટ અને મ્યુનિસિપલ કમિશનર વારંવાર સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરવામાં ન આવતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે ખુદ ગૃહપ્રધાન અમિત શાહે ત્રણ ડે. કમિશનરને સૂચના આપવાની ફરજ પડી છે.

આ પણ વાંચો લો બોલો, હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડાયું, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ

ઉપવાસની ચીમકી અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ (Ahmedabad Solid Waste Department) દ્વારા સોલિડ વેસ્ટ વિભાગની નબળી કામગીરીની સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે અધિકારી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આગામી ત્રણ દિવસમાં બોપલ અને ઘુમા યોગ્ય સાફ સફાઈ નહીં થાય તો તે ગંદકીના સ્થળ પર જ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ (Dirt in Bhopal Ghuma) આપવામાં આવી હતી.

આ પણ વાંચો નાના શહેરના વિકાસ માટે ઔડા એક્શન મોડમાં, આ રીતે થશે કાર્યવાહી

ગૃહપ્રધાનને સૂચના આપવાની ફરજ પડી સોલિડ વેસ્ટની નબળી કામગીરી સામે સવાલો ઉભા થતા જ ભાજપ સરકાર શાસિત અમદાવાદ કોર્પોરેશનના જ સ્ટેન્ડિંગ કમિટીના અધિકારીઓ દ્વારા ઉપવાસ પર ઉતારવાની ચીમકી આપવામાં આવી હતી. જેને પગલે ગાંધીનગર લોકસભાના સાંસદ અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહને ત્રણ ડેપ્યુટી કમિશ્નર સૂચના આપવાની ફરજ પડી હતી. જેને પગેલ ડેપ્યુટી કમિશ્નર દ્વારા તાત્કાલિક મીટીંગ બોલાવીને આગામી ત્રણ દિવસ બોપલ અને ઘુમા જે સાફ સફાઈને (AMC Cleaning operation) લઈને જે પણ સમસ્યા ઉભી થઈ છે. તેને નિરાકરણ લાવવાની બાંહેધરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.