ETV Bharat / state

Ahmedabad Crime: અમદાવાદમાં એટીએમ તોડી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 10:13 AM IST

અમદાવાદમાં એટીએમ તોડી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં અમદાવાદ શહેરમાં ફરી વાત તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બની હતી. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર એક અઠવાડિયા પહેલાં રાતના સમયે બે શખ્સોએ ભેગા મળીને ગેસ કટરની મદદથી એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Ahmedabad Crime: અમદાવાદમાં એટીએમ તોડી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં
Ahmedabad Crime: અમદાવાદમાં એટીએમ તોડી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં

અમદાવાદમાં એટીએમ તોડી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં

અમદાવાદ: શહેરમાં ચોરીના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સતત પોલીસ પેટ્રોલિંગ બાદ પણ તસ્કરો ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપી પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાર્ગવ નગર રોડ પર ગત રવિવારે રાતના સમયે એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા. ત્યાં એક ખાનગી બેંક ના એટીએમમા ચોરીના ઈરાદે બે શખ્સો પ્રવેશ્યા હતા. જેમાં ગેસ કટર અને અન્ય સાધનો સાથે પ્રવેશી બેંકના એટીએમને ગેસ કટરથી કાપી 10 લાખ 74 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સીસીટીવી ફૂટેજના આધારે: આ ચોરી અંગેની જાણ ઈન્ડસઈન્ડ બેંક માં થતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. જેમાં એટીએમ માં રહેલા 10 લાખ ઉપરાંતની ચોરીની જાણને આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવતા તેમાં બે તસ્કરો કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે સીસીટીવી ફૂટેજમાં મોડી રાત્રે બેથી ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું અને આરોપીઓએ 20 થી 25 મિનિટમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

એરપોર્ટ પાસે હોટલમાં રોકાયા: જે બાદ પોલીસે એટીએમ માંથી આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરતાં આખરે આરોપીઓને દબોચી લીધા હતા.આ બંને આરોપીઓ પકડાયા બાદ પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓએ એટીએમમાં લૂંટ ચલાવ્યા બાદ તેઓ એરપોર્ટ પાસે હોટલમાં રોકાયા હતા. ત્યાંથી ફ્લાઇટ મારફતે દિલ્હી ગયા હતા. જે તમામ બાબતે પોલીસે તપાસ કરતા આરોપીઓની માહિતી પોલીસને મળી આવી હતી. જેથી દિલ્હી પોલીસનો સંપર્ક કરતા આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી.જોકે આ આરોપીઓ ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરતા હોવાનો પણ પોલીસે ખુલાસો કર્યો હતો.

  1. Ahmedabad Crime News : બનાવટી દસ્તાવેજ બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ ઠગ ઝડપાયા
  2. Crypto Currency Fraud Case: આંતરરાજ્ય ક્રિપ્ટો કરન્સીના છેતરપિંડી કેસનો આરોપી ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.