ETV Bharat / state

IPL 2023 : અમદાવાદના યુવાને બનાવી મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ

author img

By

Published : Mar 31, 2023, 3:26 PM IST

અમદાવાદના યુવાને બનાવી મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ
અમદાવાદના યુવાને બનાવી મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગઅમદાવાદના યુવાને બનાવી મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ

મહેન્દ્રસિંહ ધોની જેટલું મોટું ક્રિકેટ જગતમાં તેમનું નામ છે. તે જ માન સન્માન હજુ પણ તેમાં ફેન્સ જોવા મળી રહ્યું છે. જેમાં અમદાવાદના એક યુવાને અને તેની બહેન સાથે ધોનીની પેઇન્ટિંગ અને ધોનીની શરૂઆતથી અંત સુધીના ફોટોગ્રાફ્સની ફાઈલ બનાવીને આજની મેચ જોવા પહોંચ્યા હતા.

છેલ્લા ત્રણ મહિનાની મહેનત બાદ મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ બનાવી

અમદાવાદઃ આજે અમદાવાદ ખાતે IPL 2023ની પ્રથમ મેચ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે 7.30 કલાકે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. ત્યારે આજે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટના ચાહકો મેચ જોવા પહોંચી ગયા છે. ત્યારે અમદાવાદના એક યુવાને પોતાના હાથથી બનાવેલ મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાનું પેન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બની છે

ભારતીય ક્રિકેટ ટીમની તમામ યાદગાર તસવીરોનું આમાં કલેક્શન
ભારતીય ક્રિકેટ ટીમની તમામ યાદગાર તસવીરોનું આમાં કલેક્શન

ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ: યશ પ્રજાપતિએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું જ્યારથી સમજતો થયો છું ત્યાંથી મહેન્દ્રસિંહ ધોનીનો ખૂબ જ મોટો ફેન છું. આ પેઇન્ટિંગ મેં છેલ્લા ત્રણ મહિનાની મહેનત બાદ મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ બનાવી છે. મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટની ઘણું બધું આપ્યું છે. ભારતીય ટીમ તેના જ નેતૃત્વમાં ચેમ્પિયન બની હતી. વખતે પણ ચેન્નઇ સુપરકિંગ્સ ફરી એક વાર ધોનીના નેતૃત્વમાં જ ચેમ્પિયન બનશે.

આ પણ વાંચો: IPL 2023 : પ્રથમ મેચમાં જોવા મળી શકે છે છક્કા ચોગાની રમઝટ, બોલરો માટે સંઘર્ષ

2007થી યાદગાર ફોટો: ગોપી પ્રજાપતિએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું 2006થી આ ફોટાનું કલેક્શન કરી રહી છું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમની તમામ યાદગાર તસવીરોનું આમાં કલેક્શન કર્યું છે. જેમાં 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા અને ખેલાડીઓની યાદગાર તસવીરો આમાં કંડારવામાં આવી છે. આ ઉપરાંત 2011માં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું તે વખતની વિજયની પળો તેમજ મહેન્દ્રસિંહ ધોનીની હેલિકોપ્ટર શોટ અને 2013માં ચેમ્પિયન ટ્રોફીની જીત આ સહિતની યાદગાર તસવીરો આ કલેક્શનમાં મૂકવામાં આવી છે. આ કલેક્શન મહેન્દ્રસિંહ ધોની પાસે પહોંચે તે અમારી ઈચ્છા છે.

આ પણ વાંચો: GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી

ક્રિકેટચાહકોમાં ઉત્સાહ: વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં પણ રોહિત શર્માનું આ રીતે જ પેઇન્ટિંગ દોરવામાં આવ્યું હતું અને આ પેન્ટિંગ રોહિત શર્માએ જોઈને તેનો ઓટોગ્રાફ સાથે આપ્યું હતું. તેવી જ રીતે પેઇન્ટિંગ આ વખતે મેં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાનું બનાવ્યું છે અને હું ઈચ્છું છું કે આ પેન્ટિંગમાં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના પાસે પહોંચે તેવી મારી ઇચ્છા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.